________________
શારદા સાગર
૧૫૭
કરતા એક મહિનામાં કેટલી સંપત્તિ વધી જાય છે? તે રીતે આપણે આપણા અમૂલ્ય માનવજીવનરૂપી સંપત્તિમાંથી આત્મસાધના માટે એક મિનિટથી લઈને હમેશાં તેનો સમય બમણે આત્મશુદ્ધિ માટે કરતા જઈએ તો સંવત્સરી મહાન પર્વ આવે ત્યાં સુધીમાં કેટલી આત્મશુદ્ધિ કરી શકીએ. આ મહિનાના ધરને પવિત્ર દિવસ આત્માને શુદ્ધ બનાવવાની સૂચના આપે છે.
બંધુઓ! આત્માને શુદ્ધ બનાવવા માટે પાપને ત્યાગ કરવાની જરૂર છે. જેટલું પાપ ઓછું કરશે તેટલું કર્મનું બંધન ઓછું થશે, આજે ઘણાં માણસો ઉપરથી ધર્મીષ્ઠ દેખાતા હોય પણ અંતરમાં ધર્મની સ્થાપના હોતી નથી. ફક્ત ધર્મને દંભ હોય છે. એક ભકતે કહયું છે કે – . હું ઢગ કરું છું ધામીને પણ ધર્મ વસ્યો ના હૈયામાં,
બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સવું સુખની શય્યામાં, અરે. એરે.... (૨) ડગલે ડગલે હું દંભ કરું મને દુનિયા માને ધર્માત્મા
પણ શું ભર્યું મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા...અરે ઓરે... ઉપરથી ધમીષ્ઠ દેખાઈ દંભ કરતા હો તો તેનાથી કલ્યાણ થવાનું નથી, જેવા કર્મો કરશે તેવા ભેગવવા પડશે. ” “સM T વિત્તા યા” કર્મને કર્તા અને ભોકતા આત્મા પિતે છે. કર્મ કરતી વખતે જીવને ખ્યાલ નથી આવતું કે હું શું કરું છું ! પણ કર્મના ફળ ભગવતી વખતે આંખમાં ચોધાર આંસુ વહેશે તે પણ લૂછનાર નહિ મળે. જેવું કરશો તેવું પામશે. એક બનેલી કહાણું છે.
એક ગામડામાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બે માણસે રહેતા હતા. પાપકર્મના ઉદયથી તેઓ ખૂબ ગરીબ હતા. જયારે માણસના પુણ્ય ચઢીયાતા હોય છે ત્યારે ખેદે જમીન અને નીકળે હીરા, અને પાપને ઉદય હોય ત્યારે તેણે હિરા દાટયા હોય તે નીકળે કેલસા. તે રીતે આ બ્રાહણે ગરીબ હતે. તે પોતાનું ભાગ્ય અજમાવવા બહારગામ ગયે, ત્યાં કોઈ સારા સજજન શેઠ મળી ગયા. તેને પોતાની દુકાનમાં નેકરી રાખે, બ્રાહ્મણ ખૂબ તન દઈને કામ કરે છે, એટલે શેઠ પણ તેને સારી રીતે રાખે છે, બે વર્ષમાં તેની પાસે ચાર હજાર થયા ને શેઠે એક હજાર આપ્યા, પછી બ્રાહ્મણ રાજીખુશીથી રજા મેળવી સેના મહેર વાંસળીમાં ભરીને જાય છે. રસ્તામાં એક ગામ આવતાં વિસામો લે છે અને ત્યાં તે ગામને શ્રેષ્ઠી બ્રાહ્મણને તેના ઘેર લઈ જાય છે, આ શેઠાણી ખૂબ ધમીષ્ઠ હતા. શેઠની અનીતિ જોઈને તેમને ખૂબ દુખ થતું. તે શેઠને ઘણી વાર કહેતા કે આપણે તે બે માણસ છીએ, સંતાન છે નહિ તે પાપ કરીને ધન એકઠું કરીને શું કરવું છે. ધર્મનું પરિણામ સુખ છે ને પાપનું પરિણામ દુઃખ છે. તમને આવું ભાન કયારે થશે?