________________
૧૫૧
શારદા સાગર ફરતા હતા. કેઈને ઘેર ઝીણે દીવો બળતું હોય ને કંઈ વાર્તાલાપ જેવું સંભળાય તે સાંભળવા છૂપી રીતે ઊભા રહેતા. બરાબર મધ્ય રાત્રીના સમયે એક માણસને રસ્તા ઉપર ફરતે જે. ગલીચીમાં લપાતે છુપાતે આગળ વધી રહ્યો છે. આ જોઈ રાજાના મનમાં થયું કે આ ચાર જેવો માણસ લાગે છે. પણ એ જ્યાં સુધી ચેરી કરે નહિ ત્યાં સુધી મારાથી એને પકડાય નહિ. હવે એનો પીછો પકડીને જોઉં કે એ શું કરે છે ને કયાં જાય છે? આગળ ચેર છે ને પાછળ ભેજરાજા ચાલ્યા જાય છે. - થોડે દૂર એક ગલીમાં જઈ ચાર ઝુંપડા જેવા નાના મકાનની ભીંત પાસે જઈને બાકોરું પાડવા લાગ્યા, રાજા ભોજ એક ખૂણામાં સંતાઈને ચોર ન દેખે તે રીતે ઉભા રહયા. બાકેરું પાડીને ચોર અંદર ગયો. જે મકાનમાં ચેરે ખાતર પાડયું છે તે સાવ ગરીબ બ્રાહ્મણનું ઘર હતું, રાજા ભોજ કેઈને ખબર ન પડે તેવી રીતે મકાનની આડી ભીંતે ઊભા રહયા, તે અથથી ઇતિ સુધીનું નાટક જોવા માંગતા હતા. ચોર મકાનમાં જઈને ચારે બાજુ ફાફાં મારવા લાગે, ઘરમાં ખૂબ અંધારું હતું. કંઈ ચીજ મળતી નથી ગરીબના ઘરમાં શું હોય? કોઈ ચીજ મળી નહિ એટલે નિરાશ થઈને પાછો ફરવા જાય છે ત્યાં નીચે સૂતેલા બાળક સાથે તેને પગ અથડાય એટલે નાનું બાળક રડવા લાગ્યું ચોરને થયું હવે મરી ગયે, હમણાં આ જાગી જશે ને હું પકડાઈ જઈશ. એટલે ડરને માર્યો ચાર એક ખૂણામાં જઈને સંતાઈ ગયે.
બાળકના રડવાને અવાજ સાંભળી બ્રાહ્મણી જાગી ગઈ ને એના પતિને કહેવા લાગી કે ખૂબ ઠંડી છે. પવન ખૂબ નીકળે છે. એટલે બાબો ઠરી જાય છે ને ધ્રુજે છે. જે તમારી પથારીમાંથી થોડું ઘાસ કાઢી આપે તે એને ઓઢાડી દઉં. બ્રાહ્મણે પિતાની પથારીમાંથી થોડું ઘાસ કાઢી ને આપ્યું. તે બાળકને ઓઢાડી ને પોતે ભોંય પર સૂઈ ગઈ. આ દશ્ય જોઈને ચેરી કરવા આવેલા ચેરનું હૃદય કંપી ગયું. અહો ! આવી કડકડતી ઠંડીમાં પણ જેને પાથરવા ફાટી તૂટી દડી તે નથી પણ પૂરું ઘાસ પણ નથી, આ ગરીબના ઘરમાં ચોરી કેમ કરાય? કેવી કરૂણ કંગાળ દશા.!
ચોરની ઉદારતા - એકના ઘરે સેનાનો પારણે બાળક ખૂલે છે ને રૂપાના રત્ન જડિત રમકડે રમે છે, ત્યારે એકને ઘેર નથી પારણું કે ઘડિયું ! નથી સુંવાળી કે ખરબચડી જમીન પર પાથરવા ઘાસની પથારી! આવા ગરીબના ઘરની એક ઈટ ચોરવી તે મહાપાપ છે. હું મારા પેટ ખાતર ચેરી કરવા નીકળ્યો છું પણ માનવતા છોડીને ચેરી કરવી નથી એની પાસે પાથરવા પથારી નથી કે ઓઢવા માટે થીંગડાવાળું વસ્ત્ર નથી. એના કરતાં હું ઘણે સુખી છું તે મારે લેવાને બદલે કંઈક આપીને જવું જોઈએ.
ચારે પિતાના માથે જે ફાળીયુ બાંધ્યું હતું તે છોડીને અડધું ફાડીને બાળક ઉપર નાંખીને ચેર ત્યાંથી નીકળી ગયે. બંધુઓ ! ચેરી કરવા ગયેલ ચેર બ્રાહ્મણના