________________
૨૦૨
શારદા સાગર
એક ગામથી બીજે ગામ ચેકને પહોંચાડવા માટે કવરની મહત્તા છે. તે રીતે આપણા આત્માને મોક્ષ નગરે પહોંચાડવા માટે આ શરીરની મહત્તા છે. -
બંધુઓ! તમને આ શરીર કવર જેવું લાગ્યું હશે તે આ તપની સાધના કરતા આત્માઓને જોઈને થશે કે હું પણ આવા ઉગ્ર તપની સાધના કરી લઉં. કદાચ તપ નહિ કરી શકતા હોય તેને આ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરતા ભાઈ બહેનેને જઈને એમ થશે કે હું આવું મહાન અમૂલ્ય બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરૂં. બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે. શ્રાવકના બાર વતમાં ચોથું બ્રહ્મચર્ય વ્રત થી શ્રેષ્ઠ છે ને સાથે દુષ્કર પણ છે.
એક વખત એક ગુરૂએ પિતાના ચાર શિષ્યને જુદી જુદી જગ્યાએ ચાતુમાંસ કરવા માટે મોકલ્યા. એક શિષ્યને સર્પના રાફડા ઉપર ચાતુર્માસ કરવા મોકલ્યા. બીજાને સિંહની ગુફા પાસે, ત્રીજાને કૂવાના કાંઠે અને ચેથાને વેશ્યાને ઘેર ચાતુર્માસ કરવા મોકલ્યા. સર્પના રાફડા પાસે બેસી રહેવું એ કંઈ સહેલી વાત નથી. સપને દૂરથી દેખીને ડર લાગે છે તે તેના રાફડા પાસે બેસી રહેનારને કેટલો ડર લાગે? સિંહની એક ગર્જના સાંભળીને ભલભલા માણસ ધ્રુજી ઉઠે છે. ત્યાં રહેવું કેટલું કઠણ છે. તે રીતે કૂવાના કાંઠે વસવું પણ રહેલ નથી, આ ત્રણે ઠેકાણે આહાર પાણી મળવાના નથી.
ત્યાં ચારેય મહિના ઉપવાસ થયા. ચોથા મુનિએ વેશ્યાને ઘેર રહી ચાતુર્માસ પૂર્ણ કરવાનું હતું. આ ચારે શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરૂની પાસે આવે છે.
આ સર્પને સફડે, કૂવાને કાંઠે અને સિંહની ગુફા આ ત્રણે જગ્યાએથી ચાતુમાંસ પૂર્ણ કરીને આવેલા મુનિને ગુરૂ કહે છે દુષ્કર અને ચોથા શિષ્ય વેશ્યાને ઘેર ચાતુમાંસ કરીને આવ્યો તેમને ગુરૂએ કહ્યું દુષ્કરદુષ્કરબ્બર, આ સાંભળીને પેલા ત્રણ શિખ્યાના મનમાં થયું કે અહા ! આપણે ચાર ચાર માસના ઉપવાસ કર્યા અને જ્યાં જીવનને જોખમમાં મૂકીને રહેવાનું એવી જગ્યાએ આપણે ચાતુર્માસ કરીને આવ્યા ત્યારે ગુરૂએ દુષ્કર એક વખત કહ્યું ને પેલે ચાર મહિના વેશ્યાના સુંદર બંગલામાં રહ્યો ત્યાં જ આહાર પાણી મળે. આવા સુખમાં ચોમાસું કરીને આવ્યા તેમને ગુરૂએ ત્રણ વાર દુષ્કર દુષ્કર દુષ્કર.કહ્યું. એટલે ત્રણે ગુરૂને કહે છે ગુરૂદેવ ન્યાય કરે, ગુરૂ કહે છે હું ન્યાયપૂર્વક બેલ્યો છું. એક ઈર્ષાળુ શિષ્ય કહે છે જે ન્યાયયુકત વચન બોલતા હે તે આવતું ચાતુર્માસ મને ત્યાં મોકલજે. ગુરૂ કહે ભલે. તમે જજે. બીજું ચાતુર્માસ આવ્યું ને પિલા શિષ્યને વેશ્યાને ઘેર ચાતુર્માસ કરવા મોકલ્યા.
વેશ્યાને ઘેર ચાતુર્માસ કર્યું તેમને ગુરૂએ ત્રણ વાર દુષ્કર કેમ કહ્યું? એ જાણવા જેવી વાત છે. એ સુનિ કેણ હતા? જાણો છો ને? મંગલાચરણમાં આપણે બોલીએ છીએ ને?