________________
૨૧૦
શારદા સાગર જીવની જે ક્ષણ જાય છે તે લાખેણી જાય છે. ગયેલી ક્ષણ પાછી આવતી નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને દરેક મનુષ્યએ જીવનની અમૂલ્ય ક્ષણેને સલ્ફળ બનાવવી જોઈએ આ મનુષ્ય જીવનની એક-બે ક્ષણ નકામી જાય અથવા ધર્મારાધના વિનાની જાય તે સમજવું કે જ્ઞાનીની દષ્ટિએ આપણને ઘણું મોટું નુકશાન થાય છે. છતાં આપણે એવા બેદરકાર છીએ કે નુકશાન થતું હોવા છતાં નુકશાનને ખ્યાલ આવતું નથી. જીવને પુરૂષથે સવળે ઉપડે તે એક ક્ષણમાં કામ કાઢી જાય અને અવળે ઉપડે તે ક્ષણમાં બાજી બગડી જાય છે. ઘણા મનુષ્યના જીવનમાં એકાદ ક્ષણના સત્સંગથી પણ એવું પરિવર્તન આવી જાય છે કે જીવનની આખી દિશા બદલાઈ જાય છે. કહ્યું છે કે -
“સબમરિ સંજન સંાિ મવતિ મવાર તળે ના”
એક ક્ષણની પણ જે સત્સંગતિ છે તે ભવસાગર પાર કરી જવા માટે નાકા સમાન છે. - અહીં શ્રેણીક રાજાને પણ સંતને સમાગમ થયો છે. તમે ગમે તેટલા સંગ કરે પણ સાચે સંગ તે સંતને ગણાય. સાચા સંતને જોતાં શ્રેણીક રાજાનું દયકમળ વિકસી ગયુ. અહે! શું આ મુનિનું રૂપ છે? છેવટે પૂછયું કે તમે આવી નાજુક વયમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ જવાબ આપ્યો કે અનાથ હતો માટે મેં દીક્ષા લીધી છે. એ વાત આપણે આગળ વિચારી ગયા છીએ. મુનિને આ ઉત્તર સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું.
“તો તો પરમો રથા, જોળિયો મઢવો.. gવે તે મિત્તર, વ ના ર વિજ ”
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા. ૧૦. આ મુનિને જવાબ સાંભળીને રાજા શ્રેણીકને હસવું આવી ગયું. અહીં રાજા શ્રેણીની વાત ચાલે છે. પહેલાં શ્રેણીક રાજાનું નામ ગાથામાં આવી ગયું છે. અને તેમને પરિચય આપવામાં આવ્યો છે. છતાં અહીં ફરીને “જો મë”િ કહેવાનું પ્રજન શું? તમને એવી શંકા થાય છે? જેમ માતા પોતાના બાળકને સમજાવવા માટે એક વાત વારંવાર કહે છે તેમ ગણધર ભગવંતે એ આપણા જેવા અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને સમજાવવા માટે ફરીને લખ્યું છે. મગધાધિપ એ શબ્દને ઉપગ ફરીને એટલા માટે કર્યો છે કે તે હરનાર વ્યક્તિ કે ઈ સભ્ય ન હતી પણ સાથ દેશ અલિક હd. સાધારણ માણસના હસવામાં અને આવા મોટા રાજાના હસવામાં ઘણું અંતર હોય છે. એ બતાવવા માટે ફરીને તેમને પરિચય આપે છે.
શ્રેણીક રાજા હસીને મુનિને કહેવા લાગ્યા કે તમારા જેવા ત્રાદ્ધિવંતને કેઈ નાથ ન હતો એ કેમ માની શકાય? બંધુઓ! અહીં એ વિચાર થ જોઈએ કે આ મુનિને