________________
શારદા સાગર
૧૬૫
જુદી હોય છે, સમ્યષ્ટિ જીવને સંસારના ભૌતિક સુખમાં બિલકુલ સુખ દેખાતું નથી. કારણ કે એ સમજે છે કે આ વિનશ્વર સુખ મેળવીને શું આનંદ માનવાનો? આ સુખની પ્રાપ્તિ પાછળ અનેક પ્રકારની હિંસા થઈ છે તે સિવાય કેધ - લોભ- રાગ-દ્વેષ આદિ અનેક પાપ કરવા પડયા છે, વળી આ સુખ મોડા કે વહેલા છોડવાના છે. કદાચ મારા પુણ્યને ઉદય હશે તે હું જીવીશ ત્યાં સુધી આ સુખ ટકશે ને હું તેને છેડીને ચાલ્યા જઈશ અગર જે વચમાં પુણ્યની ટાંકી ખાલી થઈ જશે તે અધવચ ચાલ્યું જશે. આના કરતાં સ્વેચ્છાએ છેડવું શું ખોટું? આવી સમજણ અને વિવેકપૂર્વક જે લોભ-મેહ ઓછો થાય તે આત્માને મહાન લાભ થાય છે.
કુશલચંદ નામનો એક ખૂબ શ્રીમંત માટે નામાંક્તિ વહેપારી હતા. તેને એક દીકરો હતો, પચાસ વર્ષની શેઠની ઉંમર થઈ. તેમણે વહેપારમાં કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરી. હવે શેઠને વિચાર થયે કે આ વહેપાર કયાં સુધી કરે? કારણ કે વહેપારમાં અનેક પ્રકારે પાપનું સેવન કરવું પડે છે, મહાપુરૂષોએ કહયું છે કે આત્મકલ્યાણ માટે ચારિત્ર શ્રેષ્ઠ છે. પણ જે જીવનભર માટે ચારિત્ર ન લઈ શકો તે વ્રતમાં આવે, પરિગ્રહની મર્યાદા કરે. શેઠના મનમાં થયું કે દીકરો મોટે થવા આવ્યું છે. આયુષ્ય પાણીના પૂરની જેમ જાય છે. જ્યારે જીવન દીપક બૂઝાઈ જશે તેની ખબર નથી. તે હવે આ ધંધાને વળગી રહીશ તે બીજા નવા કેટલા પાપ બંધાશે ને એ પાપનું પરિણામ દુઃખ છે. આ પૈસા, પ્રતિષ્ઠા, પત્ની, પુત્ર બધું અહીં રહી જવાનું છે. પાપ ભેગવવા જીવને દુર્ગતિમાં જવું પડશે. આવા અનેક વિચારને અંતે કુશળચંદને થયું કે હવે મારે ધંધે કર નથી. એટલે ભાગીદારને કહ્યું કે આ દિવાળી પછી મારે ધધ કરે નથી માટે ચેપડા ચોખ્ખા કરી બધો હિસાબ કરી લઈએ.
ભાગીદાર કહે જુએ શેઠ, હું તમને છૂટા થવા નહિ દઉં. શેઠ કહે હવે મારે ધધ કર નથી. ઘણી લક્ષ્મી મેળવી છે. મારે દીકરે ને એને દીકરો બેઠા બેઠા ખાય તે પણ ખૂટે તેમ નથી. ત્યારે ભાગીદાર કહે છે તમારે દુકાને આવવાનું નહિ. કંઈ કામકાજ પણ કરવાનું નહિ. આ બધું હું સંભાળી લઈશ. તમે નિરાંતે ધર્મધ્યાન કરો પણ તમારી ભાગીદારી ચાલુ રહેશે. શેઠ કહે છે હું ભલે દુકાને ન આવું પણ મારા નામે ધંધો ચાલે એટલે હું એ પાપને ભાગીદાર તે ખરો? એટલે મારે એ રીતે પણ ભાગીદાર તરીકે રહેવું નથી. શેઠની ધર્મશ્રદ્ધા ખૂબ અટલ હતી. એટલે ભાગીદારે ગમે તેટલું કહ્યું પણ પોતે ભાગીદારી છોડી ધંધામાંથી નિવૃત થઈ ગયા.
- બંધુઓ! તમને આ શેઠ જેવી ભાવના થાય છે ને? અહીં તે ભાગીદાર શેઠને બંધ કરવા આગ્રહ કરે છે પણ શેઠ ના પાડે છે. કંઇક એવા પુણ્યવાન જીવે છે કે એમને દીકરાઓ સામેથી કહે છે બાપુજી! તમે અમારા માટે ઘણું કર્યું છે. હવે અમે