________________
શારદા સાગર
૨૧૯
કહેવડાવ્યું કે અમને અમારી દ્રૌપદી સેંપી દે નહિતર યુદ્ધ કરવા તૈયાર થઈ જા. પદ્મનાભ રાજા લડવા તૈયાર થતાં કૃષ્ણ પાંડને કહે છે પહેલાં તમે લડવા જાવ. એટલે પાંડ કહે છે મોટાભાઈ! અમે લડવા તે જઈએ પણ કદાચ હારી જઈએ તે તમે અમારી વહારે આવજે. કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે શુકન કરતાં શબ્દ ખરાબ છે. માટે પાંડેની હાર થવાની છે. પાંડે પમનાભ રાજા સામે યુદ્ધમાં ગયા. ખૂબ પરાક્રમથી લડ્યા છતાં પદ્મનાભ રાજાની સામે હારી ગયા. પાંડે બળવાન હતા. એમની હાર થાય નહિ છતાં અહીં હારી ગયા. શુકન કરતાં શબ્દ આકરા પડયા તે આનું નામ.
પાંડવોની હાર થઈ એટલે પદ્મનાભ રાજાના પગમાં બળ આવ્યું. પણ કૃષ્ણ વાસુદેવ કયાં છૂપા રહે તેમ હતા. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ ઉભા થયા. હાથમાં પંચજન્મ શંખ લઈને વગાડયો ને બોલ્યા હે પદ્મનાભ! તારી માએ સવાશેર સુંઠ ખાઈને તને જન્મ આપે હોય તે હવે આવી જા મારી સામે. આમ કહીને કૃષ્ણ નૃસિંહનું રૂપ ધારણ કર્યું. મેહું સિંહનું ને બીજું બધું મનુષ્ય જેવું રૂપ લઈને એક પંજે પછાડયે ત્યાં આખી અમરકંકા નગરી ધ્રુજી ઉઠી કંઈક મકાને જમીનદોસ્ત થઈ ગયા. બધું ખેદાનમેદાન થઈ ગયું. આખી નગરીમાં ગભરાટ થઈ ગયે. પ્રજા ભાગ ભાગ કરવા લાગી. પદ્મનાભને થયું કે આ તે કઈ મહાન બળી પુરૂષ આવ્યો લાગે છે. કુષ્ણુજીનું પરાક્રમ જોઈને તે ઉભી પૂંછડીએ નાઠો. તેને થયું કે હવે તે મરી જઈશ તેથી દેડતે દ્રૌપદી પાસે ગયો ને કરગરવા લાગ્યું કે મને બચાવ. ત્યારે દ્રૌપદી કહે છે અમારા મોટાભાઈ તમને જીવતા નહિ છોડે. હા બચવાને એક ઉપાય છે, અમારા કૃષ્ણજી કોઈ સ્ત્રીને મારતા નથી. તે તમે ભીના કપડા પહેરી આગળ ચાલે ને પાછળ તમારી ૭૦૦ રાણએ ગીત ગાતી ચાલે. આ રીતે જઈને કૃષ્ણના ચરણમાં પડીને માફી માંગે ને મને પાછી સેપે તે તમને જીવતદાન મળે. અંતે પલ્મનાભને માફી માંગવી પડી અને દ્રૌપદીને પાછી મેંપી. મારે તમને કહેવું છે શું કૃષ્ણ એક પજે પછાડે ને આખી અમરકંકા નગરીને ખેદાનમેદાન કરી નાખી આવા બળવાન કૃષ્ણ વાસુદેવ એક નાનકડા નેમકુમારને હાથ નમાવી શક્યા નહિ. કૃષ્ણ વાસુદેવે વિચાર કર્યો કે જેમકુમારમાં આટલી તાકાત અત્યારે છે તે મોટો થશે ત્યારે કેટલે બળવાન થશે? માટે તેને પરણાવી દઉં તે તેનું બળ ઓછું થાય. જુઓ, આ ઉપરથી તમને સમજાય છે ને કે બ્રહ્મચર્યમાં તાકાત છે ને અબ્રહ્મચર્યના સેવનથી શકિત ખતમ થાય છે.
નેમકુમારને પરણાવવા માટે એક કાવત્રુ રચ્યું. કૃષ્ણ વાસુદેવની બધી રાણીઓ ભેગી થઈને નેમકુમારને ઘેરી વળીને મશ્કરી કરવા લાગી કે અહે મારા લાડકા દિયરીયા ! તમે હવે લગ્ન કરો તે અમારે દેરાણું આવે ને અમે જેઠાણીપણું ભેગવીએ.