________________
શારદા સાગર
૧૭૫
સમયમાં તેં તે અંજનાની સાથે રહીને તેને ખૂબ હિંમત આપી છે. પણ હવે અંજનાને સાચવજે. આ ભંડારની ચાવી તમને સોંપીને જાઉં છું તેમાંથી તમારે જેટલું ધન વાપરવું હોય તેટલું વાપરજે, હું થોડા સમયમાં પાછો આવી જઈશ. અંજનાએ પવનને દુખિત દિલે વિદાય આપી. પવનજી તે યુદ્ધમાં ગયા. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૨ શ્રાવણ સુદ ૮ ને ગુરૂવાર
| તા. ૧૯-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનત જ્ઞાની મહાન પુરૂષએ ભવ્ય જીવોના કલ્યાણને માટે સિદ્ધાંત પ્રરૂપ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના વિશમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં મગધ દેશના અધિપતિ શ્રેણીક રાજા અનાથી નિગ્રંથને જોઈને સ્થિર બની ગયા ને મુનિને પૂછવા લાગ્યા કે હે. મહામુનિ! તમે આવી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લીધી? તેમ પૂછતા શ્રેણીક રાજા મુનિને જોઈને સ્થિર બન્યા. આવી સ્થિરતા થવાનું મૂળ કારણ શું? એ તમે જાણે છે? આત્માન મૂળ સ્વભાવ સ્થિરતાને છે. એક પ્રદેશનું હલન ચલન કર્યા વગર અનંત કાળ સુધી સ્થિર રહી શકવાની અદ્ ભૂત શક્તિ આત્મામાં છે. એ શકિતને સંપૂર્ણ અનુભવ સિદ્ધના જીવો કરે છે. આત્માની સ્થિરતાના અનુભવમાં જીવને અનંત સુખને અનુભવ થાય છે. - જ્ઞાનીઓ કહે છે કે ચેતના અનંતકાળથી તું અસ્થિર બનીને ભમે છે. હવે સ્થિર થા. અસ્થિરતામાં દુઃખ છે ને સ્થિરતામાં સુખ છે. પણ કર્મના સંગના પ્રભાવે આત્મામાં અસ્થિરતા દેખાય છે. પણ જે ચુલા ઉપર મૂકીને તેની નીચે અગ્નિ સળગાવવામાં આવે તે પાણી ઉકળવા લાગે છે. એટલે પિતાને સ્થિરતાને સ્વભાવ છોડીને અસ્થિરતામાં આવી જાય છે. આ રીતે કર્મના સંગના કારણે આત્મામાં અસ્થિરતા આવી ગઈ છે. પણ કર્મ સંચાગ છૂટી જતાં આત્મા પિતાના સ્થિતાના ગુણમાં આવી જાય છે. આત્માના અસલ સ્થિરતાના સ્વભાવને પ્રગટ કરવા માટે ભગવતેએ મેક્ષ માર્ગની પ્રરૂપણ કરી છે. તે મોક્ષ માર્ગને પામવા માટે દાન-શીયળ-તપ અને ભાવ આદિ ચાર મુખ્ય દરવાજા બતાવ્યા છે. તે સિવાય સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પૌષાધાદિ અનુષ્ઠાન બતાવ્યા છે. કાઉસગ્ગ, ધ્યાન આદિ ક્રિયાઓમાં મન-વચન-કાયાની સ્થિતા થયા સિવાય અંતરમાં આનંદ આવતું નથી.