________________
શારદા સાગર
વ્યાખ્યાન નં. ૨૧
૧૬૯
શ્રાવણ સુદ ૭ ને બુધવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે આગમવાણી પ્રકાશી. તેનું ચિંતન, મનન કરી આચરણમાં ઉતરે તે આપણા જેવું ખીજુ ભાગ્યશાળી કાણુ ? પણ તમે કાને ભાગ્યશાળી માના છે? જેને પૈસા, ગાડી, લાડી અને વાડી હાય તેને ને? પણ તે કાંઇ સાથે આવવાનુ નથી. સાચા ભાગ્યશાળી કાણુ ?
તા. ૧૩–૮–૦૫
હું કેવા ભાગ્યશાળી ભગવાનની ભૂમિને મેં આ ભવમાં નિહાળી. માતા થકી વિખૂટો બાળક ભમે અટૂલા, એવી રીતે આ ભવમાં પડચા હું ભૂલા, જુગ જુગથી ઝ ંખતા તેા એ ભૂમિને મેં આજ ભાળી...હું કેવા ભાગ્યશાળી... આ પવિત્ર ભારત ભૂમિમાં જન્મ થયા છે. જેમ કાઈ નાનુ ખાળક તેની માતાથી વિખૂટુ પડી ગયું હોય તે ચારે બાજુ માતાને શોધવા માટે રતુ હોય તે વખતે તેને રાજી કરવા ગમે તે આપે છતાં બાળક રાજી થતુ' નથી. પણ એની માતા આવે ત્યાં બાળક ઉછળીને એની માતાને વળગી પડે છે. માતા મળતાં ખાળક ખીજું બધું ભૂલી જાય છે. તેવી રીતે જ્ઞાની કહે છે કે હું આત્મન્ ! અનંતકાળથી તું ક્રુતિમાં ભૂલા પડી ભમી રહ્યો હતા. અને પૂર્વકૃત કર્મના ભેાગવટો કરતાં તારી આંખમાં આંસુની ધાર વહેતી હતી. તેમાં મહાન પુણ્યે આ મનુષ્ય ભવ મળ્યે. તેમાં સદ્ગુરૂએ જિનવાણી રૂપી માતાના ભેટો કરાવ્યા. હવે એ માતા મળ્યા પછી તેનાથી વિખૂટા પડવાનું મન કેમ થાય ? પવિત્ર ભારત ભૂમિ એ મહાન વીર પુરૂષોની જન્મભૂમિ છે. એ ભૂમિમાં આપણા જન્મ થયા છે. એ વીર પુરૂષ પ્રમળ પુરૂષાર્થ ખેડી મેાક્ષમાં ગયા તે। આપણે પણ એવા પુરૂષાથ ઉપાડીએ તેા જન્મારા સાર્થક થાય.
મગધ દેશના માલિક સમ્રાટ શ્રેણીક મંડિકુક્ષ ખગીચામાં આવ્યા. અનાથી નિગ્રંથના ભેટો થતાં તેમને અલૌકિક શીતળતાના અનુભવ થયા. તમને . ગરમી લાગે ત્યારે શરીરે ચટ્ઠનનું વિલેપન કરેા છે પણ એ શીતળતા કર્યાં સુધી ? ચંદનનું વિલેપન ના સૂકાઇ જાય ત્યાં સુધીને ? પણ જિનવાણીમાં એવી શીતળતા રહેલી છે કે તેનું પાન કરતાં અનંતકાળના આત્માના ઉકળાટ શમી જાય છે. ને આત્મા પૂર્ણતાના પગથારે પ્રયાણ કરે છે.
બંધુઆ આ મનુષ્યજન્મ એ એક એક દિવસ પંચગતિમાં જવું છે એ આ સસારના ગમે તેવા ચક્રવર્તીના સુખ મળે તે
પ્રયાણ છે. યાત્રા છે. આ યાત્રા કરતા કરતા આપણું ધ્યેય નિશ્ચિત અને અચલ છે. પણ એ સુખ સિદ્ધ ભગવંતના સુખ
આગળ અપૂર્ણ છે. આપણે તે પૂર્ણતા છે ત્યાં પહેાંચવાનું છે, પણ અજ્ઞાની જીવ કામ