________________
શરદો સાગર
૧૬૧ આવ્યું છે ને ખાલી હાથે જવાનો છે. સાથે તે શુભાશુભ કર્મો આવશે માટે મેહ મમતાને ત્યાગ કરે. આત્માની આરાધના કરવા મા ખમણ તપની આરાધના કરવાને પવિત્ર દિવસ છે. જેને ભાવ થતા હોય તે આજથી કરવાની શરૂઆત કરી દેજે કાલની રાહ જોશે નહિ. આયુષ્યને ભરોસો નથી. જે અવસર જાય છે તે ફરીને પાછો મળતો નથી. માટે ધર્મના પવિત્ર દિવસમાં આત્મા સાથે લાગેલા કર્મોના કચરા સાફ કરી આત્માને ઉજજવળ બનાવવાની અમૂલ્ય તક છે. આ તક ચૂકી જશે તે પછી પસ્તાવે થશે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૨૦ શ્રાવણ સુદ ૬ ને મંગળવાર
તા. ૧૨-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
ત્રિલકીનાથ વિતરાગ સર્વજ્ઞ ભગવંતે કેવળ જ્ઞાન દ્વારા સકલ ચરાચર વિશ્વને પ્રત્યક્ષ હસ્તરેખાની જેમ જોયું અને પછી જગતના જીવેને ઉપદેશ આપે કે હે આત્માઓ! અનાદિકાળથી ચાલતા સંસાર સાગરના પ્રવાહને અટકાવવું હોય કે સંસારને તરે હોય તે પ્રમાદને છોડીને વીતરાગ કથિત માર્ગને અનુસરે. વીતરાગ માર્ગને આશ્રય લે. મિથ્યાભાવની નાની નાની નાવડીઓ તે છેડા ભાડામાં લાંબી મુસાફરીની વાત કરે છે. અને ઉતારુને બેસાડી પણ દે છે. પણ સુકાની આંધળો છે, અને માર્ગને અજાર્યો છે. જેથી એ નાવડીએ વિશ્વાસ રાખવા જેવી ગણાતી નથી.
પ્રભુએ સંસાર સાગર તરવાની બે મોટી ટીમો બનાવી છે. એક અણગાર ધર્મ અને બીજે આગાર ધર્મ. અણગાર ધર્મ એટલે પરિપૂર્ણ સંયમી જીવન, અને આગાર ધર્મ એટલે દેશથી-અંશથી સંયમી જીવન. આ બે સિવાય ત્રીજો રસ્તો સંસારસાગર તરવાનો નથી, સંયમ માર્ગ ફન્ટીયર મેલ છે. ઘણી ઝડ૫થી ઓછા સ્ટેશન કરતી ટ્રેઇન ધારેલા સ્થળે પહોંચી જાય છે. જ્યારે લેકલ તે અનેક સ્ટેશનો કરે છે. અને ધીમે ધીમે ધારેલા સ્થળે પહોંચાડે છે. જેણે ઝડપી સીધા દયેય સ્થળે પહોંચવું છે તેણે તે સંયમ માર્ગ સ્વીકાર કરે છૂટકે છે, સંપૂર્ણ સંયમ, દેશ સંયમ અને સમ્યકત્વ આમ ત્રણે પ્રકારની કેડીઓ મેક્ષ માર્ગ માટે પ્રસિદ્ધ છે. તે સર્વજ્ઞ ભગવંતે એ બતાવેલી છે. સૌથી પ્રથમ સંયમી જીવન.
જ્યાં સંપૂર્ણ વિરકિત છે. વહેપારી ઝવેરી હોય તે પહેલા કિંમતી માલ વેચવાની કામના રાખે છે. કિંમતી માલ વજનમાં હલકે હોય અને કિંમતમાં વધુ જેથી કમાણી પણ અસામાન્ય થઈ જાય છે. સંસારને અસાર માની સંસારના સર્વ સુખને ક્ષણિક દુખ જનક માનીને આસકિત ભાવને ભડકે બળતી આગ સમજીને બહુ અ૫ વ્યકિત