________________
શારદા સાગર
૧૭૩ વિનાને છે તે કહે બાપુ! અંગ ઢાંકવા વસ્ત્ર નથી. દયા કરે. ત્યારે કુમારના અંગ ઉપર બે વચ્ચે હતા. તેમાંથી એક વસ્ત્ર ગરીબને આપી દીધું.
પેલે દ્રષી મિત્ર પણ કુમારની સાથે ચાલતે જાય છે, જંગલમાં જઈને કહ્યું, મિત્ર! જોયું ને દાનનું ફળ! ત્યારે રાજકુમાર કહે છે ભાઈ! દાન દેવાથી ને ધર્મ કરવાથી તે મહાન લાભ થાય છે. એનાથી કાંઈ દુઃખ નથી આવતું. ધર્મથી તો સુખ મળે છે આ રીતે કુમારે તેના મિત્રને ખૂબ સમજાવ્યું પણ માન્ય નહિ ત્યારે કહે છે એમ કરીએ. આ સામેના ગામમાં જઈને ત્યાંના લોકોને અભિપ્રાય લઈએ કે ધર્મથી જ્ય કે અધર્મથી જય! જે ધર્મથી જય એમ કહે તે મારી આંખો ફાડી નાંખવાની ને અધમેથી જય કહે તો તારી આંખે ફેડી નાંખવાની. રાજકુમારને તે દઢ શ્રદ્ધા છે કે ધર્મથી જય છે એટલે તેણે એ વાત મંજુર કરી. મિત્રે ગામના લોકોને શીખવાડી દીધું પછી બધાને ભેગા કર્યા ને કુમારની સમક્ષ પૂછયું ધર્મથી જ્ય કે અધર્મથી જ્ય છે? બેલે. લેકે કહે અત્યારે તે અધર્મથી જ થાય છે. રાજકુમારને માથે ધર્મસંકટ આવ્યું પણ ગભરાયે નહિ. મિત્રને કહે છે તારે મારી આંખો જોઈએ છે ને ? એમ કહી પિતાની બે આંખે કઢીને આપી દીધી. આ પાપી મિત્ર રાજકુમારને ગાઢ જંગલમાં લઈ જઈ તેના બધા દાગીના લૂંટી જંગલમાં મૂકી ચાલ્યા ગયે. રાજકુમારને માથે દુઃખની ઝડી વરસી છતાં મિત્ર ઉપર જરા ય કે ન કર્યો પણ જે સમયે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ તેમાં આનંદ માનવા લાગ્યા. આંખ ગઈ તે શું ખોટું? સારું ને ખોટું કંઈ જેવું મટી ગયું. તે જંગલમાં એકલે એક શીલા પર બેસીને નવકારમંત્રનું સ્મરણ કરવા લાગે. આટલી કસોટી થઈ પણ શ્રદ્ધાથી ચલાયમાન ન થયા ત્યારે તેની દઢ શ્રદ્ધા જોઈને શાસનના રક્ષક દેવને નીચે આવવું પડયું. દેવ તેની પરીક્ષા કરવા કહે છે તું એક વાર એમ કહી દે કે મેં દાન દીધું તે ખોટું કર્યું તો તને દેખતે કરી દઉં. આ કહે છે મત આવે તે ભલે. હું કદી નહિ કહું કે દાનધર્મ ખોટે છે. ત્યારે દેવે ધોધમાર વરસાદ વરસાવે. ગળા સુધી પાણી આવી ગયા. ડૂબવાની અણી ઉપર છે તે સમયે ફરીને દેવ કહે છે હવે તારે જીવવું હોય તે કહી દે દાનધર્મ બેટ છે. નહિતર ડૂબી જઈશ. કુમાર કહે ભલે ડૂબી જાઉં. મને ચિંતા નથી. તેની દઢ શ્રદ્ધા જોઈને દેવ તેના ચરણમાં નમી પડે ને દેવ પ્રસન્ન થવાથી રાજકુમારને નવી દષ્ટિ મળી. અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત કરી. આ તરફ કુમારના ગયા પછી રાજ્ય ઉપર મટી મેટી આફત આવવા લાગી ને રાજ્યના ભંડાર ખાલી થવા લાગ્યા. ત્યારે તેના બાપની આંખ ઉઘડી કે મારે દીકરે ગમે તેટલી લક્ષ્મી દાનમાં વાપરતા હો છતાં ભંડાર ધનથી છલકાતા રહેતા હતા. અને દીકરાના ગયા પછી તે ભંડાર ખાલી થઈ ગયા. મેં કેવી ભયંકર ભૂલ કરી? એ મારે દીકરો કયાં હશે? રાજા ખૂબ તપાસ કરાવે છે ને પુત્રને પત્તે મળતાં ખૂબ માન સહિત