________________
૨૧૪
શારદા સાગર - સામાન્ય ભૂલ પણ મોટું નુકશાન કરે છે. અગ્નિની એક ચિનગારીને તમે નાની માને પણ એ નાની ચિનગારી હજારે મણ રૂ ને બાળીને ભરમ કરે છે. એક કડવું વેણુ માણસને બાળી મૂકે છે. તેમ સંસારમાં સુખ નથી છતાં સુખ માટે માનવી રાત દિવસ પ્રયત્ન કરી રહ્યો છે એટલે ભૌતિક પદાર્થોમાં સુખની શોધ કરી છે. કાચના ટુકડામાં એણે હીરા જોયા છે, બસ, અહીં એની મેટી ભૂલ થઈ રહી છે તે સુખ કયાંથી મળવાનું છે?
" આવા સુખ ભોગવવાથી તમને કંઈ મળવાનું નથી. અત્યારે જે સુખ ભોગવી રહ્યા છે તે તે તમારી પૂર્વની કમાણી છે. જે પૂર્વે કરીને આવ્યા છે ને આ ભવમાં કરે છે તે મહાન લાભ મેળવે છે. દે! તમારી સામે બેઠેલા વિરાણી મણીભાઈ અને તેમનું આખું કુટુંબ કેવું ભાગ્યવાન છે. પૂર્વના પુણ્યોદયે સુખ સંપત્તિ પ્રાપ્ત થયાં છે ને આ ભવમાં પણ સત્કાર્યોમાં સંપત્તિને સદુપયોગ કરી રહ્યા છે. આજે કાઠીયાવાડમાં ઠેર ઠેર વિરાણી કુટુંબે ઉપાશ્રયે બાંધી દીધા છે. ગામમાં જૈનનું ઘર હશે કે નહિ હોય પણ વિરાણીને ઉપાશ્રય તે હશે. સાથે તે કુટુંબમાં ધર્મ પણ કેટલો બધે છે અનિલભાઈ દરરોજ સામાયિક કરે. વિરાણી કુટુંબ વીરાણી છે તેમ તેમને આત્મા પણ વીર છે. જે સાચા વીરે હોય તે આવે ત્યાગ કરી શકે છે. સારું ય વીરાણી કુટુંબ ધર્મના રંગે રંગાયેલું છે.
હવે શ્રેણીક રાજા મુનિને પૂછશે કે તમે અનાથ છે તેમ કેમ કહે છે? મુનિ તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -“અંજના સતીને સાસુજી પધારતા થયેલે આનંદ”—અંજના સતી ગવંતી છે તે વાતની તેના સાસુજીને ખબર પડી એટલે એના કેલને પાર ન રહો. બધુઓ! કર્મની કરામત કેવી છે? જે પવન એના માતા-પિતાને જાણ કરીને ગયા હતા તે અંજનાને આ દુઃખના દિવસો ન આવત. પણ જ્યારે જીવના ગાઢ કર્મને ઉદય હોય છે ત્યારે ભલભલા મહાન પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. નળરાજા અને દમયંતી વનમાં ગયા. નળરાજાને દમયંતી કેટલી વહાલી હતી! પણ જ્યારે એના કર્મને ઉદય થયો ત્યારે અઘોર વનમાં ભનિંદ્રામાં સૂતેલી દમયંતીને એકલી મૂકીને ચાલ્યા ગયા ને? - પવનજીએ અંજનાને જંગલમાં નહોતી મૂકી પણ મહેલાતમાં મૂકીને ગયા છે. પણ હવે કમરાજા કેવું નાટક ભજવે છે તે જોવાનું છે. કેતુમતી રાણીએ પ્રહલાદ રાજાને વાત કરી કે અંજનાએ આપણા કુળને કલંક લગાડયું છે. ત્યારે રાજા કહે છે આ વાત મારા માનવામાં આવતી નથી. અંજના એવી પવિત્ર છે કે કેઈના સામે આંખ ઊંચી કરતી નથી ને આ વાત બને કેમ? રાણી! પહેલા તમે ત્યાં જાવ તપાસ કરે કે શું છે? એટલે રાણીએ અંજનાના મહેલે સમાચાર મેકલાવ્યા કે આજે તમારા સાસુજી પધારવાના