________________
શા સારુ
૨૧૨ થાળ રાજાએ આપવા માંડયો. ત્યારે સંન્યાસી કહે છે અમે અમારા ગુરૂની આજ્ઞા વિના કંઈ લેતા નથી. તમારે જે કંઈ આપવું હોય તે અમારા ગુરૂને આપજે, ગુરૂની આજ્ઞા વિના લેવું તે અમારા નિયમથી વિરુદ્ધ છે. ત્યારે રાજા કહે-બાપના ગુરૂ કયાં બિરાજે છે? તે કહે- આ નજીકમાં આશ્રમ છે ત્યાં અમારા ગુરૂદેવ વસે છે. જા આ સંન્યાસીએના નિર્લોભી પણાથી ખૂબ પ્રભાવિત થયા. મનમાં થયું કે આ શિષ્યા આવા છે તે તેમના ગુરૂ કેવા હશે? આટલે આવ્યો છું તે દર્શન કરતે જાઉં. એમ વિચાર કરી રાજા-રાણું સર્વે સંન્યાસીના આશ્રમે જાય છે.
- આ તરફ રાજા-રાણી નદી કિનારેથી નીકળ્યા પછી આચાર્યના શિષ્યો ત્યાં ગયેલા. તેમણે હાર જે એટલે લઇને આશ્રમમાં પાછા ફર્યા. ને આચાર્યશ્રીને કહ્યું: ગુરૂદેવ! નદી કિનારેથી આ ચીજ મળી છે. એને કયાં મૂકીએ? ત્યારે ગુરૂએ કહયું. જ્યાં ગાય ઊભી છે ત્યાં એના ખીલે ટાંગીદે. જેને હશે તે એ લઈ જશે. વિક્રમ રાજાને રથ આશ્રમ તરફ જવા નીકળ્યો. સંધ્યા કાળને સમય થવા આવ્યો હતો. રથમાં બેઠા પછી થોડી વારે રાણીને હાર યાદ આવ્યું. તપાસ કરતાં હાર ન મળે એટલે પાણીનું મુખ ઉદાસ થઈ ગયું. ને કહયું - સ્વામીનાથ! મારો હાર બનતા સુધી નદી કિનારે રહી ગયા લાગે છે ખૂબ કિંમતી હીરાને હાર હતું. એટલે તરત રાજાએ રથ પાછો વાળે ને નદી કિનારે પહોંચ્યા. પણ હાર તે ગુમ થઈ ગયો હતે. હાર ન મળતાં રાજા-રાણું ઉદાસ થઈ ગયા. શોધતા શોધતા રાજા આશ્રમે પહોંચ્યા. આચાર્યને વંદન કરીને બેઠા. ત્યારે આચાર્ય પૂછે છે રાજન! આટલા મેડા કયાંથી આવ્યા ત્યારે રાજાએ હાર ગુમ થયાની વાત કરી. ત્યારે આચાયે કહયું કે, હા. મારા શિષ્યોને નદી કિનારેથી હાર જડ છે. તેમ કહેતા હતા. જુઓ, સામે ગાય ના ખીલે લટકાવ્યું છે. તમારે હોય તે લઈ જાઓ.'
રાજાએ જઈને જોયું તે હાર ખીલીએ લટકી રહયે હતે. પિતાની રાણીને જ હાર હતું. આ જોઈ રાજાનું મન પ્રભાતનાં પુષ્પની જેમ પ્રફુલિત બની ગયું. સાથે સાથે એમના વિચારના મણકા બદલાયા ને મનમાં બેલી ઉઠયા કે અહ! મારે આટલું વિશાળ રાજ્ય છે વૈભવને પાર નથી બધી રીતે હર્યો ભર્યો છું. છતાં આ ત્યાગીઓની પાસે તે એક કમંડળ અને તેમના પાત્ર છે. તેમજ બબ્બે જોડી કપડા સિવાય બીજુ કાંઈ દેખાતું નથી. છતાં મારી અપેક્ષાએ ભર્યા છે. મારા નોકર કરતાં પણ ઓછા ખર્ચે આ આશ્રમ ચાલી રહી છે. છતાં આ બધા કેટલા પ્રસન્ન છે. ! જ્યારે મારી પાસે વિશાળ રાજ્ય હોવા છતાં પણ આવી પ્રસન્નતા, શાંતિ અને આનંદ મારી પાસે નથી કારણ કે હું ભૂખ્યો છું ને આ સંતે તૃપ્ત છે. - બંધુઓ જેણે માનવતાનું અમૃતપાન કર્યું છે તે સાધના અભાવમાં પણ એક જાતની તૃપ્તિને અનુભવ કરે છે. ખરેખર! સાચું સુખ તે ત્યાગીઓની પાસે છે હું માનતો