________________
૧૫૦
શારદા સાગર
સમાગમ થતા નથી ત્યાંસુધી અજ્ઞાનના પડળ ખસતા નથી. માનવજીવન એ ચારિત્રના ઘડતરની શાળા છે. પણુ જીવન જીવવાની કળાની ચાવી સદ્ગુરૂ પાસે છે. જ્યાંસુધી એ કળ ખુલશે નહિ ત્યાંસુધી અજ્ઞાનતા જશે નહિ. અને સાચા માર્ગ, સાચા ધર્માં સમજાશે નહિ. સાચા માર્ગ સમજવા સદ્ગુરૂના સમાગમની જરૂર છે. સદ્ગુરૂના સમાગમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર દીપક છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જનાર સંજીવની છે. કથીરમાંથી કંચન અને પથ્થરમાંથી પારસ બનાવનાર છે. એટલા માટે લેકે સદ્દગુરૂના ચરણમાં ઝૂકતા આવે છે. તમને અમૂલ્ય ધર્મ રત્ન મળ્યુ છે એટલું નહિ પણ સાથે સાથે તે રત્નને ઓળખાવનારા ઝવેરી સદ્ગુરૂએ પણ મળ્યા છે.
શ્રેણીક રાજાને ધર્મ રત્નની પીછાણુ કરાવનાર સાચા સદ્ગુરૂ રૂપી ઝવેરી મળી ગયા, અત્યાર સુધી તેમનામાં ધર્મતત્ત્વના પ્રકાશન હતા પણ હવે તેમના જીવનમાં કેવું અદ્ભૂત પરિવર્તન થઈ જશે ! એક જીવો ધર્મ પામે છે તે તેની પાછળ ખીજા કેટલાય જીવા પામે છે. જો અનાથી નિગ્રંથ એ પવિત્ર સંત ન હેાત તે તેની આટલી અસર શજા ઉપર થાત નહિ. મુનિના તપ-ત્યાગ અને ચારિત્રના એજસની અસર થઈ ને શ્રેણીક રાજાએ બે હાથ જોડી પ્રદક્ષિણા કરીને વિનયપૂર્ણાંક વંદન કર્યાં, આ તે સંત હતા પણ ઘણી વખત એવું જોવા મળે છે કે સંસારી જીવામાં પણ કેટલા ગુણા ભર્યા હાય છે. એના સદ્ગુણા જોઈને પાપકર્મ કરનારા જીવા પણ સુધરી જાય છે. દુનિયાની દ્રષ્ટિએ ચાર દેખાતા હાય ને ઘણી વખત સાચા ચાર પણ હાય છે છતાં ચારનું દિલ પણ કેવું ઉદાર હાય છે તે એક દ્રષ્ટાંત દ્વરા સમજાવુ.
રાજા ભાજ પરદુઃખભંજન હતા. પાતાના પ્રાણનું બલિદાન આપીને પણ ખીજા છવાનું કેમ ભલુ થાય તે માટે તત્પર રહેતા હતા. જેના રાજા પરદુ:ખભજન ડાય તેની પ્રજા પણ પવિત્ર હાય. તેના રાજ્યમાં પ્રજા પણ ન્યાય—નીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવતી હતી, અન્યાય, અનીતિ અને અધમતુ તેના રાજ્યમાં નામ ન હતું. પ્રજા સુખી હતી છતાં રાજા ભાજ દરરાજ સી. આઈ. ડી. ના વેશમાં રાત્રે નગરચર્ચા જોવા નીકળતા. કારણ કે ઉપરથી સુખી દેખાતા માણસ પણ અંદરથી દુઃખી હાય છે, ને તે દુઃખ કોઇને કહી શક્તા નથી. એટલે રાત્રે આવા દુઃખી માણસા પેાતાની કહાણી એક ખીજાને કહેતા હાય છે. માટે રાત્રે જાઉં તે ખખર પડે કે મારી નગરીમાં કાણુ દુઃખી છે ? પ્રજાનુ' સુખ-દુઃખ જોવાની આંખ રાજા ભેાજને મળી હતી. આજની સરકાર પ્રજાના સુખ તરફ દૃષ્ટિ કરતી નથી પણ નવા નવા ટેકસ નાંખીને પ્રજાને ચૂસી રહી છે, પ્રજાના સિંહાસન ઉપર રાજા ભેાજનુ સ્થાન હતું. અત્યારની સરકારને પ્રજા પેાતાના હૈયાના સિંહાસન ઉપર સ્થાન આપતી નથી.
નગરચર્યો નિહાળવા નીકળેલા રાજા ભેજ ગલીકુ ંચીમાં ને માટા માર્ગ ઉપર