________________
શારદા સાગર
૨૦૭
બની હતી. તે પડવાઈ થતાં મુનિને બચાવ્યા. મુનિને પણ ભાન થયું કે ગુરૂદેવે ત્રણ વખત દુષ્કર - દુષ્કર- દુષ્કર કહયું તે યથાર્થ છે. બંધુઓ ! આવું જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે.
देव दाणव गंधव्वा, जक्खरक्खस्स किन्नरा।
बंभयारि नमस्संति, दुक्करं जे करंति ते ॥ દેવ, દાન, ગાંધર્વ યક્ષ, રાક્ષસ અને કિનારે પણ જે આવું દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે. તેના ચરણમાં પડે છે. બ્રહ્મચર્ય વ્રત સર્વવતેમાં શિરોમણી સમાન છે. જે આ વ્રત અંગીકાર કરે છે તે ધન્યવાદને પાત્ર છે. શરીરની સાનુકુળતા હોય. પાંચેય ઈન્દ્રિઓ સુરક્ષિત હોય એવા સમયે વિષયોને જે ઝેર સમજીને આવું મહાન વ્રત લેવા તત્પર બને છે તે ખરેખર પિતાનું જીવન ઉજજવળ બનાવે છે. ભગવંતે કહયું છે કે “ત, વી. ઉત્તમ વંમરંા” સર્વ તપોમાં જે કંઈ ઉત્તમ તપ હોય તે બ્રહ્મચર્ય તપ છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી તબિયત સારી રહે છે. આત્માને વિકાસ વધે છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી જીવને કેટલા લાભ થાય છે. એક સંસ્કૃત શ્લેકમાં કહયું છે કે,
"ननं नाशयते कलङ्क निकर, पायाङकुरं कन्तति, सत्कृत्योत्सवमाचिनोति नितरांख्याति तनोति ध्रुवम् । हन्त्यापत्ति विषाद विघ्न वितति दत्ते शुभां सम्पदं,
मोक्ष स्वर्गपदं ददाति सुखदं सद् बह्मचर्य घृतम् ।" - શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાથી ખરેખર હજારે કલંકનો નાશ થાય છે. પાપના અંકુરા છેકાઈ જાય છે, સારા કાર્યો અને ઉત્સવને વધારે છે. જગતમાં પ્રતિષ્ઠા ફેલાવે છે, આપત્તિ, વિદ્ધ અને દુઃખની પરંપરાને નાશ થાય છે. શુભ સંપત્તિ પ્રાપ્ત થાય છે. એટલું નહિ પણ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શામાં બ્રહ્મચર્યને સાગરની ઉપમા આપી છે. બીજા વ્રતે નહી સમાન છે. તેમજ બ્રહ્મચર્ય વ્રત એક અમૂલ્ય રત્ન સમાન છે. જેને સાચવવા માટે એક બે નહિ પણ નવકટ રૂપી નવ વાડ ભગવાને બતાવી છે. આવું વ્રત જાહેરમાં અંગીકાર કરવાથી મહાન લાભ થાય છે. આજે ઘણાં કહે છે કે જાહેરમાં લેવાની શી જરૂર છે? ભાઈ! જાહેરમાં લેવાથી બીજા છોને પ્રોત્સાહન મળે છે. ને વ્રત પાળવામાં ઘણું જાગૃતિ રહે છે. પ્રાચર્યમાં એક એવે ગુણ છે કે તેની પાછળ બધા ગુણે ખેંચાઈને આવે છે. માટે ભગવાન કહે છે કે બ્રહ્મચર્યથી જીવનની શુદ્ધિ થાય છે. ને મોક્ષની સાધના થાય છે. બ્રહાચારી આત્માઓ જગતમાં વંદનીય ને પૂજનીય બને છે. બ્રહ્મચર્ય એ જ આત્માની