________________
૧૪૮
શારદા સાગર
आहार निद्रा भय मैथुनं च, सामान्यमेतत् पशुभिः नराणां ।
धर्मोहि तेषांमधिको विशेषो, धर्मेण हीना पशुभिः समाना ॥
આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચારેય સંજ્ઞાઓ તિર્યંચને પણ હોય છે ને મનુષ્યને પણ હોય છે. છતાં ધર્મ કરવાની શક્તિ મનુષ્યમાં છે. તેમજ સારાસારનો વિવેક કરવાની શક્તિ પણ મનુષ્યમાં છે. ધર્મ કરવાની અનુકુળતા મનુષ્યભવમાં છે. તેવી બીજા કોઈ ભવમાં નથી. તિર્યંચગતિમાં તે પરાધીનતા, દુઃખ અને અજ્ઞાનતા હોય છે. તેના કારણે સારાસારનો વિવેક તિર્યંચમાં હેત નથી. એટલે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. નરકગતિમાં અત્યંત દુઃખ અને દશ પ્રકારની વેદના ભોગવવામાં જીવ એટલે બધે વિહવળ બની જાય છે કે ત્યાં એને ધર્મ કરવાની સમજ પડતી નથી. નરક એટલે દુષ્કર્મોની સજા ભોગવવાની જેલ. એવા દુઃખમાં ધર્મ યાદ ક્યાંથી આવે? દેવગતિમાં વૈભવ વિલાસના ચમકારા છે. પણું વ્રત પચ્ચખાણને પ્રકાશ નથી. માટે ધર્મ કમાણી કરવાનું અનુપમ મથક હોય તે તે મનુષ્યભવ છે.
જેના જીવનમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મની સરિતા વહે છે તેના ચરણમાં દેવે નમસ્કાર કરે છે અને એ સમકિતી દે વિચાર કરે છે કે આપણે આવો મનુષ્ય જન્મ પામીને કયારે આવી આરાધના કરીશું ? ત્યારે તમને તે સહેજે મનુષ્ય જન્મ મળે છે છતાં તેની કિંમત કેટલી કે છો! તમે સુખ મેળવવા મહેનત કરે છો તે અહીંથી મળે છે. દેવલોકમાં ને મેક્ષમાં અહીંથી જવાય. બધું અહીંથી મળે છે. એટલે માનવભવ વિના ઉદ્ધાર નથી. સર્વાર્થ સિદ્ધ વિમાન અને સિદ્ધશીલાને બહુ અંતર નથી. એ તે સિદ્ધના પાડેશી કહેવાય છતાં ત્યાં જવા માટે તે મનુષ્ય ભવમાં આવવું પડે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે એકાવતારી હોય છે. ત્યાંથી આવીને માનવભવમાં આવીને મેક્ષમાં જાય છે. આટલા માટે ભગવત કહે છે કે હે જીવ! મનુષ્યભવ વિના તારી મુક્તિ થવાની નથી.
અનંત કાળથી ભગવતાં દુકાનો અંત તેમજ ભવ પરંપરાને અંત આ મનુષ્ય ભવ દ્વારા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં ઠેરઠેર ભગવતે મનુષ્ય જન્મને મહિમા ગાયે છે. આવી ટૂંકી જિંદગીમાં જે સાધના મનુષ્ય સાધી શકે છે તે બીજે કયાંય સાધી શકાતી નથી. આટલા માટે સંતે તમને ટકેર કરે છે કે મારા વીરો ! હવે તે જાગે ને ધર્મ કરો. આ જિંદગીને મહેલ માનીને બેસી રહ્યા છે. સંસારના સુખમાં રાત દિવસ રચ્યાપચ્યા રહે છે ને પછી નિરાંતે ધર્મધ્યાન કરીશું એમ કહે છે પણ જ્યાં એક પળને વિશ્વાસ કરવા જેવું નથી ત્યાં ઘડચણમાં કરીશું, તેને શું ભરેસે ? જન્મ્યા ત્યારથી કાળરાજા તે આપણા ઉપર મીટ માંડીને બેઠાં છે. જ્યાં આયુષ્ય પૂર્ણ થયું ત્યાં લઈ જશે ત્યાં એમ કહેશે કે આજે નહિ કાલે લઈ જજો. તે તે સાંભળશે? ધીમે ધીમે આયુષ્યને