________________
શારદા સાગર
૧૪૩ કહે છે પાપ કરીને પાપને છુપાવવું એ મહાપાપ છે. માટે તમે પાછો આપી આવે. પાછો આપવા જતાં શરમ આવે તો ગીરે મૂકી આવે. પત્નીના પ્રેમ ભરેલા વચને સાંભળી યુવાન જિનદત્ત શેઠની દુકાને જાય છે. શેઠ ને પગે લાગી હાર તેમના ચરણમાં મૂકે છે. હાર જોતાં શેઠ ઓળખી ગયા કે આ મારો હાર છે. પણ ગંભીરતા ધારણ કરી મૌન રહયા. પણ મુનિમ કહે છે શેઠ! આ હાર તે આપનો છે. શેઠ કહે મુનીમજી! શું આપણી પાસે જ આ હાર છે. ને બીજા પાસે નથી? માટે કઈ દિવસ આવું આક્ષેપર્વાણું વચન બોલશે નહિ. શેઠના પ્રેમભર્યા વચને સાંભળી યુવાન થંભી ગયો. શું આ શેઠની ગંભીરતા છે! બોલે તો ખરા મારા બંધુઓ ! કદાચ આ જગ્યાએ તમે હેત તે શું કરત, તમે તે એને ચાર તમાચા ચઢાવી દેત અને ઉપરથી પોલિસને બોલાવીને હાથકડી કરાવતા ને એને ચેર તરીકે જાહેર કરત. કેમ બરાબરને? (હસાહસ).
અહીં તે શેઠ પેલા યુવાનને કહે છે દીકર! તારી એવી સ્થિતિ આવી ગઈ છે કે આ કિમતી હાર લઈને અહીં આવવું પડયું? બોલ, તારે આ હારનું શું કરવું છે? યુવાને પોતાની દર્દભરી કહાણી કહીને શેઠને કહ્યું–આ હાર આપને ત્યાં ગીર મૂકવા આવ્યો છું. શેઠ કહે છે દીકરા! તું ગભરાઈશ નહિ, તું ખુશીથી તારે હાર પાછો લઈ જા. હું તને આ દશ હજાર રૂપિયા આપું છું તેમાંથી બંધ કર. યુવાન કહે છે નહિ બાપુજી! આ હાર તમે રાખે. પણ શેઠ કહે છે મારી પાસે અબજો રૂપિયા છે, મારે હારની જરૂર નથી. શેઠની અમીભરી આંખડી જઈ યુવાન તે આશ્ચર્યમાં પડી ગયે, હાર શેઠે રાખે નહિ. ન છૂટકે દશ હજાર રૂપિયા ને હાર યુવાનને લઈ જવા પડ્યા. પણ દિલમાં ખટકારે છે કે અહો ! હું આ ઘર પાપ કરીને ક્યાં જઈશ? કયાં એ શેઠની પવિત્રતા ને ક્યાં મારી અધમતા! વિચારને ચકડોળે ચઢેલો યુવાન શ્રેય અને પ્રેયતત્તવના કિંઠમાં અથડાઈ રહ્યો છે. તેના જીવનમાં રગેરગે શ્રેય તરફનું લક્ષ હતું કે હું કેમ પાપથી છૂટું!
શેઠના દશ હજાર રૂપિયામાંથી તેણે વહેપાર શરૂ કર્યો. તેને પુણ્યદય જાગતાં તેને ઘેર લક્ષમી નદીના પૂરની જેમ આવવા લાગી. જેની ભાવના પવિત્ર છે તેનું કાર્ય સિદ્ધ થાય છે. સુશીલા તથા તેને પતિ બંને જણા શેઠની પાસે જાય છે. અને શેઠના ચરણમાં હાર અને દશ હજાર રૂપિયા મૂકી રડી પડે છે બાપુ! અમે ઘોર પાપ કર્યું છે. આપની ઉદારતાને ધન્ય છે, આહાર મારે નથી પણ મેં ચોરી કરી છે. આપ આપની વસ્તુ સંભાળી લે, આ વચન સાંભળી બધા મુનિ સ્તબ્ધ થઈ ગયા. શેઠ કહે છે બેટા ! તારો દોષ નથી, દોષ મારો છે. મારી પાસે અબજોની સંપત્તિ હોવા છતાં મેં તારી સંભાળ લીધી નહિ ત્યારે તારે આ કામ કરવું પડયું ? મારી ફરજ છે કે મારે સ્વધર્મી ભાઈ કેવી સ્થિતિમાં છે તેની મારે ખબર લેવી જોઈએ. તમારી પાસે કરડેની સંપત્તિ છે. તમને કદી વિચાર આવે છે કે મારા સ્વધમી બંધુઓની કઈ સ્થિતિ છે?