________________
૨૨૨
શારા સાગર
ને શા માટે આવ્યા છે? તે સમજી ગયા કે આ લોકે મારા બળની પરીક્ષા કરવા આવ્યા લાગે છે. એટલે મલેને કહે છે ભાઈ. જે આપણે કુસ્તી કરીશું તે કાં તમારા હાડકા ભાંગશે ને કાં તો મારા હાડકા ભાંગશે. તેના કરતાં તમે એમ કરો આ સામે મારા કપડા પડ્યા છે તેને નીચોવીને તમે પાણી કાઢે તે તમે બળવાન છો ને ન નીકળે તે તમે નિર્બળ છે. એટલે પિતા મલેએ તે એક કપડું લઈ ખૂબ વળ ચઢાવ્યા. પણ પાણી નીકળ્યું નહિ ત્યારે બંનેએ ભેગા થઈને સામસામી વળ ચઢાવ્યું તે પણ એક ટીપું પાણી ન નીકળ્યું. ત્યારે દયાનંદ કહે છે જુઓ હવે હું નીચવું છું એમ કહી દયાનંદે કપડું નીચવવા સહેજ વળ ચઢાવ્યું ત્યાં પાણી નીકળ્યું. આ જોઈ મલે તે સજજડ થઈ ગયા ને પિતાની હાર કબૂલ કરી ચાલ્યા ગયા. જઈને રાજાને કહ્યું કે એમના જેવી શક્તિ તમારામાં પણ નથી. એ મહાન શક્તિશાળી પુરૂષ છે. હવે કદી અમને એમની પાસે ન મોકલશે. આવી શક્તિ દયાનંદ સરસ્વતીમાં કયાંથી આવી? શું તેમણે ચોખ્ખા ઘી ખાધા હતા? દૂધની મલાઈ ખાધી હતી કે બદામપાક ખાધા હતા? ના. છતાં આવી મહાન શક્તિ કયાંથી આવી? બ્રહ્મચર્યના પ્રતાપે.
અનાથી નિર્ગથ પણ મહાન તેજસ્વી શક્તિશાળી સંત હતા. તેમના દર્શન થતાં શ્રેણીક રાજા થંભી ગયા. મુનિ પાસે નેકર-ચાકર કે માલ મિલકત કંઈ ન હતું. ફક્ત પહેરેલા ત્રણ વચ્ચે અને પાત્ર આદિ જરૂરી ઉપકરણ સિવાય તેમની પાસે કાંઈ ન હતું. છતાં રાજાને લાગ્યું કે આ મુનિ આવા ઋદ્ધિવંત હોવા છતાં હું અનાથ છું એમ શા માટે કહે છે? એમ વિચારી શ્રેણીક રાજા શું બોલ્યા? - “મિ નારો મત્તા, મોજે મુંનrણ સંજયા , મિત્તના વડિો , માગુ છુ ગુરૂજી ”
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૧. હે મુનિ! તમારું રક્ષણ કરનાર કેઈ નાથ ન હતો એટલે દુઃખને કારણે દીક્ષા લીધી છે ને? તે તે અનાથતાનું દુઃખ દૂર કરવા શાટે હું તમારા નાથ બની જાઉં તે પછી તમારે કઈ વાતની ખામી નહિ રહે. માટે તમે સાધુપણું છોડીને મારા ઘેર ચલે. મારા ઘણા મહેલે છે તેમાંથી તમને જે ગમે તે મહેલ આપીશ. સારા કુળની સોંદર્યવતી કન્યાઓ પરણાવીશ. વળી તમે કહે છે કે મારે કઈ મિત્ર ન હતું તે તમને મારે ત્યાં ઘણા મિત્ર પણ મળી રહેશે. તમારા સુખ માટે જેટલી સામગ્રી જોઈશે તે બધી હું પૂરી પાડીશ. તમે મારે ત્યાં મનમાન્યા સુખ ભોગવજે. વળી આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. આવા દુર્લભ મનુષ્ય જન્મને આવા તપ-ત્યાગમાં વેડફી નાંખવે તે બરાબર નથી. માટે તમે મારે ઘેર ચાલે શ્રેણીક રાજા મુનિને ભેગનું આમંત્રણ આપે છે. આગળ શું કહેશે તેના ભાવ અવસરે.