________________
શરદા સાગર
/ ૨૦૩ “મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ | મંગલં લિભદ્રાઘા, જૈનધર્મોડતુ મંગલમ્ !” , ,
મહાવીર પ્રભુ મંગલ સ્વરૂપ છે. ગૌતમ સ્વામી મંગલ સ્વરૂપ છે તે રીતે જેમણે વેશ્યાને ઘેર રહીને દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે તેવા સ્થૂલિભદ્ર મુનિ પણ મંગલ સ્વરૂપ છે. આ સ્થૂલિભદ્રને ગુરૂએ શા માટે વેશ્યાને ઘેર મોકલ્યા? તેનું કારણ એ છે કે સ્થૂલિભદ્રજી એ કશ્યા નામની વેશ્યાને ઘેર બાર વર્ષો સુધી રહ્યા હતા. ને તેની સાથે કામગ ભેગવ્યા હતા. એમને દીક્ષા લેવાનું મન કેમ થયું? એમણે એક વખત વેશ્યાને જોઈ અને તેના રૂપમાં મુગ્ધ બની ગયા ને તે વેશ્યાને ઘેર રહેવા લાગ્યા. ઘરે આવતા નહિ. તેમના માતા-પિતાએ ખૂબ કહેવડાવ્યું પણ વેશ્યાના પ્રેમમાં પાગલ બનેલા સ્થૂલિભદ્ર પાછા ન આવ્યા. છેવટે તેમના પિતાજી મૃત્યુ શમ્યા પર સૂતા છે. એ નાના દીકરાને કહે છે બેટા! તું જા ને સ્થલિભદ્રને ખબર આપ કે પિતાજીને અંતિમ સમય છે. હવે તું ઘેર આવ. દીકરે કહે છે. બાપુજી! તમે મને બધી આજ્ઞા કરજે પણ વેશ્યાના પગથિયે જવાની આજ્ઞા ના કરશે. હું ત્યાં નહીં જાઉં. પણ પિતાજીને ખૂબ આગ્રહ હતું એટલે ગયે ને સ્થૂલિભદ્રને ખબર આપ્યા. તેને આવવાનું મન પણ થયું પણ કેશ્યાએ ઈશારે કર્યો કે જવું નથી એટલે વેશ્યાના મોહમાં પાગલ અને વિષયગમાં મસ્ત બનેલ પૂલિભદ્ર ગયે નહિ. પિતાજી પરાકમાં પ્રયાણ કરી ગયા, છેવટે એના પિતાની મશાનયાત્રા નીકળી. લકે કાળાપાણીએ કહપાંત કરે છે, આ શબ્દ રથૂલિભદ્રના કાને પડ્યા ને ચમક, અહે! પિતાજીના અંતિમ સમયે પણ હું ગયો નહિ, મને મળવાની એમની કેટલી ઈચ્છા હતી ! હે દુષ્ટ ! પાપી! બાપુજી ગયા ને તું આ વેશ્યાના રંગભવનમાં મોજ ઉડાવે છે? તરત મહેલમાંથી નીકળીને ઘેર જઈ રહયા છે ત્યાં એને એ ગમળી ગયો ને સંસાર છોડી સાધુ બન્યા. | દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ આવ્યું. ગુરૂએ એ ચારિત્રમાં કે દઢ છે તે જોવા માટે એ જ વેશ્યાને ઘેર ચાતુમસ કરવા માટે મેકલ્યા. જેને ત્યાં સતત બાર વર્ષો સુધી રહીને સંસારના સુખ ભોગવ્યા હોય તેને ત્યાં જ સાધુપણું લઈને ચોમાસુ કરવા જવું તે સહેલી વાત નથી. ભડભડતી ચેહમાં પડવા જેવું કઠીન છે. સ્થૂલિભદ્રજીને સાધુના વેશમાં આવતા જોઈને કશ્યાને હરખ થયે. અહા ! મને છોડીને ચાલ્યો ગયો, સાધુ બની ગયો પણ એને મારા વિના ગમ્યું નહિ. એટલે આવે છે. એના હૈયામાં હર્ષની છોળો ઉછળવા લાગી. મુનિની સામે જઈને પહેલાની જેમ મોહના લટકાચટકા કરવા લાગી. ત્યારે સ્યુલિભદ્ર કહે છે. હવે હું ભેગી નથી ત્યાગી છું. જ્યારથી તારા મહેલના પગથીયા ઉતર્યો ત્યારથી તું મારી બહેન બની ચુકી છે. માટે હવે એ મોહના નાટક કરવા રહેવા દે. મુનિને ચારિત્રથી ચલાયમાન કરવા ખૂબ પ્રયત્ન કર્યો પણ યૂલિભદ્ર રહેજ પણ ડગ્યા નહિ.