________________
૧૯૦
શારદા સાગર
અનાહારક છે. અનાહારક દશા પ્રગટાવવા માટે તપ કરવાનું છે. જેને જે સ્વભાવ છે તે જે પ્રગટ થાય તે અલૌકિક આનંદ આવે છે. આવી આરાધનાના પવિત્ર દિવસેમાં તપ કરે. તે ન થાય તે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે. પાસે પૈસા હોય તે દાન આપી શકે તે તે ન હોય તે શુદ્ધ ભાવના તે ભાવીને ટાણું આનંદ મેળવી શકે છે. આવું ઉત્તમ માનવ
જીવન પ્રાપ્ત કરીને જે એકાદ ગુણ પણ આપણામાં ન પ્રગટે તે મનુષ્ય જન્મની મહત્તા શું? તમે કંઈ ન કરી શકે તે માનવતાને ગુણ તે અવશ્ય પ્રગટાવે. - જેમ સાકરમાં મીઠાશને ગુણ છે ને મીઠામાં ખારાશને ગુણ છે. એ બંનેમાંથી મીઠાશ અને ખારાશને ગુણ ઉડાડી દેવામાં આવે તો એમાં શું રહેશે? એને માટીના ભાવે પણ કઈ ખરીદશે નહિ. એ રીતે માનવમાંથી માનવતાનું તત્ત્વ ઊડી જાય તે માનવ જીવનની પણ કિંમત શી? અમારી બહેને દાળ-શાક બનાવે તેમાં મસાલા ખૂબ નાંખીને ભભકાદાર બનાવે પણ જો તેમાં એક મીઠું નાખવું ભૂલી જાય છે તેમાં સ્વાદ આવે? દૂધમાં બદામ-પિસ્તા-કેશર, ઈલાયચી બધું નાખીને ઉકાળે પણ તેમાં સાકર નાંખવી ભૂલી ગયા તે એની મધુરતા નહિ આવે. તે રીતે આ માનવદેહ રૂપી કેડીયામાં સદ્દગુણને પ્રકાશ નહિ હોય તે જીવનમાં જે આનંદ આવો જોઈએ છે તે નહિ આવે, માણસ કેડાધિપતિ હોય કે ગમે તેટલું સ્વરૂપવાન હોય પણ જે એના જીવનમાં માનવતાને દીવડે જલતે નહિ હોય, સદ્દગુણને પ્રકાશ પથરાતો નહિ હોય તો એના જીવનમાં અંધકાર સિવાય બીજું કંઈ નથી. જેના જીવનમાં માનવતાને દીવડે પ્રગટ હતો તેનું જીવન કેવું હતું? એક ઐતિહાસિક દાખલા દ્વારા સમજાવું.
- કેશલ નરેશ અને કાશી નરેશની આ વાત છે. આ તે તમે ઘણી વાર સાંભળ્યું હશે. ઘણી જુની વાત છે પણ પ્રસંગોપાત કહું છું.
કેશલ નરેશ બહુ નાના રાજા હતા પણ દયા, પ્રેમ, ન્યાય, નીતિ આદિ ગુણથી તે મોટા હતા. પિતાને માનવતાને દીવડે બુઝાઈ ન જાય અને મનની મહેલાત મલીન ન બને તે માટે એ સદા જાગૃત રહેતા હતા. તેમના સદ્દગુણની સુવાસ રાજ્યમાં એટલી બધી ફેલાઈ હતી કે તેમના રાજ્યમાં ચોરી થતી ન હતી. વ્યભિચારનું નામ ન હતું ને અન્યાય-અનીતિ કઈ કરતું ન હતું. તેમના રાજ્યમાં જ નહિ પણ બીજા રાજ્યમાં પણ ચારે તરફ તેમની મુક્ત કંઠે પ્રશંસા થતી હતી કે રાજા હોય તે આવા હાજે.
એક વખત કોશલ નરેશની જન્મજયંતીને દિવસ આ. કાશીમાં ઠેર ઠેર તારણે બંધાયા છે. ને લેકે કોશલ નરેશના ગુણ ગાય છે. કાશી નરેશ ફરવા નીકળે ત્યારે તેને ખબર પડી કે મારી પ્રજા કેશલ નરેશના આટલા બધા ગુણ ગાય છે ત્યારે એ વિચારે છે કે આ રાજ્ય મારું, સત્તા મારી, પ્રજા મારી ને મારા રાજ્યમાં રહીને