________________
શારદા સાગર
૧૭૭
છે. જ્યાં સુધી અનાસકત ભાવપૂર્વક ધર્મક્રિયા નહિ થાય ત્યાં સુધી કર્મીની નિશ નહિ થાય. ફકત પુણ્ય આધાશે. તે પુણ્યથી ધનાદ્ધિની સામગ્રી મળે છે પણ જો સુખમાં આસકત બની ગયા તા આત્મલક્ષ ચૂકી જવાના. તમે જે બધી ધર્મક્રિયાઓ કરા છે તે ઉત્તમ છે પણ જે તેમાં સ્થિરતા આવે તે કર્મની નિર્જરા થાય, માટે સ્થિરતાની ખૂબ જરૂર છે. આ બધી આત્માની વાત કરી. હવે એક વાત કહું.
સંસાર સુખને માટે સાધના કરવા ગયેલા સાધકા પણ વિદ્યાની સાધના કરતી વખતે કેટલા સ્થિર થઈ જાય છે! એક વખત રાવણુ વિદ્યા સિદ્ધ કરવા માટે અધાર જંગલમાં ગયા. સ્થિર બનીને વિદ્યાના જાપ કરવા લાગ્યા. એની સ્થિરતા જોઇને તેની પરીક્ષા કરવા માટે દેવ આન્યા. દેવે તેને અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આપવા માંડયા છતાં ચિત્તને તેણે સ્હેજ પણ ચલાયમાન કર્યું" નહિ તેથી તેની બધી વિદ્યાએ સિધ્ધ થઈ. અને તે સમયે કુંભકર્ણ અને વિભીષણનુ ચિત્ત સ્હેજ અસ્થિર થઈ ગયુ તેના પરિણામે તેમને વિદ્યાએની સિધિ થઈ નહિ, સંસારના સુખ મેળવવા માટે જો આવી સ્થિરતા જોઇએ છે તે મૈાક્ષના સુખ માટે કરાતી ધર્મ આરાધનામાં કેટલી સ્થિરતા જોઈએ ! સંસારના સુખમાં જીવની જોરઢાર સ્થિરતા છે. તે સ્થિરતાના પાયા જેમ જેમ નબળા પડતા જાય તેમ તેમ ધર્મમાં સ્થિરતા આવતી જાય.
મધુએ ! હજુ સુધી જીવને ધર્મક્રિયાઓમાં જેટલા આવવા જોઇએ તેટલેા રસ આવતા નથી. તેનુ કારણ એ છે કે અનાદિકાળથી જીવ અનુકૂળ રૂપ-રસ, ગંધ, સ્પ અને શબ્દોમાં સ્થિર બન્યા છે. આવી સ્થિરતા જો માક્ષસાધક ધર્મમાં આવીજાય તેા ખીજા ભવમાં પણ તેને આવા ધર્માં મળતાં તે તરફ જીવ આાશે. પાંચે ઇન્દ્રિઓના વિષય તરફ દોટ લગાવવાના કારણે અત્યાર સુધી ભવમાં જીવ ભમી રહયા છે. અને અનેક પ્રકારના દુઃખા લાગવી રહયા છે. હવે જો માક્ષ સાધક ધર્મ તરફ દોટ લગાવે તે જ્યાં સુધી મેક્ષ નહિ મળે ત્યાં સુધી સંસાર સુખની અનુકૂળ સામગ્રી ગમે તેટલી મળે તે પણ તેના અંતરમાં મેાક્ષ માર્ગની ન્યાત ઝળહળતી રહેવાની,
ખંધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલાવાના વખત આવ્યે તે સમયે કેવી સ્થિરતા કેળવી ? એક ખાજુ ઘાણીમાં શરીર પીલાય, હાડકા તૂટે, નસેનસા તૂટી લેહીના પુવારા ઉડયા. શરીરના દે તા થયા છતાં આત્મામાં અદ્દભૂત સ્થિરતા શખી. એ સ્થિરતા કયાંથી આવી ? ભાવનાથી. કઇ ભાવના ભાવી ? પીલાતા પીલાતા તેઓ એવી વિશુદ્ધ ભાવના ઉપર ચઢયા કે હે જીવ! પરાધીન પણે તે આ શરીરને ખાતર ઘણી ઘણી વેદનાઓ સહન કરી છે. ઘણાં જીવા સાથે દુશ્મનાવટ કરીને રડી રડીને વેઢના સહન કરી છે. પણ આ ખધી વેદનાએ આત્માને માટે સ્વાધીન પણે સહન કરી નથી. પરાધીન પણે રડતા રડતા આટલી વેદના સહન કરી છતાં તે વેઢનાએ અનતી વેદના વધારી