________________
૧૭૪
શારદા સાગર
પોતાના ગામમાં લાવે છે. પુત્રની આવી શ્રદ્ધા જોઈ રાજા પણ ધર્મમાં શ્રદ્ધાવાન બન્યા.
બંધુઓ ! ધર્મમાં દઢ રહેતા એક વાર કષ્ટ પડશે પણ પછી તે જય જય કાર થશે. આપણે ત્યાં પર્યુષણ પર્વ આવી રહયા છે. જુના કર્મોને અપાવવા માટે તપ એ અમોઘ ઔષધિ છે. અનાથી નિર્ગથે શ્રેણીક રાજાને કહયું કે હું અનાથ હતો તેથી દીક્ષા લીધી છે. તેના જવાબમાં શ્રેણીક રાજા શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – અંજનાના મહેલેથી વસમી વિદાયઃ- પવનજીએ ત્રણ દિવસ અંજનાના મહેલે રહી જવાની રજા માંગી. હવે પવનને જવાનું મન થતું ન હતું પણ દુઃખિત દિલે એક બીજાથી છૂટા પડયા. અંજના પણ સમજતી હતી કે લડાઈમાં જવું તે જીવ સાટાના ખેલ છે. પણ આ તો સાચી ક્ષત્રિયાણી હતી. તેણે પવનજીને જતી વખતે કહયું સ્વામીનાથ ! યુદ્ધ મેદાનમાં ખૂબ બહાદુરીથી લડજે, તે સમયે મારે મેહ ના રાખશે. વરૂણનું લશ્કર અને તેના પુત્રો ખૂબ બળવાન છે ખૂનખાર લડાઈ થશે. કેટલા હાથી ઘોડા અને કેટલા સૈનિકે મશશે. ને લેહીની નદીઓ વહેશે, ત્યારે તમે પૂઠ દેખાડતા નહિ પણ સામી છાતીએ લડજે પણ ભય પામી પાછા હઠશે નહિ. ને વિજય મેળવીને પાછા વહેલા પધારજો.
સાચી ક્ષત્રિયાણીનું ખમીર ઓછું નથી હોતું. એક વખત એક રાજપૂત પરણીને ગામના પાદરમાં આવ્યો. તે સમયે ગામમાં યુદ્ધની ભેરીઓ વાગે છે, રણશીંગા ફૂંકાઈ રહયા છે ને બધા યુવાન ક્ષત્રિયે લડાઈમાં જવા સજજ બન્યા છે. હવે પેલા રાજપૂતથી કેમ રહેવાય? પત્નીની સાથે ઘેર પણ ન ગયો. પાદરમાંથી મીંઢળ બાંધેલા હાથે લડાઈમાં જવા તૈયાર થયે. લડાઈ શરૂ થઈ. બાણને વરસાદ વરસવા લાગે, કેટલા સૈનિકે ઘાયલ થઈને પડયા. આ જોઈને પેલાના મનમાં થયું કે અહે! હું હજુ તે પરણીને ચાલ્યું આવું છું, કોડભરી પત્ની સાથે વાત પણ કરી નથી. હું મરી જઈશ તે એનું શું થશે? એટલે લડાઈમાંથી પાછો ફર્યો ને ઘેર આવ્યા. ત્યારે પત્ની પૂછે છે સ્વામીનાથ! કેમ પાછા આવ્યા! પતિ કંઈ જવાબ આપતા નથી. ક્ષત્રિયાણી (પત્ની) સમજી ગઈ કે મારા મોહના કારણે પાછા આવ્યા લાગે છે. તે એના પતિને કહે છેક્ષત્રિયને બચ્ચે લડાઈમાં ખપી જાય તે કબૂલ પણ રણમાં ગયેલે કદી પાછો ન ફરે ને તમે પાછા આવ્યા છે. તમને મારો મેહ છે ને? તે લે, આ મારું માથું સાથે લઈને જાવ. અંદરના રૂમમાં જઈને ક્ષત્રિયાણીએ તલવાર લઈને ધડાક લઈને પિતાનું મસ્તક ઉડાવી દીધું. આ હતું ક્ષત્રિયાણીનું ઝનૂન.
અંજનાજીએ પણ પવનજીને ખૂબ શિખામણ આપી. બંનેના દિલમાં ખૂબ દુઃખ થયું પવનજીને પોતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયો કે મેં અંજનાને કેટલું કષ્ટ આપ્યું! તે વસંતમાલાને બેલાવીને કહે છે- વસંતમાલા I તને ઝાઝું કહેવાનું ન હોય, દુઃખના