________________
૧૮૨
શારદા સાગર
જ
રા
ચરિત્ર - પવનછ યુધેિ ગયા ને પાછળ કેવી વિટંબણુ ઊભી થશે.
પવનજી પિતાના નામવાળી વીંટી અંજનાને આપી યુદ્ધમાં ગયાં. વીંટી મળતાં અંજનાના ચિત્તનું કાંઈક સમાધાન થયું. એના હૃદયમાં તે ભાવિ ભાયના ભણકારા વાગી રહ્યા હતા. પણ શું કરે? પવનકુમારને ગયા વિના ચાલે તેમ નથી. જેવા પવનજી ગયો તેવી અંજના મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. શીતળ ઉપચાર કરીને વસંતમાલા કહે છે બહેન! તું શા માટે રૂદન કરે છે? કાલે પવનજી વિજયની વરમાળા પહેરીને આવી જશે. હવે તારે રડવાની જરૂર નથી, ચાલ સામાયિક પ્રતિક્રમણને સમય થયે છે. અંજના આટલા દુઃખમાં પણ ધર્મારાધના કરવાનું ચૂકતી નથી.
પવનજી લંકા પહોંચ્યા. પવનજીના જવાથી રાવણને ખૂબ આનંદ થયો.
રાવણે તેને ખૂબ આદર સત્કાર કર્યોને કહ્યું – બેટા! તું આવ્યું? તે નાની ઉંમરમાં ઘણું હિંમત કરી.
રાવણને આદેશ લઈ, શુભવેલા સુવિચાર,
વરૂણ ઉપર તતક્ષણ, ચઢો, દલ, બેલ, સબલ અનુસાર .
ત્યાંથી પવનજી રાવણની આજ્ઞા લઈ શુભ મુહૂતે મોટા સૈન્ય સાથે યુદ્ધ કરવા ચાલી નીકળ્યા ને યુધ્ધના કાર્યમાં જોડાઈ ગયા. એ વાત અહીં રહી. હવે અંજનાનું શું થયું તે વિચારીએ.
પતિનું મધુરુ મિલન અંજના માટે સ્વપ્ન સમાન બની ગયું. અંજના ગર્ભનંતી છે. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ અંજનાનું સૌંદર્ય ખીલતું જાય છે. તેના શરીર પર ગર્ભવતીના ચિહને દેખાવા લાગ્યા, નગરેમાં કે રાજમહેલમાં વસંતમાલા સિવાય કેણું જાણે છે કે અંજનાને પવનજીનું મિલન થયું છે. અંજનાની સાસુની દાસીઓ અવારનવાર અંજનાના મહેલે આવતી જતી હતી, દાસીઓ દ્વારા કેતુમતીના કાને વાત પહોંચી કે અંજના ગર્ભવતી છે. આ સાંભળી કેતુમતીના જંગમાં ક્રોધની જવાળા ભભૂકી ઉઠી.
- અંજનાએ એક દાનશાળા બેલી હતી. દરરોજ હજારો ગરીબ અને અનાથ જનેને દાન આપતી હતી. ગર્ભમાં આવેલે જીવ જે પવિત્ર હોય તે માતાને દાન દેવાનું મન થાય અને ઘણું છે ગર્ભમાં આવે ત્યારે એની માતાને માટી ખાવાનું મન થાય, કંઇક જગ્યાએ એવું જોવા મળે છે કે બાળક ગર્ભમાં હોય ને ભાઈ ભાઈ જુદા હેય તે ભેગા થઈ જાય ને કોઈ એ જીવ આવે તે ભેગા હોય તે જુદા થઈ જાય. તેથી જાણી શકાય છે કે આ જીવ કે હશે? - અંજના ગર્ભવંતી થયા પછી તેને દાન દેવાનું, સાધુને વહેરાવવાનું ખૂબ મન થતું હતું એટલે તેણે દાનશાળા ખોલી અને દરરોજ પિતે બે કલાક દાન આપતી,