________________
૧૬૬
શારદા સાગર બધું સંભાળી શકીએ તેમ છીએ તમે નિરાંતે ધર્મધ્યાન કરે. ત્યારે બાપ કહેશે દીકરા ! મારા વિના કામ ન ચાલે. વધુ નહિ તે છેવટે બે કલાક પણ મારી દુકાનમાં હાજરી હોય તે ફેર પડે જેમ બળદને ગાડું ખેંચવાની આદત છે એટલે જ્યાં ઘૂસરી દેખે ત્યાં ડેક નમાવે છે તેમ કંઈક ને દીકરા નિવૃત્તિ આપવા તૈયાર હોય પણ એમને પેલા બળદની જેમ ઘુંસરું છેડવું ગમતું નથી.
કુશલચંદ શેઠ ધંધામાંથી નિવૃત થયા પણ પેલે ભાગીદાર ખૂબ ન્યાયસંપન્ન હતું તે સમજે છે કે આ શેઠને મારા ઉપર મહાન ઉપકાર છે. હું તે દેરી લોટે લઈને પહેરેલે કપડે આવ્યો હતે. એવી ગરીબાઈમાંથી આજે કરોડપતિની કેટીમાં મને લાવનાર હોય તો આ કુશલચંદ શેઠ છે. તે મારે એમના ઉપકારને બદલે વાળ જોઈએ. એ પ્રમાણે વિચાર કરી ભાગીદારે કુશલચંદ શેઠના દીકરાનું નામ પિતાની મેળે પૂછ્યા વિના ભાગીદાર તરીકે રાખ્યું આ વાત શેઠ કે એમને દીકરો કઈ જાણતું નથી. એક વર્ષ પૂરું થયું હિસાબ કરતાં દશ લાખને નફે થયો. એટલે પાંચ લાખ રૂપિયા શેઠના દીકરાના ભાગમાં આવે એ પાંચ લાખ રૂપિયા લઈને ભાગીદાર શેઠને ઘેર આવ્યા. ને શેઠના હાથમાં પાંચ લાખની રકમ આપે છે. શેઠ પૂછે છે ભાઈ! તું મને શેના પૈસા આપે છે? તે કહે તમે નિવૃત્તિ લીધી પણ આપના દીકરાને મારા ભાગીદાર તરીકે ગણી ચોપડામાં એનું નામ રાખ્યું છે. પણ કુશળચંદ કહે છે મને ખપે નહિ. તું લઈ જા. ત્યારે ભાગીદાર કહે આ રકમ તમારા ભાગની નથી. તમારા દીકરાના ભાગની છે. ત્યારે શેઠ કહે છે ભાઈ! તમે છોકરાના ભાગની કહો છો પણ મેં છોકરાને જુદે કર્યો નથી. છોકરો મારા ભેગે છે. એટલે એની ભાગીદારીની રકમ એ બધું મારું ગણાય. માટે મારે એ ધન ખપે નહિ. ત્યારે ભાગીદાર કહે તમારે જરૂર ન હોય તો એ પૈસા ધર્માદામાં વાપરી નાંખજે. પણ તમારે લેવા તે પડશે જ, જવાબમાં શેઠ કહે છે પહેલા એ રકમને મારી માનીને સ્વીકારું પછી વપરાય ને? જ્યાં મારે પ્રતિજ્ઞા છે ત્યાં સ્વીકારવાની વાત કયાં રહી? આ રીતે દીકરાના નામની કમાણી પણ મને ખપતી નથી. તમે લઈ જાઓ. અહીં શેઠને આટલો આગ્રહ કરે છે છતાં ધન લેતા નથી. તમે આવી પ્રતિજ્ઞા કરી હોય ને આવું બને તે શું કરો? તમે તે એમ જ કહોને કે આ દીકરાના નામનું છે. મારે એમાં શું નિસ્બત છે? લેવામાં શું વાંધે છે? કેમ સાચી વાત છે ને? અહીં શેઠે તે એક વાત કરી કે પાપ ખરાબ છે. તે પાપથી થતા લાભ પણ ખોટે છે.
કુશળચંદ શેઠે પાંચ લાખની રકમ જતી કરી દીધી. એક પાઈ પણ ન લીધી ત્યારે પેલા ભાગીદારે વિચાર કર્યો કે શેઠને જે આ રકમ ન ખપે તો મને કયાંથી ખપે? મારે આ પાંચ લાખ રૂપિયા સ્વધમીની સેવામાં વાપરી નાંખવા. આ ભાગીદાર શહેરમાં ખૂણે ખૂણે ફરી સ્વધમીની તપાસ કરે છે ને જેઓ ગરીબ છે, દુખી છે તેમને