________________
શારદા સાગર
૧૭૯
તે અનાથ કેવી રીતે હોઈ શકે? શું, આ સંસારમાં ગુણગ્રાહકતા તેમજ સેંદર્યના ઉપાસકને નાશ થઈ ગયો છે કે જેથી આવા સૌમ્યમૂતિ, સરળ, સુંદર, અને ગુણવાન યુવાનને કોઈ નાથ કે મિત્ર ન મળે? શું બુદ્ધિવાન કે વિચારવાન લેકેની આ સંસારમાં ખેટ પડી ગઈ છે કે નાથ અગર મિત્રના અભાવે આ મુનિને દીક્ષા લેવી પડી? આ રીતે શ્રેણક રાજાનું આશ્ચર્ય વધ્યું. તમે પણ ઘણી વાર કહે છે ને કે જેને કઈ ન હોય તે સંસારના સુખ છોડીને સાધુ બને.
ભાઈ! જરા વિચાર તો કરે કે જેટલા સાધુ થયા તે બધાને સુખ નહોતું તેથી તેમણે દીક્ષા લીધી છે. મોટા ચક્રવતિઓને ત્યાં શેની ખામી હતી? દીક્ષા કોણ લઈ શકે ? જે પિસાને કાંકરા સમજે, ઘરને ઈટ-માટી અને ચુનાના ઢગલા સમજે અને કુટુંબ પરિવારને હાડકાને માળે સમજે તે સંસાર ત્યાગીને સંયમી બની શકે છે. સાચા સંયમીઓને તે સંસારના સુખોની ગંધ આવે છે. આ કણાદ નામના એક સાધુ હતા, તેઓ પિતાના શરીરને ટકાવવા માટે અનાજના પીઠામાંથી અનાજના કણ વીણી લાવતા. તેને પીસી તેની રાબ બનાવીને પી લેતા હતા એટલે તેમને લેકે કણાદ કહેતા. તેઓ પોતે જંગલમાં એક ઝુંપડી બનાવી સ્વાધ્યાય અને ધ્યાનમાં મસ્ત રહેતા હતા. ગામના લોકોને ખબર પડી કે આ સાધુ મહાન અવધૂત છે, અને તે મહાન શક્તિધારી છે. કેટલાક એમ કહેવા લાગ્યા કે આ સાધુ પાસે સુવર્ણની સિદ્ધિ છે. એમની પાસે જાય તેનું કામ થઈ જાય છે. અરે...અહીં કેઈ એમ કહે કે ફલાણા સંતસતીજી કંઈક જાણે છે તે આ ઉપાશ્રય આખો દિવસ ખાલી ન પડે. કેમ ખરું ને? (હસાહસ)
આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજા પ્રધાનને પૂછે છે કે આ વાત સાચી છે? પ્રધાન કહે વાત સાચી છે. જે એમને પ્રસન્ન કરો તે કામ થઈ જાય. ત્યારે રાજા કહે હું પણ એ સુવર્ણસિદ્ધિને લાભ ઉઠાવું. એટલે રાજાએ ઉત્તમ પ્રકારનું ઝવેરાત તથા મેવા-મીઠાઈને થાળ ભરીને મુનિને આપવા માટે માણસ મોકલ્યો. ત્યારે મુનિ કહે છે આ લઈ જાઓ. મારે ના જોઈએ. મને એની ગંધ આવે છે. રાજાને માણસ થાળ લઈને પાછા આવ્યું. રાજા કહે છે કેમ પાછો લાવ્યા? નોકર કહે છે એમને એની ગંધ આવે છે. રાજા કહે છે આમ તે ભિખારી છે. કણ વીણીને ખાય છે ને આટલી બધી તેની મગરૂરી છે? ત્યારે પ્રધાન કહે છે સાહેબ! એ આવી મહાન સિદ્ધિના સ્વામી છે. એને મગરૂરી કેમ ન હોય? એ એમ પ્રસન્ન નહિ થાય. જે તમારે એમને પ્રસન્ન કરવા હોય તે ભકિતથી પ્રસન્ન કરે. ને ભકિત ધનથી ન થાય. તનથી થાય. પૈસાથી નહિ પ્રેમથી થાય. એ પ્રસન્ન થાય તે તમારું કામ થઈ જાય.
રાજા રાત્રીના સમયે ભિખારીને વેષ ધારણ કરી મુનિ પાસે ગયા. મુનિ તે પિતાનું ધ્યાન-સ્વાધ્યાય આદિ ક્રિયાઓથી નિવૃત્ત થઈને સૂતા હતા. રાજા ત્યાં જઈને