________________
૧૮૬
શારદા સાગર જ્યારે હું કંઈક જાણતો હતો ત્યારે મારું અભિમાની મને એમ કહેતું હતું કે હું બધું જાણું છું. હું સર્વજ્ઞ છું. આ અભિમાને મારા જ્ઞાન દીપક બૂઝવી નાંખ્યું અને હું અંધકારમાં ડૂબી ગયો. પણ જેમ જેમ હું વિદ્વાનોના પરિચયમાં આવતે ગયે ને મને જ્ઞાનને પ્રકાશ મળતો ગમે તેમ તેમ મને સમજાયું કે હું જે કાંઈ શીખ્યો છું ને જે કાંઈ સમજ છું તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે. હું મને જ્ઞાની માનતે હતે પણ હવે મને સમજાયું કે હું જ્ઞાની નહિ પણ મૂર્ખ હતું. સાચી સમજ આવતા અભિમાન છટી જાય છે.
બંધુઓ! તમને તમારી સત્તા અને સંપત્તિને ગર્વ આવ્યો છે કે અમારા જેવું કઈ સત્તાધીશ કે સંપત્તિશાળી નથી. ? જે ગર્વ આવ્યું હોય તે યાદ રાખજો કે નદીમાં જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે ખૂબ પાણી આવે છે ને ઘોડાપૂરમાં મોટા ગામના ગામ તણાઈ જાય છે. કેટલાના જાન માલને વિનાશ થાય છે, એ ઘડાપૂર ત્રણ દિવસમાં ઓસરી જાય છે પણ ઘેડાપૂરે સજેલ વિનાશ માનવના હૈયામાં કાયમ કોતરાયેલું રહે છે. જ્યારે તમે એ નદીની પાસે જશે ત્યારે કહેશે કે આ નદીએ મારા ગામનો વિનાશ કર્યો છે. એવી રીતે વૈભવ -સંપત્તિ કે સામ્રાજ્યના પૂરે ત્રણ દિવસમાં ઉતરી જશે પણ એ પૂરના જેશમાં એના અહંભાવમાં કરેલા કાળા પાપની કરૂણ કહાણી સદાને માટે યાદ રહી જશે. કે મેં કેટલાને લૂંટી લીધા છે ! કેટલાને હસાવ્યાને કેટલાને રડાવ્યા! કેવા કેવા અનાચારો સેવ્યા ! આ દુઃખની કરુણ કહાણી વર્ષો સુધી ભૂલાતી નથી.
અહં આવે એટલે બધું ચાલ્યું જાય છે. અહંકારના પહાડને ખસેડવે મુશ્કેલ છે. અભિમાની માણસને કઈ સજજન હિત શિખામણ આપવા જાય તે પણ તેને રચતી નથી. અહંકારના તાપથી તેના જીવનમાં રહેલા સગુણે પહાડના ઝરણાંની જેમ સૂકાઈ જાય છે. જેમ ઝરણ પહાડ ઉપરથી પડે છે ત્યારે અથડાતા અથડાતા પડે છે. ત્યારે તેનું કંઈક પાણી સૂર્યના તાપથી વરાળ થઈને ઊડી જાય છે. તેવી રીતે જીવનમાં અભિમાનને સ્પર્શ થતાં સગુણે નીચે ગબડતા જાય છે ને અહંના તાપથી ગુણે ઓગળી જાય છે. માટે આવું ઉતમ માનવ જીવન પામીને અહંકારને ઓગાળવાની જરૂર છે.
શ્રેણીક સજામાં કેટલે બધે વિનય હત! મગધ દેશના માલિક હોવા છતાં તેમની નમ્રતા અજોડ હતી. એ નમ્રતાથી એમના મનમાં વિચાર થયો કે આ મુનિના મુખ ઉપર કેટલે આનંદ છે ! કેવી મસ્તી છે ને કેવી મનમેહક તેમની આકૃતિ છે ! ખરેખર દુનિયાનું સંપુર્ણ સુખ તે આ મુનિ પામે છે. તેમની પાસે સુખ છે તે મારી પાસે નથી. તમને સુખ ક્યાં દેખાય છે? સંપત્તિમાં, સત્તામાં સંતાનમાં ને શ્રીમતીમાં. કેમ બરાબર છે ને? તમને મનગમતું સુખ મળે ને થોડું માન મળે એટલે બસ. જાણે મારા જેવું કંઈ સુખી નથી. તમને બધાને અનુભવ હશે કે તેથી વધુ માન તમને ક્યાં