________________
શારદા સાગર
૧૮૧
ને તેમાં ઘઉં ભરવા લાવ્યા. એના કોઠારમાં હતા તે બધા ઘઉં તુંબડીમાં ભરી દીધા પણ તુંબડી ભરાતી નથી. આખા ગામમાં જેટલા ઘઉં હતા તે બધા એમાં ભરી દીધા પણ તુંબડી ભરાઈ નહિ. ત્યારે રાજા પૂછે છે એ સંત! તમારી તુંબડીમાં આટલા બધા ઘઉં ભરી દીધા પણ તુંબડી ભરાતી નથી. ત્યારે સાધુ કહે છે હે રાજન! જેમ આ તુંબડીમાં તે ગમે તેટલા ઘઉં ભર્યા તે પણ ભાઈ નહિ તેમ તને ગમે તેટલું સોનું, મોતી, હીરા, માણેક આદિ સંપત્તિ મળશે તે પણ તારી તૃણાની તુંબડી ભણવાની નથી. માટે તારી તૃષ્ણ ઓછી કરી તારી વૃતિ ધર્મ તરફ વાળી દે. લેખડનું સોનું બનાવવું એટલે દેહને પરમાર્થ માટે વાપરે. અને આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવી દે. એનું નામ લેખંડમાંથી સોનું બનાવવું. એ આ વિદ્યાનું રહસ્ય છે. આ વસ્તુ જે જીવને સમજાય તે આત્મવિકાસ સાધી શકે અને આત્મા કર્મના મળથી અને વૃત્તિઓથી મુક્ત થતો જાય અને મુકત થયેલે આત્મા પરમાત્મ સ્વરૂપ બને છે. જેવી રીતે ઊંચે જવું હેય તે નીસરણીને સહારે લેવું પડે છે તેમ પરમાત્મ તત્વને પામવા માટે પણ સંત, સમાગમને સહારો લેવો પડે છે.
પેલા રાજા કણાદ ઋષિ પાસે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવા આવ્યા હતા. પણ તેમના ઉપદેશથી આત્મ તત્તવને પામી ગયા. અહીં શ્રેણીક રાજા અનાથી નિગ્રંથ પાસે આવ્યા. તેમણે પહેલાં તે મુનિને દેહ જે. એમનું રૂપ જોઈને આકર્ષાયા. બંધુઓ! તમે પણ રૂપ જોઈને મેહ પામે છે ને? પણ એકલા રૂપનું મહત્વ નથી પણ રૂપ સાથે ગુણની મહત્તા છે.
જ્ઞાનીઓ કહે છે આ દેહ તે ડાયલ જેવો છે. જેમ કેઈ ઘડિયાળનું ડાયલ સુદર જોઈને તમને એમ થાય છે કે બહુ સરસ છે. લેવા ગયા ત્યારે ખબર પડી કે મશીન બેટવાઈ ગયેલું છે. અને પૈસા ખર્ચીને રીપેર કરાવે તે પણ સારું થાય તેમ નથી. તે તે કઈ મફત આપે તોય લેવા તૈયાર થાવ રૂડે રૂપાળો રાજકુમાર હોય પણ દયરૂપી મશીન બંધ પડી ગયા પછી તેની કઈ કિંમત નથી તેમ આ દેહરૂપી ડાયલ ગમે તેટલું સુંદર અને આકર્ષક હોય પણ અંદર આત્મિક ગુણે નથી તે તેની કઈ કિંમત નથી.
શ્રેણીક રાજાએ અનાથી મુનિના દેહ રૂપી ડાયલને જ જોયું નથી પણ અંદરના ગુણને જોયા પછી તેમની પ્રશંસા કરી અને ત્યાર પછી તેમને વંદન કરીને પ્રશ્ન પૂછ. એ પ્રશ્નના જવાબમાં મુનિએ કહ્યું કે હું અનાથ હતો. મારું કોઈ ન હતું તેથી મેં દીક્ષા લીધી. ત્યારે રાજાનું આશ્ચર્ય વધ્યું કે આ તેજસ્વી પુરૂષ અનાથ હેઈ શકે? એમને જે જવાબ છે તેની સામે હું દલીલ કરું તે એ વાતનું રહસ્ય આપોઆ૫ ખુલી જશે. હવે શ્રેણુક રાજા મુનિને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.