________________
શારદા સાગર
૧૪૫
શ્રેણીક રાજા કેઈ સામાન્ય ન હતા. રાજાઓ જ્યાં ને ત્યાં શીર ઝુકાવે નહિ. આગળના રાજાઓ કેવા હતા? અકબર બાદશાહે જુલ્મ ગુજાર્યો કે હિંદુની દીકરીઓ મુસ્લીમને આપે તે જ્ઞાતિભેદ ટળી જાય. મહારાણા પ્રતાપને આ વાત હાડેહાડ લાગી. અકબરે તેના ઉપર ચઢાઈ કરી. મહારાણા પ્રતાપ પિતાની પત્ની અને દીકરી બધાને લઈને ઘેર જંગલમાં ચાલ્યા ગયે. વનેવન ભટકવા લાગ્યા. ખાવાના સાંસા પડવા લાગ્યા. આ સમયે અકબર મહારાણા પ્રતાપને કહે છે એક વાર મારા ચરણમાં મસ્તક ઝુકાવી દે તે તારું રાજ્ય તને પાછું આપી દઉં. પ્રતાપ કહે છે સિંહ મરી જાય પણ ઘાસમાં મીઠું નાંખે નહિ તેમ હે બાદશાહ મરી જઈશ, વગડામાં રહીશ, પણ તારા ચરણમાં આ રણાનું મસ્તક ઝૂકશે નહિ. આ અગાઉના રાજાઓનું ખમીર હતું. તે સમયમાં મુસ્લીમ રાજાઓ હિંદુ ઉપર જુલમ ગુજારતા હતા છતાં હિંદુએ પિતાની કન્યાઓ જીવનના જોખમે પણ મુસલમાનને આપતા નહિ. આ હતું સંસ્કૃતિમય જીવન! આજે ધર્મની કયાં પડી છે! રાજાઓ ત્યાગ આગળ ઝૂકતા હતા તે રીતે મહારાજા શ્રેણીક અનાથી નિર્ચ થના ચરણમાં શીશ ઝૂકાવી વિનયપૂર્વક વંદન કરીને બે હાથ જોડીને ઊભા છે. હવે તે મુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – પવનજી મિત્રના મુખેથી અંજનાનું નામ સાંભળી પહેલાં તે કેથે ભરાયા, પણ એના કર્મનું વાદળ વિખરાયું તેથી મિત્રના વચનથી પવનજીનું મન પલ્ટાયું ને દિલમાં વિચાર આવે મિત્રની વાત તો સાચી છે. ચકલી એના ચકલા માટે રડે છે તો અંજનાને કેટલું દુઃખ થતું હશે? મેં પરણ્યા પછી એનું મુખ જોયું નથી. તેની સાથે મેં લગ્ન કર્યાં એટલું જ, હાથમાં હાથ મિલાવ્યા એટલું જ, મેં એને ત્યાગ કર્યો છે. એના સ્પર્શને ત્યાગ એટલું જ નહિ પણ એ ગોખેથી મારું મુખ જોતી હતી તે પણું ભીંત ચણાવીને મેં બંધ કરાવ્યું. મેં એનું મુખ જેવાને પણ ત્યાગ કર્યો, હું એની સાથે એક શબ્દ બોલ્યો નથી અને બાર વર્ષથી સતત મારો વિયોગ સહન કરે છે એના હૈયાની કેવી સ્થિતિ થઈ હશે? એ કે કરૂણ કલ્પાંત કરતી હશે. વળી બાકી હતું તે યુધ્ધયાત્રાએ નીકળતાં એ બિચારી મારા ચરણમાં પડી મારું મંગલ ચાહીને મને આશીર્વાદ આપવા આવી ત્યારે નિષ્ફર હેયે મેં એને તિરસ્કારીને લાત મારી, આ વિચારે પવનજીનું હૈયું દ્રવી ઉઠયું, એની આંખ સામે અંજનાને નિર્દોષ ચહેરા તરવરી રહે એની સામે પિતાને નિષ્ફરતાભર્યો ચહેરો દેખાવા લાગ્યા. હવે પવનને અંજનાને મળવાની લગની લાગી છે પણ યુધ્ધ જવા ઘેરથી નીકળ્યા પછી જવાય કેવી રીતે? પવનછ મિત્રને પ્રાઇવે, કટકે ચાલું તે નારી માર્યાનું પાપ તે, પાછો વળું તે પ્રજા હસે, મહેલમાં લાજશે મુંજ તણે બાપ તે સતી રે.
પવનછ મિત્રને કહે છે કે હવે અંજનાને ઝૂરતી મૂકી ને યુદ્ધમાં જવા માટે મારું