________________
શારદા સાગર,
૧૮૫
નથી. આંબા ઉપર કેરી આવે ત્યારે એ પણ નમ્ર બને છે. તે રીતે જીવનમાં નમ્રતા કેળવો. જ્ઞાની કહે છે.--
विणओ सव्व गुणाण मूलं, सन्नाण दसणाइणं । - मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥ વિનય એ જ્ઞાન-દર્શન–ચારિત્રનું મૂળ છે. મોક્ષનું મૂળ પણ વિનય છે. એટલે વિનયવાન આત્મા મેક્ષને અધિકારી બની શકે છે બંધુએ ! જ્ઞાનના બે પંથ છે. એક અભિમાન અને બીજે નમ્રતા. કંઈક જ જ્ઞાન વધુ મેળવીને અભિમાની બની જાય છે ને કંઇક છે જેમ જ્ઞાન વધુ મેળવતા જાય તેમ નમ્ર બનતા જાય છે. જ્યાં નમ્રતા છે ત્યાં વિકાસ છે ને અભિમાન છે ત્યાં વિનાશ છે. જીવનને ધ્યેય વિકાસ છે પણ વિકાસને અટકાવનાર હોય તે અહંકાર છે. અભિમાની માણસ પોતાને મહાન માને છે ને છાતી પુલાવીને ફરે છે કે દુનિયામાં મારા જેવું કોણ છે? તેથી તેના જીવનમાં સત્યને પ્રકાશ પથરાતે નથી કારણ કે હૈયામાં હુંકાર ગુંજતું હોય કે જે કાંઈ છું તે હું છું. મારામાં સર્વ છે. આ રીતે પિતાને સર્વસ્વ માને છે. ને બીજાને પિતાનાથી તુચ્છ સમજી ઉતારી પાડે છે તેથી તેના વિકાસને માર્ગ રૂંધાઈ જાય છે.
ઉત્તરાણના દિવસેમાં તમે બધા પતંગ ચઢાવે છે ને? એ પતંગ ખૂબ ઊંચે ચઢે છે ને ખૂબ ચઢે છે ત્યારે હરખાય છે કે હું કેટલે ઊંચે ચઢી ગયો છું કે મનુષ્ય પણ મને કીડી જેવા દેખાય છે. આ પતંગને અહંભાવ છે. પણ દુનિયાના માનવને નાને જેનાર એ હું પણ દુનિયાની દષ્ટિએ નાને દેખાઉં છું તેને તેને ખ્યાલ નથી હોતે.
દેવાનુપ્રિય! તમે યાદ રાખજો કે પેલા પતંગની માફક અભિમાનમાં ચગી જઈને બીજાને તમારાથી તુચ્છ ગણશે તે તમે પણ દુનિયાની દ્રષ્ટિમાં તુચ્છ દેખાશે, પણ અભિમાનીને આ વાત સમજાય ખરી ? તમે સોડા વોટરની બાટલી તે ઘણી વાર પીતા હશે ને? એમાં શું હોય છે તે તમને ખબર છે? સોડાબૅટરની બાટલીમાં રહેલી ગેબી બહારની સ્વચ્છ હવાને અંદર જવા દેતી નથી અને અંદર ના ગેસને બહાર નીકળવા દેતી નથી. તેવી રીતે અહંકારની ગેબી અહંના અંધકારને બહાર નીકળવા દેતી નથી. અને સત્ય જ્ઞાનના પ્રકાશને અંદર પ્રવેશ કરવા દેતી નથી. તેથી અભિમાની માણસ જ્ઞાનના પ્રકાશ રહિત બનીને અજ્ઞાનના અંધકારમાં આથડતો પિતાનું જીવન વ્યતીત કરે છે. મહાત્મા ભતૃહરિએ પણ કહયું છે કે
यदा किंचिझोऽहं द्विप इव मदान्धः समभवम् । • तदा सर्वज्ञोऽस्मीत्य भवदलिप्तं मम मनः ।। यदा किंचित्किचिद् बुधजने सकाशादवगतः । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो में व्ययगतः॥