________________
૨૧૧
શારદા સાગર
રાજાએ ઋદ્ધિવત કેમ કહ્યા? મુનિ પાસે તેા પૈસા આદ્ધિ કંઈ ઋદ્ધિ ન હતી તેા કઈ રીતે રાજાએ તેમને ઋદ્ધિવાન કહ્યા હશે? ઋદ્ધિ બે પ્રકારની હાય છે. એક બાહ્ય ઋદ્ધિ અને ખીજી આભ્યંતર ઋદ્ધિ બાહ્ય ઋદ્ધિમાં ધન-ધાન્ય, મહેલ મહેલાતે આદિના સમાવેશ થાય છે. ને આભ્યંતર ઋદ્ધિમાં શરીરની સ્વસ્થતા, ઉત્તમ આકૃતિ, ઇન્દ્રિઓને પૂર્ણ વિશ્વાસ અને ગુણે! વિગેરેના સમાવેશ થાય છે. આ મુનિ પાસે ખાદ્ય ઋદ્ધિ ન હતી પશુ આભ્યંતર ઋદ્ધિ હતી. તેમની મનહર આકૃતિ જોઈ સુંદર પ્રકૃતિના પરિચય સ્હેજે
થઇ જાય.
જેમની આકૃતિ સારી હાચ તેનામાં ગુણના વાસ હાય છે.. આજે સંસારમાં પણ જેમની આંખેા માટી હાય કાન લાંખા હાય, કપાળ પહેાળું હાય તે ભાગ્યવાન અને ગુણવાન કહેવાય છે. આ અનાથી મુનિની આકૃતિ સુંદર હતી એટલે તેમની ઋદ્ધિ પણ સ્પષ્ટ જણાતી હતી. જ્યાં આકૃતિ સારી હાય ત્યાં ગુણા વસે છે અને જ્યાં ગુણા હાય છે ત્યાં લક્ષ્મી વસે છે. કારણ કે લક્ષ્મી ગુણવાનને વરે છે. ગુણુહીનને નહિ. સંસારમાં ઘણાં લેકે ધન-વૈભવાદિને ઋદ્ધિ માને છે પણ અનાથ કહેનાર મુનિની પાસે એક પૈસાની પણ સંપત્તિ નથી. ખીજી તરફ શજા શ્રેણીક મગદેશના માલિક અને અનેક રત્નાના સ્વામી છે. છતાં તે મુનિને કહે છે તમે આવા ઋદ્ધિ-સંપન્ન છે છતાં અનાથ કેમ છે ? આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે રાજા શ્રેણીકની દૃષ્ટિએ પણ ધન-વૈભવ એ ઋદ્ધિ નથી પણ ઉત્તમ આવૃત્તિ તેમજ ગુણ એ ઋદ્ધિ છે. જો રાજા શ્રેણીક ધન વૈભવવાળાને ઋદ્ધિવંત માનતા હૈાત તેા આ મુનિને ઋદ્ધિ સંપન્ન ન કહેત.
મધુએ ! સાચા ઋદ્ધિવંત કેશુ છે ? જેને ઘણી સંપત્તિ મળી છે પણ તૃષ્ણા પૂરી થઇ નથી તેની પાસે ઋદ્ધિ હાવા છતાં ગરીખ છે. પણ જેની પાસે કંઇ નથી છતાં જેની જરા પણ તૃષ્ણા નથી તે જ્ઞાનીની દૃષ્ટિએ ઋદ્ધિવત છે. જુઓ, અનાથી મુનિની પાસે કંઈ ન હતુ છતાં તે રાજાની સૃષ્ટિમાં ઋદ્ધિવંત દેખાયા ને? આ વાતને મજબૂત કરવા વિક્રમ રાજાના દાખલા આપુ
સાચા ઋદ્ધિવંત કાણુ ? – એક વખત વિક્રમ રાજા તેમની રાણી તેમજ દાસ-દાસીઓને સાથે લઈને નદી કિનારે ફરવા ગયા. રાણીને નદીમાં સ્નાન કરવાનું મન થયુ. એટલે પેાતાના ગળામાં રહેલા કિંમતી હીશના હાર કાઢીને નદીમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ એટલામાં ફરવા ગયા. રાણીના હાર નદી કિનારે રહી ગયા. ચાડું. ફર્યા પછી રાજા-રાણી અધા એક જગ્યાએ જમવા માટે બેઠા. તે વખતે ત્યાંથી આશ્રમમાં રહેતા સન્યાસીને જતા જોયા. એટલે રાજાએ ઊભા થઈને તેમને નમન કર્યું, ને
આ અમાશ માટે લેાજન
કહ્યું ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય ! અહીંઆ આપના દર્શન થયા. લાવ્યા છીએ તેમાંથી કઈક ગ્રહણ કરીને મને પાવન કરે. એમ કહીને મીઠાઇના ભરેલા