________________
શારદા સાગર
૧૧૭
રહેત. પણ સદાચાર અને દુરાચારના ભેદથી હોય છે. સદાચાર-સંયમ પાલનથી શરીર પર એક વિશેષ પ્રકારનો રંગ ખીલે છે. જે દેખનારને લલચાવ્યા વગર રહેતું નથી. દુરાચારીને વર્ણ એનાથી વિપરીત હોય છે. અનેક વસ્ત્રાભૂષણ ધારણ કરવાથી તેમજ કૃત્રિમ ઉપાયથી સુંદર રંગ બનાવવાની પ્રવૃત્તિ કરવા છતાં પણ દુરાચારીના શરીરને રંગ દેખાડનારને પોતાની તરફ લલચાવવામાં અસમર્થ બને છે. બીજાના હદય ઉપર પિતાને પ્રભાવ પાડનાર રૂપ જ વાસ્તવિક રૂપ છે. સરળતા, ક્ષમા અને નિર્લોભતા પણ ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. વિવેકવાનની દ્રષ્ટિમાં સરળ અને કપટી, ક્ષમાશીલ અને કેપી, નિર્લોભી અને લોભી છૂપા રહેતા નથી. ચતુર મનુષ્ય બીજાનું મોટું જોઈને પારખી લે છે કે આ કેવો છે? કઈ રાગી મનુષ્ય પોતાની રાગવાળી વસ્તુ અથવા જેના ઉપર તેને રાગ છે તે મનુષ્યને દેખવાથી તેને સુંદર માની લે તે સ્વાભાવિક છે. પણ તે મનુષ્ય દ્વારા સુંદર મનાયેલ વસ્તુ યા વ્યકિત વાસ્તવિક રીતે સુંદર છે એમ કહી શકાતું નથી. કારણ કે તે વ્યકિત સાથે રાગ હોવાને કારણે સુંદર માની રહેલ છે, નહિ કે તેની વાસ્તવિક સુંદતાના કારણે. દા. ત. સુવર વિષ્ટાને સુંદર માને છે પણ વિષ્ટા સુંદર છે એ વાત કઈ સ્વીકારશે નહિ. સુવરને વિષ્ટા પર રાગ છે એ કારણે તે વિષ્ટાને સુંદર માને છે. વસ્તુતઃ તેમાં સુંદરતા નથી. રાજા શ્રેણીકને મુનિ ઉપર રાગ હોત તે - વાત જુદી હતી, પણ આ રાજાને મુનિ ઉપર રાગ ન હતો. પ્રથમ વાર જ તેમણે મુનિને જોયા હતા. રાજા શ્રેણીક સુંદર હતા. અને વસ્ત્રાલંકાર પણ સુંદર પહેરેલા હતા પણ મુનિના શરીરે અલંકારની શેભા ન હતી. તેમ છતાં રાજાને મુનિ અદ્દભુત ને સુંદર લાગ્યા. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે મુનિનું કુદરતી રૂપ જ અનુપમ હતું.
- દેવાનુપ્રિય! રૂપરંગમાં એવું આર્કષણ હોય છે કે આકર્ષિત વ્યકિત પોતે પોતાને ભૂલી જાય છે, એક ઠેકાણે લખ્યું છે કે એક વાર ગોકુળની ગોપીઓ દિપક સળગાવતી હતી. એટલામાં ત્યાં કૃષ્ણજી આવી ગયા. કૃષ્ણનું રૂપ અને છટા જોઈને એવું ભૂલી કે એમણે દિપક સળગાવવાને બદલે પોતાની આંગળી સળગાવી દીધી. એમને એ પણ ખબર ન પડી કે અમે અમારી આંગળી સળગાવી રહ્યા છીએ કે દિપક! આ જ પ્રમાણેની વાત મુસલમાનોના પયંગબર યુસુફને માટે પણ કહેવામાં આવે છે. યુસુફ ઘણું સુંદર હતા. એક વાર કેટલીક સ્ત્રીઓ યુસુફેની પાસે ઊભી રહી, યુસુફને જોઈ રહી હતી. તેમને એકેક લીંબુ કાપવા માટે આપવામાં આવ્યું. તે સ્ત્રીએ યુસુફના રૂપથી અંજાઈને પોતપોતાને ભૂલી ગઈ કે તેમણે લીંબુના બદલે પિતાની આંગળીઓ કાપી નાંખી છતાં એમને ખબર ન પડી_ - આપણુ જેનશાસ્ત્રમાં પણ એક ન્યાય છે. કૃષ્ણ વાસુદેવના મૃત્યુ પછી તેમના મોટા ભાઈ બલભદ્રજીએ દીક્ષા લીધી. તેમનું રૂપ અથાગ હતું. એક વાર વિચરતા વિચરતા તેઓ એક ગામમાં પધાર્યા ને એક બગીચામાં ધ્યાન ધરીને ઉભા રહ્યા. તેમની