________________
૧૪૬
શારદા સાગર મન માનતું નથી. જે નહિ જાઉં તે અંજના પૂરીને મરી જશે. ને પાછો જાઉં છું તે લકો એમ કહેશે કે કે કાયર છે! સ્ત્રીને કેટલે મેહ છે કે યુધ્ધમાં ગયેલે પાછો આવ્યો. મારા પિતાજીની આબરૂ શી રહેશે અને મારા ક્ષત્રિયપણને પણ આ છાજતું નથી. ત્યારે મિત્ર કહે છે આપણે જાહેર થઈને નથી જવું. છાના માના જઈએ. આપણે તે વિદ્યાધર છીએ. સેનાપતિને કહી દઈએ કે સવાર પડતાં તે આગેકૂચ કરે ને આપણે વિમાન લઈને પહોંચી જઈશું. અંજનાને મળીને પાછા ફરી જઈશું, આ પ્રમાણે મિત્રની સલાહ પવનજીને ગમી, એટલે બને મિત્રે રાત્રે અંજનાના મહેલે જવા તૈયાર થયા આ બંને મિત્રે પિતાનું વિમાન બગીચામાં મૂકીને અંજનાના મહેલે આવ્યા. મિત્ર કહે છે આપણે કઈ ન જાણે તે રીતે અંજનાના મહેલમાં જવું છે ત્યારે પવનજી કહે છે હવે કેનાથી છૂપાઈને જવાનું છે ! ત્યારે મિત્ર કહે છે મારે તને પ્રતીતિ કરાવવી છે કે અંજનાના હૃદય સિંહાસને તારા સિવાય બીજા કેઈનું સ્થાન નથી. તારી ગેરહાજરીમાં એ સિંહાસન બાર બાર વર્ષો સુધી સૂનું રહયું છે.
પવનજી કહે-મિત્ર! મેં બાર વર્ષોથી એના સામું જોયું નથી. હવે આગળ જતાં મારા પગ ધ્રુજે છે. ત્યારે મિત્ર કહે છે તું ચિંતા ન કર, હું તારી આગળ ચાલું છું એમ કહી મિત્ર આગળ વધે, આ તરફ અંજના સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મકિયાઓ કરીને સૂતી છે, પણ ઊંઘ આવતી નથી. તેનું હૃદય ભરાઈ ગયું છે. બંને મિત્ર પિતાની વિદ્યાની શકિતથી મહેલના સાતમે માળે પહોંચી ગયા. એક ઓરડામાં ધીમા દીવા બળી રહયા છે. એટલે અનુમાનથી સમજી ગયા કે આ રૂમમાં અંજના હોવી જોઈએ, રૂમના દરવાજા બંધ હતા પણ બારણની તીરાડમાંથી જોઈ શકાય તેમ હતું કે અંદર કેણ કેણુ બેઠું છે એટલું જ નહિ પણ અંદર ચાલી રહેલે વાર્તાલાપ પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાતે હતે.
અંજના રડે છે ત્યારે વસંતમાલા અશ્રુભીની આંખે આશ્વાસન આપતાં કહે છે બહેન તું કયાંસુધી આમ રડયા કરીશ? ત્યારે અંજના કહે છે મારું દુર્ભાગ્ય હવે હદ વટાવી ગયું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી. મારું હૃદય કાબૂ બહાર જઈ રહ્યું છે, એમ બેલતી અંજના વસંતમાલાના ખોળામાં માથું મૂકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, વસંતમાલા અંજનાને માથે હાથ ફેરવતાં કહે છે તું રડ નહિ. ધીરજ રાખ. શું દુઃખ પછી સુખ નથી આવતું? સુખ પછી તારા માથે દુઃખ આવ્યું છે તે દુઃખ પછી સુખ જરૂર આવશે. આમ આશ્વાસન આપી રડતી અંજનાને શાંત કરી. આ અંજનાનો બધે વિલાપ બહાર ઉભેલા પવન અને તેમને મિત્ર સાંભળશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
-