________________
૧%
શારદા સાગર ભોગ રૂપી અપૂર્ણ સુખમાં મસ્ત બની પૂર્ણને ભૂલી ગયા છે. પૂર્ણને લક્ષમાં રાખી પ્રયાણ કરે તે પૂર્ણ બની શકાય.
આપણું મૂળ વાત શું છે? અનાથી નિર્ચથના મુખ ઉપર આત્માની દિવ્યતાને પ્રકાશ ઝળહળે છે. તે જોઈ શ્રેણીક રાજા અંજાઈ ગયા. ને ચરણમાં નમી પડ્યા. પછી પૂછયું કે હે મુનિરાજ! તમારું રૂપ શ્રેષ્ઠ છે. પાંચ ઈન્દ્રિયે પણ બરાબર નિરોગી છે. શરીરમાં કઈ રગ દેખાતું નથી. બધી વસ્તુઓની સાનુકૂળતા હોવા છતાં તમે આટલી નાની ઉંમરમાં સાધુ શા માટે બન્યા? શ્રેણીક રાજાને જાણવાની જિજ્ઞાસા થઈ છે કે હે સંયતિ! તમે આવી બેગ ભેગવવાની ઉંમરમાં સંયમ શા માટે ધારણ કર્યો છે? જે શ્રેણીકને પ્રશ્ન છે તે મુનિને જવાબ છે.
अणाहोमि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पगं सुहि वावि, कंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૯ મુનિ કહે છે હે રાજન! તું મને પૂછે કે તમે દીક્ષા શા માટે લીધી? તે સાંભળ.
હું અનાથ હતું. મારો કેઈ નાથ ન હતું. તેથી મેં દીક્ષા લીધી છે. રાજા શ્રેણીક કહે છે તમે શું બોલે છે? હું તમારી વાત માનું તેમ નથી. તમે ગમે તેમ કહો પણ તમારું લલાટ છાનું રહેતું નથી. આવી સુંદર મુખાકૃતિ અને તેજસ્વી લલાટ જોતાં મને નથી લાગતું કે તમે અનાથ છે. બંધુઓ! પુણ્યવાન મનુષ્ય કદાચ સાદા કપડા પહેરીને આવે તે પણ તેના લલાટ ઉપરનું તેજ છાનું રહેતું નથી. જે પુણ્યવાન જીવે છે તેમનું તેજ અલૌકિક હોય છે. કેઈ ધમીષ્ઠ સંસારી જીવ હોય તે તેનું મુખડું પણ છાનું નથી રહેતું. રૂએ લપેટેલી આગ છૂપી ન રહે, સૂર્ય વાદળમાં છૂપ ન રહે, રણે ચઢેલો રજપૂત છૂપ ન રહે તેમ ચારિત્રવાન ત્યાગી સંત છૂપા રહી શકતા નથી.
જેને જે વસ્તુ પ્રિય હોય છે તેમાં તેની રમણતા હોય છે. જેને તપ પ્રિય હશે તે કોઈને તપ કરતાં જેશે તે તેનું હૃદય નાચી ઉઠશે. જેને બ્રહ્મચર્ય પ્રિય હોય તેને કઈ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે તે તેને આનંદ થાય છે. કેઈને દાન આપવાનું પ્રિય હશે તે તેના અાગણે સંત પધારશે તે ગાંડા ઘેલા થઈ જશે. એને ઘેર બે ત્રણ દિવસ સંતના પગલા ન થાય તે એને ખાવું ન ભાવે. દરેકની રૂચી અલગ અલગ હોય છે.
એક રાજકુમારને દાન આપવું બહુ ગમતું હતું. એ નાનો હતો ત્યારથી જમવા બેસે તે વખતે એના ભાણામાંથી કઈ ગરીબ કે સાધુ સંતને કંઈક આપ્યા વિના એને ખાવાનું ભાવે નહિ. પૂર્વે અથાગ પુણ્ય કરીને આવે છે અને આ ભવમાં દાન