________________
માઘ સાગર
૧૯૩૯
હતા અને હવે પ્રાણુનું બલીદાન આપવા તૈયાર થયા. શા માટે? સર્મથી માનવતાને દીવડો જલતે રાખવા માટે ને? કેશલનરેશ પેલા ગરીબ માણસને લઈને કાશીરાજ પાસે આવ્યા. વગડામાં રહેવાથી શરીર સુકાઈ ગયું છે. ફાટયા તૂટયા કપડા છે એટલે કોઈ ઓળખી શકતું નથી કે આ રાજા હશે! કાશીરાજને નમન કરીને કહ્યું- હે મહારાજા ! આપની તલવારથી મારું મસ્તક ઉતારી લે ને એના બદલામાં આ ગરીબ બ્રાહ્મણને સવામણ સોનું આપી દે. કાશીનરેશ પૂછે છે તું કોણ છે? ત્યારે કહે-મહારાજ ! જેના માથા માટે સવામણ સોનું આપવાની જાહેરાત કરી છે તે હું પોતે છું. આ સાંભળી કાશીનરેશ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા ને કહ્યું-કેશલનરેશ! તમે જાતે જ તમારું માથું આપવા આવ્યા છો? - કોશલનરેશે નમ્રતાથી કહ્યું–મહારાજા! આ ગરીબ માણસ છે એને ધનની જરૂર છે. મારે એક દિવસ મારવાનું છે. તે વનવગડામાં મરવું તેના કરતાં મરતાં મરતાં કોઈનું ભલું થતું હોય તે કરી લઉં એવી મારી ભાવના છે. તે આપ જલદી મારું મસ્તક ઉતારીને આ ગરીબને સવામણું સેનું આપી દે. એમ કહી કેશલનરેશ મસ્તક નમાવીને ઊભા રહ્યા. કેશલનરેશને જોઈને કાશીનરેશનું હદય પીગળી ગયું, સિંહાસન ઉપરથી ઊભા થઈને ભેટી પડયા ને બોલ્યા. અહે! આજ સુધી તમારું નામ ને તમારા ગુણગાતા સાંભળ્યા હતા પણ આજે તે તમારામાં રહેલી દિવ્યતાના અને પ્રત્યક્ષ દર્શન થયા. આપની કરૂણા, ઉદારતા ને ક્ષમા અદ્દભુત છે. કયાં હું પાપી ને કયાં તમારી પવિત્રતા! હું તે તમારા પગની રજ પણ નથી. આપ આ સિંહાસન સ્વીકારે ને હુ તમારે સેવક બનીને રહું. .. . કે
- કેશલનરેશ કહે છે મહારાજા ! મારે હવે રાજસિંહાસન નથી જોઈતું. તમે રાજ્ય કર, હું તમારે પ્રજાજન બનીને પ્રજાની સેવા કરું. બાકી મને રાજ્યને મેહ નથી. મારે તે ખાવા બે ટાઈમ- શેટલે, શરીર ઢાંકવા વસ્ત્ર અને સૂવા માટે સાડા ત્રણ હાથ જગ્યા સિવાય કંઇ ન જોઈએ. આ દુનિયામાં એજ્યા આવ્યા છે ને એકલા જવાનું છે. મોટા રાજા હય, કરોડપતિ હોય કે ગરીબ હેયે દરેકને એક દિવસ બધું છોડીને જવાનું છે. પછી રાજ્યને મેહ શા માટે? પછી બંને રાજા મિત્ર બની ગયા. આ રીતે કોશલ નરેશ માનવતાને દીવડે જલતે રાખી મૈત્રી, પ્રેમ, ક્ષમા, ત્યાગને. પ્રકાશ પાથરતા ગયા. તે બંધુઓ ! આ રીતે તમે પણ જીવનના લવડામાં મૈત્રીની વાટ, મૂકી, પ્રેમનાં તેલ પૂરી ક્ષમાની જત જલાવી માનવજીવનને સફળ બનાવો.
( અનાથી નિમાં થના જીવનમાં પણ ચરિત્રની જ્યોત ઝળહળી રહી છે. રાજાએ તેમને પ્રશ્ન કર્યો કે તમે યુવાનીમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ કહયું હું અનાથ