________________
શારદા સાગર
૨૧૩ હતું કે દુનિયામાં મારા જેવું કંઈ સુખી નથી. આજે મને સમજાયું કે આ વિશ્વના અનંત પ્રાણીઓ અનંતકાળથી સુખને માટે ખૂબ પ્રયત્ન કરી રહયા છે. સુખ માટે માનવીએ લાખો રૂપિયા ભેગા કર્યા, મોટા મોટા મહેલે ઉભા કર્યા, મોટા મોટા યુધે કર્યા પણ એના પ્રયત્નમાં એને કેલ્લી સફળતા મળી! જેને ઘેર અમને રૂપિયાની સંપત્તિ છે. જેના મહેલે આસમાને ટકરાઈ રહયા હોય એટલા ઊંચા છે. બગલા સામે ચાર ચાર કાર ઊભી છે. ચોકીદારો ભરી બંદુકે પહેરે ભરે છે. એવા શ્રીમંતને પૂછવામાં આવે કે કેમ શેઠ! તમે સુખી છો ને? તે જવાબ મળશે કે બહારથી ઉજળા છીએ પણ અંદર તે બળતરાને પાર નથી એટલે દુનિયામાં કેઈ સુખી નથી. સાચું સુખ તે ત્યાગી સંતે પાસે છે.
બંધુઓ! તમે માનતા હે કે અમે સુખી છીએ પણ તમારું સુખ સાચું નથી છતાં તેને સાચું માનીને ગમે તેટલી મહેનત કરે તે પછી તમે સાચા સુખી કયાંથી બનવાના છે? એક વખત એક બહેન સવારના પ્રહરમાં વલેણુ કરવા લાગી. અગાઉ બહેને જાતે વલેણું કરતી હતી. અત્યારે પણ દેશમાં ગામડામાં ઘણી જગ્યાએ વલેણું થતું હોય છે. સવારમાં ઉઠીને જાતે કામ કરવાથી શરીરનું સ્વાથ્ય પણ સારું રહે છે. અત્યારે તે કામ કરવાના ગયા ને મંદવાડ વધી ગયા છે. જેટલા આરામ વધ્યા તેટલા રોગ વધ્યા છે. ખાવાનું પણ સત્વ વગરનું થઈ ગયું છે, તેના પરિણામે માનવ શકિતહીન બની ગયો છે. - પિલી બહેન વલોણું કરવા લાગી. બે કલાક સુધી વાવવાનું ચાલુ રાખ્યું. બહેનની સાડી પણ ભીંજાઈ ગઈ. પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. એનો પતિ પાસે બેઠો હતો. તેને પત્નીની ખૂબ દયા આવી. તેથી પૂછ્યું કે તું બે કવાથી વાવે છે છતાં હજુ પૂરું થયું નથી? ત્યારે પત્ની કહે છે હજુ માખણ ઉપર આવ્યું નથી એનો પતિ કહે છે મને જેવા દે. ઉઠીને જોયું તે ગોળામાં દહીં નહતું પણ પાણી હતું. એણે પૂછયું કે તું આ શું કરે છે? તે પત્ની કહે છે માખણ કાઢું છું. ત્યારે પતિએ કહ્યું વર્ષો સુધી તે પાણીને લાવ્યા કરીશ તે પણ આમાંથી તને માખણ નહિ મળે. આ રીતે આપણે પણ વધી રહ્યા છીએ. ભવમાં ભમતાં અને કાળ પસાર થઈ ગયે પણ હજુ સુધી સુખનું માખણ નીકળ્યું નથી. તે વિચાર કરો કે મેં દહીં વલવ્યું કે પાણી દહીને વળ્યું હતું તે સુખ ક્યારનું ય મળ્યું હેત. પણ સુખ મળ્યું નથી એટલે વિચારવું પડશે કે મારી ભૂલ થઈ રહી છે. કેઈ વાર જીવનમાં નાનકડી ભૂલનું પણ ભયંકર પરિણામ આવે છે. એક કવિએ પણ કહ્યું છે કે
ભૂલ જરાસી જબરું દુઃખ દે છે, અનુભવીજને એમ કહે છે, એક અનિને તીણ તણખો, ભુવન ઘણાને ભસ્મ કરે છે. એક વચન અવળું વદવાથી, ઝેર પછી બહુકાળ ઝરે છે,