________________
૧૭૮
શારદા સાગર
છે. જો વર્તમાનકાળમાં આવેલી વેદનાએ હસતા હસતા સહન કરી લઉં તે આ સ વેદનાઓથી મુક્ત થઇ જાઉં. અત્યાર સુધી સસારના સુખની ખાતર સહેલી પીડાઓમાં અનંતમા ભાગની પણ આ પીડા નથી તે આ પીડાથી ગભશવાનું શા માટે? ખાલે કેટલા ઊંચા ભાવ ! છે તમારી આવી ભાવના?
તમને આટલુ બધુ સમજાવવા છતાં સંસારથી મુકત થવાનુ મન કેમ થતું નથી ? સસારમા આટલી બધી સ્થિરતા શા માટે ? જ્ઞાનીઓ કહે છે કે આ સંસારની સ્થિરતા મિથ્યાત્વના પ્રભાવે થાય છે. સંસાર પ્રત્યેની સ્થિરતા અને મિથ્યાત્વ એ કોઇ જુદ્દી ચીજ નથી. તેના કારણે જીવ ધન, ભાગવિલાસ, રૂપ આદિ અસ્થિર હેાવા છતાં તેને સ્થિર માનીને તેને માટે જોરદાર કર્મા મધે છે. તે સ્થિરતાને સંસારથી ખસેડીને ધ તરફ લઈ જવાની જરૂર છે. મહાન પુરૂષાએ મારાંતિક ઉપસર્ગ સમયે પણ સ્થિરતા છેડી નથી. આ રીતે ધર્મની સ્થિરતાના સ્વરૂપને તથા તેના ફળને સમજીને અધર્મની સ્થિરતાથી ખસી ધર્મમાં સ્થિરતા કેળવી મળેલી તકના સદુપયોગ કરી લે.
શ્રેણીક રાજાને પણ મુનિના ગુણ્ણા જોઇ તેમના ઉપર સ્થિરતા થઈ. અને મુનિને જેમ જેમ જોતા ગયા તેમ તેમ નવા આશ્ચ થતા ગયા. તેથી મુનિને પૂછ્યુ કે તમે આવી યુવાનીમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિ કહે છે:
अणाहोमि महाराय, नाहो मज्झ न विज्जई । अणुकम्पगं सुहिं वावि, कंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૯.
હું મહારાજા ! હું અનાથ હતા. મારા ઉપર કાઇ રહેમ ષ્ટિ રાખે તેવે મારા કાઇ નાથ ન હતા. તેમજ નહિ મળતી વસ્તુ આપે તથા મળેલી વસ્તુની રક્ષા કરે તેવા કેાઈ મિત્ર ન હતા કે જે મારા પર દયા કરીને મને થાડું પણ સુખ આપે.
મુનિના જવાબને અભિપ્રાય એવા નીકળે છે કે મારી સંભાળ રાખનાર મારા માથે કાઇ નાથ ન હતા. એટલા માટે મેં દીક્ષા લીધી. આ જવાબથી મંદ બુદ્ધિવાળા એમ સમજે કે ગરીબ હશે. એના કાઇ સગાવહાલા નહિ હાય, ખાવા પીવાનું દુઃખ હશે તેથી સાધુ બની ગયા છે. પણ અનાથી મુનિના જવાખમાં રાજા સમજે છે કે ગૂઢ રહસ્ય સમાયેલુ છે. આ મુનિ અનાથ નથી.
આ રીતે શ્રેણીક રાજા વિચાર કરતા મુનિના રૂપ-રંગ ક્ષમા સૌમ્યતા ભેગા પ્રત્યેની અસંગતતા, નિભિતા, આઢિ ગુણા જોઇને આશ્ચર્યોંમાં પડી ગયા છે ને તેથી મુનિને પ્રશ્ન પૂછ્યા છે પણ મુનિના ઉત્તર સાંભળીને રાજાનું આશ્ચર્ય ઘટવાને બદલે વધી ગયું. એટલે વિચારવા લાગ્યા કે જેને દેખીને દુશ્મનના દિલમાં પણ આન થાય