________________
શારદા સાગર
કેશલનરેશ જંગલમાં ઝુંપડી બાંધીને આનંદથી રહેવા લાગ્યા. લાકડાના ભારા વેચી ગુજરાન ચલાવે છે ને આંગણે જે કંઈ ભૂખે માણસ આવે છે તેને જમાડીને જે બચે છે તેમાંથી રાજા રાણી ખાઈને મસ્ત રીતે પ્રભુનું ભજન કરે છે. એક વખત રાજા રાણીને પૂછે છે કે હે રાણી! તમે અહીં સુખી છે કે દુખી છો? રાણું કહે, સ્વામીનાથ! મને અહીં દુઃખ શેનું? મારાં તે અહો ભાગ્ય છે કે જેણે અહિંસાને ખાતર પિતાનું રાજ્ય દુશ્મન રાજાને અર્પણ કરી અંતરમાં માનવતાના દીવડા પ્રગટાવ્યા છે એવા મને પતિ મળ્યા. વળી રાજ્યમાં તે કેટલી ખટપટ ને ઉપાધિને પાર નહિ. જ્યારે અહીં તે કેવી શાંતિ છે! પેટ ભરવા રટેલ અને દેહ ઢાંકવા વચ્ચે મળે છે. ઝરણાનાં નિર્મળ પાણું મળે છે, વૃક્ષની શીતળ છાયા છે. ભગવાનનું ભજન થાય છે. રાજ્યમાં આટલી નિવૃત્તિ મળતી નહિ. તે સ્વામીનાથ! આપણે આથી વધારે શું જોઈએ? રાણીને જવાબ સાંભળીને રાજાને આનંદ થયો ને કહ્યું. અહે રાણજી! તમારા જેવા સગુણી રાણીથી હું મને પણ ધન્ય માનું છું.
* આ પ્રમાણે રાજા-રાણું વાત કરે છે ત્યાં એક ગરીબ બ્રાહ્મણ ત્યાં આવીને પૂછે છે ભાઈ! કોશલ દેશ જવાનો રસ્તો કર્યો ત્યારે કેશલ નરેશે કહ્યું ભાઈ ! કેશલ જવું છે? તે કહે હા. શા માટે? બ્રાહ્મણ કહે છે હું એક ગરીબ બ્રાહ્મણ છું મારી દીકરી મટી થઈ છે તેના લગ્ન લેવાના છે. માથે કરજ વધી ગયું છે. ખાવાના સાંસા છે તે શા. દીકરીના લગ્ન કેવી રીતે કરવા? એટલે કેશલ નરેશ પાસે જઈ એક હજાર સોનામહારે લેવી છે. એ ખૂબ દયાળુ છે. મને શ્રદ્ધા છે કે એ મને ખાલી હાથે પાછા નહિ વાળે. બ્રાહ્મણને ક્યાં ખબર છે કે હું જેની સાથે વાત કરું છું તે પોતે કેશલ નરેશ છે. કોશલ રાજાએ વિચાર કર્યો કે આ દેહને તે એક દિવસે નાશ થવાને છે. તે કાશી નરેશે જાહેરાત કરી છે કે કેશલ નરેશનું માથું લાવી આપનારને સવામણ સોનું આપવામાં આવશે. તે આનું ભલું થતું હોય તે મારું માથું આપી દઉં. રાણીને કહે છે તે રાણી! આ દેહ વહેલું કે મોડે છેડવાને છે તે પછી મરતાં મરતાં કેઈનું ભલું થતું હોય તો શા માટે ન કરવું? જે તમે રજા આપે તે કાશીનરેશ પાસે જઈ મારું માથું આપીને આ ગરીબને સુખી કરું. આ સાંભળી રાણીના દિલમાં આઘાત લાગ્યો. ને ધરતી ઉપર ઢળી પડી. પણ શેડી વારે સ્વસ્થ થઈને અર્પણને આનંદ સમજતી રાણીએ આંસુ લૂછતા કહ્યું-ધન્ય છે સ્વામીનાથ આપને! આવું સમર્પણનું સંગીત ગાવા ઈચ્છતા હે તે હું સાંભળવા તૈયાર છું. પર કલ્યાણ કાજે સ્વામીનાથ પધારો. મારી આજ્ઞા છે. હું પણ વખત આવ્યે આપની જેમ મારું બલીદાન આપીશ.
બંધુઓ ! કોશલનરેશના જીવનમાં માનવતા કેટલી ભારેભાર ભરી છે. રાજય તે દઈ દીધું ને વગડામાં આવીને વસ્યા. લાકડાના ભારે વેચીને આનંદથી જીવન વીતાવતા