________________
૧૬૮
શારદા સાગર ત્રણ દિવસ પવન અંજનાના મહેલે રહયા. તે સમયમાં અંજના પિતાની જાતે રસોઈ કરી પવનજીને ખૂબ પ્રેમથી જમાડે છે. અને પતિની ખૂબ ભક્તિ કરે છે. તેને પ્રેમ અને ભકિત જોઈ પવનજી વિચાર કરે છે. અહો ! મેં પાપીએ આ સતી રત્નને પીછાણ્યું નહિ. મેં બાર વર્ષ સુધી તેના સામું જોયું નહિ. છતાં એને મારા ઉપર કેટલો પ્રેમ છે! પ્રેમ અને આનંદમાં ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર ન પડી, હવે પવનજીને અંજનાને છોડીને જવાનું મન નથી થતું, પણ ક્ષત્રિયને બચ્ચે હતો, અંજનાને કહે છે હવે મને જવાની આજ્ઞા આપ. અંજના પણ સાચી ક્ષત્રિયાણી હતી. અંજનાને પરણીને આવ્યા પછી પતિના મિલનને પહેલે આનંદ હતો, છતાં એણે વિચાર્યું કે મારે એમને રોકવા ન જોઈએ, તે કહે છે સ્વામીનાથઃ આપ પરાક્રમી છે, વીર છે, યુદ્ધમાં વિજય ડંકા વગાડી વહેલા પાછા પધારજો, એવા મારા અંતરના આશિર્વાદ છે. પણ આ દાસીની એક અરજી સાંભળો આપ આવ્યા છે તેની બા. બાપુજીને જાણ કરીને જાવ, કારણ કે મને એવો ભાસ થાય છે કે જાણે મને ગર્ભ રહે છે. તે આ વાતની બાપુજીને જાણ ન થાય અને આપને આવતા વહેલું મોડું થાય તે આ જગતમાં મારી શું દશા થાય ?
પવનજી કહે – અજના “તું ચિંતા ન કર, સખીઓની સાથે તું પ્રેમ પૂર્વક રહેજે. હું લંકાપતિનું કાર્ય પતાવીને વિના વિલંબે આવી જઈશ. પણ અંજના કહે છે, તમે બા-બાપુજીને એટલું કહીને જાવ કે મેં બાર વર્ષથી અંજનાને બેલાવી ન હતી યુધે ગયા પછી આવું દશ્ય જોતાં મારું હદય પલ્ટાયું ને હું પાછો આવ્યો છું. પવનજી કહે છે મને યુદધેથી પાછા આવીને મારા માતા પિતાની પાસે જતાં મને શરમ આવે છે, બાપુજી તે એમ જ કહે કે સવારે તે લાત મારી હતી ને અત્યારે એના માટે પાછો આવ્યો? દેવી! હું જલ્દી પાછો આવી જઈશ. અને મારા આવ્યા પછી તે એવા તુચ્છ અને શુદ્ર માણસોની તાકાત છે કે જે તારી સામે આંગળી પણ ચીંધી શકે! પવનજીએ અંજનાને ઘણું આશ્વાસન આપ્યું છતાં જોયું કે અંજનાના ચિત્તનું સમાધાન થયું નથી. એટલે તેણે પિતાની અંગુલિ પરથી પિતાના નામની અંકિત વીંટી કાઢી અંજનાને આપીને કહ્યું કે નથી કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તે મારા આ આગમનનું સૂચન કરતી મુદ્રિકા બા-બાપુજીને બતાવજે. તેથી તારા ઉપર કઈ જાતનું કલંક નહિ આવે એમ કહી વસંતમાલાને બોલાવીને કહ્યું તું અંજનાને ખૂબ સાચવજે એમ કહી ભંડારની ચાવી અંજનાને આપી હીરા-માણેક–મતી બધું આપીને વિમાનમાં બેસી પવનજી અને મિત્ર વિદાય થયા અંજનાના દિલમાં ભાવિના ભણકારા વાગે છે હવે શું બનશે તેના ભાવ અવસરે.