________________
હિરદા સાગર
૨૦૧ કાંટાળી કેડીએ શા માટે જાઓ છે. ત્યારે ભગવાને કહયું - હે ભાઈ ! જે આ દુનિયાનું રાજ્ય સાચવવા બેસી જાય છે તે આત્મા ઉપર કદી દષ્ટિ કરી શકતો નથી. અને હું તે આત્માનું રાજ્ય મેળવવા જાઉં છું. આ રાહત્ય તરફથી દષ્ટિ ફેરવીશ તે આત્માનું રાજ્ય પ્રાપ્ત કરી શકીશ. આ દુનિયાનું રાજ્ય કરવાથી કદી મોક્ષ મળવાનું નથી. મોક્ષ મેળવવા માટે આ રાજા છેડીશ તે આત્મિક શાશ્વત રાજ્ય મેળવી શકીશ. ' - દેવાનું પ્રિયે! તમે એમ માનતા છે કે પૈસા, પદવી, પ્રતિષ્ઠા, અને સત્તા હોય તે કલ્યાણ થાય છે. તે તમારી ભૂલ છે. આ બધે માત્ર પુણ્યને ચમકારે છે અને તમે ધ્યેય માની લે તે એ તમારી જમણ છે અને જમણુ એ મિથ્યાત્વ છે. આ મિથ્યાવ ટળે તે સાચી ષ્ટિ પ્રગટે. અને સાચી દષ્ટિ પ્રગટ થતાં જીવને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માની લે કે કોઈ મનુષ્ય ખૂબ ધર્મિષ્ઠ છે. તેની પાસે પૈસે, પ્રતિષ્ઠા, સત્તા બધું હતું પણ પાપને ઉદય થતાં નિધન બની ગયે, એની સત્તા ચાલી ગઈ પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળ્યું. પણ તે જીવની દષ્ટિ ને આત્મા તરફ વળેલી હશે તે તેને એમ થશે, કે આ બધું ભલે ચાલ્યું ગયું, તેમાં મારા આત્માનું કંઈ ગયું નથી. પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, સત્તા આ બધા ભૌતિક પદાર્થો છે. આ બધું જવા છતાં મારા આત્માનું સત્વ તલમાત્ર ઓછું થયું નથી. આવા ભાવ કયારે આવ્યા? આત્મા તરફ દષ્ટિ થઈ ત્યારે ને? * જેને આત્માનું ભાન થાય છે તેને ખ્યાલ આવે છે કે આ શરીર તે એક કવર જેવું છે. આજે આપણે ત્યાં પાંચ પાંચ ભાઈ બહેને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે, તેમને સમજાયું છે કે આ દેહ તે કવર જે છે અને એમાં રહેલો કાગળ રૂપી મારે આત્મા તે જુદે છે. કિંમત કોની છે કાગળની કે કવરની? કવર તે પચ્ચીસ પસાનું હોય છે. એ પચ્ચીસ પૈસાના કવરમાં લાખ રૂપિયાનો ચેક મૂક હોય તો તેથી તે કવરની કિંમત કંઈ લાખ રૂપિયાની થતી નથી. કિંમત તે અંદર રહેલા લાખ રૂપિયાના ચેકની છે તે રીતે જ્ઞાની કર્યું છે આ દેહ તે પચ્ચીસ પૈસાનું પરબીડીયું છે. એમાં જે આત્મા રૂપી એક રહેલ છે તેની કિંમત છે. આ ચેકને ઓળખાવવાની જે દષ્ટિ તેનું નામ સમ્યગદર્શન તમારે ત્યાં એક કવરમાં બીડીને કઈ - વહેપારીએ એક લાખ રૂપિયાનો ચેક મોકળે, તમને ખબર છે કે આમાં લાખ રૂપિયાનો ચેક છે. તે તમે કવરને કેવી રીતે ફેડશે? સર્વ પ્રથમ તે તમે કવરને ચારે બાજુથી જોઈ લેશે. - કઈ બાજુથી કવર ફેડું કે જેથી ચેક ફાટે નહિ. તમે એટલા બધા હોંશિયાર છે કે કવરને ઊડવાનું છે તે તરફથી ફેડતાં ચેક ફાટી જાય તેમ છે તે તેને બીજી બાજુથી ફેડશે. અરે ! આખુ કવર ભલે ફાટી જાય તેને વધે નહિ કારણ કે અંદરને ચેક સાચવે છે. કવરની સાથે કોઈ સંબંધ નથી. આવી દષ્ટિ જે આત્મા માટે આવી જાય તે કેવું સારું! સમજ આત્મા રૂપી ચેકને સાચવવા માટે શરીર રૂપી કવર સાચવવાનું છે.