________________
૧૫૪
શારદા સાગર શકશે અને કદાચ હું ભૂલીશ તે મને પણ ઠેકાણે લાવશે. આ ભારતની ભૂમિ ઉપર ચેર પણ આવા પવિત્ર, દયાળુ અને માનવતાનું મીઠું સંગીત વગાડનારા હતા. પ્રમાણિકતા અને ધર્મ હવે તે મહાન સુખી થય ને રાજા ભોજ ઉપર પ્રતિભા પાડી શકશે. તે તમે તે શાહુકાર છે. માટે એવું જીવન જીવે કે તમારું જીવન બીજા જીને પ્રેરણાદાયી બને.
અનાથી મુનિના ચારિત્રને પ્રભાવ રાજા શ્રેણુક ઉપર પડયે.- રાજા હાથ જોડી નમસ્કાર કરીને મુનિ પાસે ઊભા છે. ત્યાં મુનિએ થાન પામ્યું ને આંખડી ખેલી. ત્યારે મહારાજા હાથ જોડીને વિનયપૂર્વક કહે છે ગુરૂદેવ! આપને શાતા છે? જે આ૫ આજ્ઞા આપે તે હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. મુનિ પૂછવાની આજ્ઞા આપે છે કે તમારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. હવે શ્રેણીક રાજા મુનિને શું પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – સતી અંજના ખૂબ વિલાપ કરી રહી છે તે વિલાપ સાંભળી બહાર ઊભેલા પવન તથા તેમના મિત્રનું હૃદય પણ રડી ઊઠયું, મિત્રે તરત બારણું ખખડાવ્યા. એ ખખડાટ સાંભળીને વસંતમાલા એકદમ બોલી ઊઠી. કેણ છે એ દુષ્ટ? જે હોય તે જલદી ચાલ્યો જા. આ સતી સ્ત્રીના મહેલમાં જે ઊભો રહીશ તે મારી અંજનાના શીયળના તેજથી ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જઈશ. અમારા પવનજી તો યુધે ગયા છે. એ તકનો લાભ લઈને કે લંપટ પુરૂષ આબે લાગે છે. પણ તેને ખબર નહિ હોય કે હું તેની પાસે જાઉં છું, અંજના સતી સાચી ક્ષત્રિયાણ છે. અહીં તારે દાવ બેસે તેમ નથી. મિત્ર વિચાર કરે છે કે અંજનાની દાસીમાં પણ કેટલું ખમીર છે ! તે અંજના તે કેવી પરાક્રમી હશે! પવનજીનો મિત્ર કહે છે બહેન! હું કે લંપટ પુરૂષ નથી. પણ પવનજીનો મિત્ર છુ. પવનજી પણ મારી સાથે છે. હું તેમના શુભાગમનને મંગલ સંદેશ તમને આપવા આવ્યો છું. વસંતમાલા કહે છે મારા પવનજી સાચા ક્ષત્રિય છે. સિંહ છે. ક્ષત્રિયને બચ્ચે કદી યુધે ચઢેલે પાછો ફરે નહિ. તું અમારી મશ્કરી કરે છે. મિત્ર કહે છે મશ્કરી નથી. સત્ય છે. વસંતમાલા કહે છે બહેન ! તમે આવે ને ખાત્રી કરો કે પવનજી છે કે બીજા કઈ? અંજનાએ તીરાડમાંથી જોયું તો પવનકુમારને જોયા. તરત દ્વાર ખોલ્યું ને પવનજીએ અંદર પ્રવેશ કર્યો. અને એ અંજના સતીની સામે ઊભા રહી ગદ્ગદ્ સ્વરે બોલ્યા હે દેવી! તું નિર્દોષ છે. નિષ્કલંક છે. મેં અભિમાનીએ તારા ઉપર આરોપ મૂકી તારો ત્યાગ કર્યો. હું અધમ છું. પાપી છું, તું મને ક્ષમા કર. ત્યારે અંજના ઊભી થઈને કહે છે સ્વામીનાથ ! આ શું કરે છે? આપ મારા શિરછત્ર છે. હું તો આપના ચરણની રજ છું. હું તે આપની દાસી છું. દાસી પાસે આપને ક્ષમા યાચવાની ન હોય. આ પ્રમાણે અંજના અને પવનજીનું મધુરું મિલન થયું. બંનેને