________________
શારદા સાગર
૧૫૫
ખૂબ આનંદ છે, હવે પવન અંજનાને મુકીને યુદ્ધમાં જશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૯ શ્રાવણ સુદ ૫ ને સોમવાર
તા. ૧૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન!
આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને સર્વજ્ઞ અને સર્વદશી મહાન પુરૂષોના મુખમાંથી ઝરેલી પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયે છે. દીર્ઘ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપ એ મહાત્માઓએ જે પરમતત્વને સાક્ષાત્કાર કર્યો તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના જેની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. મહાન પુરૂષના અનુભવના સાર સ્વરૂપે શાસ્ત્ર આપણને માર્ગદર્શક બન્યા છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી રહ્યા છે ને ચેતવણી આપે છે કે હે ભવ્ય છે! તમારે સાવધાનીપૂર્વક આ માર્ગે જવું જોઈએ. ભગવાને બતાવેલા માર્ગે નહિ ચાલે તે જીવનું કલ્યાણ થવું અસંભવિત છે. આ શાસ્ત્ર આપણને આત્મ કલ્યાણના માર્ગમાં સાવધાન રહેવાની ચેતવણી આપે છે. શાસ્ત્રકાર ભગવંતે એ આપણું ઉપર કેટલે અસીમ ઉપકાર કર્યો છે કે આપણું જીવન અંધકારભર્યો માર્ગ આપણે સહેલાઈથી પસાર કરી શકીએ. તેટલા માટે શાસ્ત્ર સિદ્ધાંત રૂપી દીપક તેમણે આપણું માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના સહારે આપણે આપણું નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ. જ્ઞાનીઓએ બતાવેલા માર્ગે ચાલવાથી આપણને કેઈ જાતની મુશ્કેલી નડતી નથી.
ભગવાનની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથને અધિકાર છે. એ નિગ્રંથ મુનિ જ્ઞાન અને ધ્યાનના મહાસાગરમાં ડૂબકી લગાવી રહ્યા હતા, કે માણસ દરિયામાંથી મતી મેળવવા માટે દરિયાકિનારે જાય ને બેલે કે મારે મોતી જોઈએ છે એમ બેલતે દરિયા કિનારા ઉપર આંટા માર્યા કરે તે કંઈ રને મળે? મહાસાગરના મોતી જોઈતા હોય તે મહાસાગરમાં મરજીવા થઈને ડૂબકી મારવી પડે ને ગહરા પાણીમાં ઉતરવું પડે છે ત્યારે મહાસાગરના મોતી મળે છે. પણ કિનારા ઉપર આંટા મારવાથી મળતા નથી. તેમ આપણે પણ આ મનુષ્યભવ પામીને જ્ઞાન-દર્શન ચારિત્ર-અને--તપની આરાધના કરી મેક્ષ રૂપી મતી મેળવવું છે. તે ઘેર બેઠા આરામ કરવાથી નહિ મળે. તેને માટે મહાન પુરૂષએ કેવી અઘોર સાધના કરી. એ મહાન પુરૂષને માથે કર્મની ઝડીઓ પડી, ઉપસર્ગોના પહાડ તૂટી પડયા છતાં કેવી ગજબની સમતા ! તેઓ સમજતા હતા કે જે વાવ્યું તે ઉગવાનું છે. હે જીવ! પૂર્વે તેં જે કર્મોની વાવણી