________________
૧૮૮
શારદો સાગર
બોલતા નથી, ત્યારે સસરા ધમકીપૂર્વક કહે છે જમાઈરાજ! જમ જેવા થઈને ઉતારા નાંખ્યા છે. આ જુવારનો લુખો રોટલે મળ્યો. હવે તે જાવ? (હસાહસ) જે માનભેર આવીને જાય તે જમાઈરાજ અને ના જાય તે જમરાજા. હવે તમારે જમાઈ થવું છે કે જમડા થવું છે? અહીં બેઠેલા મોટા ભાગના જમાઈ બનેલા છે. કોઈક જ નહિ હોય. તમે તે આવું કરતા નથી ને? અંતે સસરાએ જમાઈને વિદાય કર્યા... - બંધુઓ! આ જમાઈનું દષ્ટાંત આપણે આત્મા સાથે ઘટાવવાનું છે. ભગવાન કહે છે સ્વઘરમાં તારું જેટલું માન છે તેટલું પર ઘરમાં નથી. સ્વઘરમાં જેટલું સુખ છે તેટલું પરઘરમાં નથી. આત્માએ સ્વભાવમાં રમણતા કરવી તે ઘર છે. અને આત્મા સિવાય શરીરના રાગમાં પડી પરની પંચાત કરવી તે પરઘરની રમણતા છે. સ્વઘર તે પિતાનું ઘર છે ને પર ઘર તે સાસરું છે. આ શરીરને રાગ કરી તેની પાછળ અમૂલ્ય મનુષ્ય જન્મ જીવ વીતાવી રહ્યો છે. પણ આ શરીર કયારે છોડવું પડશે તેની ખબર છે? મમતાને પિટલ બાંધીને નિરાંતે વસવાટ કર્યો છે પણ યાદ રાખજો આ શરીર રૂપી સાસરું અહીં રહેશે ને જીવને નહિ જવું હોય તે પણ કાળ રાજા શરીરમાંથી વિદાય અપાવશે. શરીર તે બારદાન જેવું છે. ને અંદર રહેતો ચેતન રાજા માલ છે. એ માલ નીકળી ગયા પછી શરીર રૂપી બારદાનની કઈ કિંમત નથી. ઘી તેલના પિક ડબ્બા લાવ્યા પણ સીલ તેડ્યું તે અંદરથી પાણી નીકળ્યું તે કઈ એને રાખશે? ના. માલ વિનાના બારદાનની કિંમત નથી.
બંધુઓ! આ દેહ રૂપી બારદાનમાં બિરાજેલ ચૈતન્ય એ આત્મા એ કંઇ જે તે નથી. અનંત શક્તિને સ્વામી છે. પણ જડના સંગમાં રહી જડ જેવું બની ગયું છે.
સોનેરી પિંજરામાં પરા, સિંહ બની કેશરી (૨) ગાડરના ટેળામાં ભળીયે, વિવેક ક વીસરી (૨) દેડી દેડીને દેડો તો ચે આવ્યો ન ભવને આરે રે. એક જાગ્યો ન આતમ તારે તે નિફલ છે જન્મારે
અનંત શકિતને સ્વામી થઈને બની ગયે બિચારે રે.
ભગવાન કહે છે જલસા ઉડાવવામાં મસ્ત બનેલા જમાઈરાજ જેવા તમારા ચેતનને હવે જગાડે. મોહનીય કર્મરૂપી મદિરાના નશામાં કયાં સુધી ચકચૂર રહેશે. કેઈ દારૂડીયા માણસ દારૂ પીને ચકચૂર બને છે. પછી ખૂબ ન ચઢે ત્યારે તેને ભાન નથી હોતું કે હું કયાં પડયે છું? પણ નશો ઉતરે ને ભાન આવે ત્યાં એમ થાય છે કે અરેરે હું કેવી ગંદી જગ્યામાં પડે છું. બંધુઓ! મોહના નશામાં પડેલા જીવોની પણ આવી દશા છે. દારૂના નશા કરતાં પણ મેહને નશે ભયંકર છે. મેહના નશામાં શું કરી રહ્યો છું તેનું જીવને ભાન નથી હોતું.