________________
શારદા સીગર
૧૭૧ આપીને પરભવનું ભાથું બાંધી રહ્યો છે. ધીમે ધીમે તે રાજકુમાર મોટો થયે. એટલે એના હાથમાં મોટી વસ્તુઓ આવવા માંડી તેથી તે વસ્ત્ર-દાગીના બધું દાનમાં આપી દેવા લાગ્યા. કારણ કે એને દાન આપ્યા વિના ગમે નહિ. જેમ બીડી કે ચાના વ્યસનીને તેના વિના ચાલે નહિ તેમ આ રાજકુમારને પણ દાન દેવાનું વ્યસન પડી ગયેલું, એટલે કઈને કંઈ દીધા વિના એને ચેન ના પડે. આ રાજકુમારને મિત્ર દાનાદિ ધર્મને ખૂબ દ્વેષી હતો. કુમાર દાન આપે તે તેને ન ગમે, કહેવત છે ને કે “દાતાર દાન દે ને ભંડારી પેટ કુટે.” તે કુમારને દાન નહિ આપવા માટે ખૂબ કહેતે પણ કુમાર એનું કંઈ સાંભળે તેવો ન હતો.
ઈર્ષ્યા શું નથી કરતી? - એ મિત્રે રાજાને ખૂબ ભરમાવ્યા ને કહયું કે આપના કુમારસાહેબ તે ખૂબ ધન ઉડાવે છે. જે આ રીતે ધન ઉડાવ્યા કરશે તે એક દિવસ ભંડાર ખાલી થઈ જશે. એટલે રાજાએ પુત્રને બોલાવીને શિખામણ આપી કે હે દીકરા! આવી રીતે દાનમાં ધન ઉડાવ્યા કરીશ તે કેવી રીતે ચાલશે? કારણ કે રાજ્ય ઉપર આપત્તિ આવે ત્યારે ધનની જરૂર પડે છે. માટે ધનને સંગ્રહ કરવો જોઈએ, વળી એક દિવસ તારે રાજા બનવાનું છે. તું રાજા થઈશ ત્યારે ભંડાર ખાલી હશે તે રાજ્ય કેવી રીતે ચલાવીશ? ત્યારે કુમાર કહે છે પિતાજી! દાન દેવાથી ભંડાર કદી ખાલી થતા નથી. વળી રાજ્ય ઉપર આપત્તિ આવશે ને પાપને ઉદય થશે તે સંગ્રહ કરેલી સંપત્તિ પણ ચાલી જશે. ત્યારે રાજા કહે છે મારે તારી એવી વાત સાંભળવી નથી. બસ, હવે તારે આજથી દાન દેવાનું નહિ. ખૂબ કડક શબ્દોમાં કહી દીધું. એટલે કુમાર કહે છે ભલે બાપુજી! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. પણ જેને જે વસ્તુનું વ્યસન હોય તેને તે વસ્તુ વિના કેમ ચાલે? તે પિતાના મજશેખ ને માટે પૈસા વાપરવામાં સમ ન હતું. પિતાને માટે ભેગું કરવાનો મેહ ન હતું. બસ કઈ દુખી માણસ દેખાય કે તેને આપવાની વાત. એને દાન દેવામાં અપાર આનંદ આવતું હતું. પણ હવે પિતાજીની આજ્ઞા નથી, છતાં સ્વભાવ તો એવો રહયે.
રાજકુમારની ઉદારતા - એક દિવસ રાજકુમાર બહાર ફરવા માટે ગયો ત્યારે તેને એક ગરીબ બ્રાહ્મણનું ટોળું ઘેરી વળ્યું. તેઓ ખૂબ દુખી હતા. તેઓ રાજકુમારને કહે છે અન્નદાતા ! તમે દિલના દિલાવર છે. અમે ખૂબ દુખી છીએ અમને કંઈક આપે એમ કહી રડવા લાગ્યા. કુમારનું દિલ તે દિલાવર અને દયાળુ હતું પણ ખિસ્સામાં કંઈ હતું નહિ. શું આપવું? ખિસ્સામાં પૈસા ન હતા. પણ આંગળીએ એક હીરાની વીંટી -પહેરેલી હતી. ખૂબ કિમતી હીરે હતે. એક લાખની કિમતની વીંટી રાજકુમારે ગરીબેને
'દાનમાં દઈ દીધી ને કહયું - આ વીંટી કોઈ સારા ઝવેરીને ત્યાં વેચીને તેના નાણાં ઉપજાવી '' તમે બધા વહેંચી લેજે, ગરીબ બ્રાહ્મણે તે રાજી રાજી થઈ ગયા.