________________
શારદા સાગર
૧૨૭
બહુ દુઃખ ભોગવવા પડે છે. તે દીકરા! તું મારી માફક પાપ ન કરીશ પાપ કરીશ તે મારી જેમ દુઃખ ભોગવવા પડશે. દાદા-દાદી કહેવા નથી આવતા એટલે સ્વર્ગ–નરક આદિ કંઈ નથી. તેમજ જીવ અને શરીર એક છે. આવી શ્રદ્ધાથી પરદેશી રાજાને ધર્મશ્રદ્ધા ન હતી.
- જીવ અને કાયા જુદા છે તેની ચકાસણી કરવા માટે તે જીવતા ચોરને પકડીને લેખંડની કેઠીમાં પૂરી ફીટ બંધ કરી પૂરી દેતાં, જ્યાં બિલકુલ હવા ન જાય ત્યાં માણસ જીવી ન શકે તે સ્વાભાવિક છે. પછી કેડી લાવીને જુએ તે ચેર મરી ગયો હોય ત્યારે રાજા પરદેશી વિચાર કરે કે જીવ કયાંથી ગયો? જીવને જ જોયો નહિ માટે જીવ અને કાયા એક છે. એક ચેરનું જીવતાં વજન કરીને મારી નાંખે, પછી વજન કર્યું તે એટલું વજન થયું, તેથી માનવા લાગ્યું કે જીવ ગયો હોય તે વજન ઓછું થવું જોઈએ ને? માટે જીવ અને કાયા એક છે. એવી માન્યતા તેનામાં ઘર કરી ગઈ હતી. રાજા પરદેશી મહાન અધમી હતા. એના ગામમાં જેન સાધુને આવવાની મનાઈ હતી એટલે કે ઈ સંતે આવતા ન હતા. આ પરદેશી રાજાને ભાઈ ચિત્ત એક વખત કોઈ કારણ પ્રસંગે બહારગામ ગયા. એ ગામમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી સ્વામી પધારેલા. એ ગામમાં ખૂબ આનંદ ને ઉત્સવ દેખાય છે. ચિત્ત તે રાજાને પૂછે છે અહો! આપની નગરીમાં આજે શું ઉત્સવ છે? ત્યારે કહે છે આજે કેશીસ્વામી પધાર્યા છે. તેમની વાણીનું પાન કરવા બધા જઈ રહ્યા છે. હું પણ ત્યાં જાઉં છું. ત્યારે ચિત્ત કહે, હું પણ આવું છું. ચિત્ત પરદેશી રાજાને ભાઈ પણ હતો ને પ્રધાન પણ હતો. તે કેશીસ્વામીના દર્શન કરવા ગયે. એકાગ્રચિત્તે કેશીસ્વામીનું વ્યાખ્યાન સાંભળી ચિત્ત પ્રધાનનું મન ખૂબ આનંદિત થયું. ત્યાં ચિત્ત પ્રધાને બાર વ્રત અંગીકાર કર્યા. તેના મનમાં થયું કે જે આવા મહાન જ્ઞાની સંત મારી નગરીમાં પધારે તો મારા ભાઈને ધર્મ પમાડું. તેણે કેશીસ્વામીને વંદન કરીને વિનંતી કરી કે હે ગુરુદેવ! આપ મારી
વેતાંબિકા નગરીમાં પધારી અમને કૃતાર્થ કરો. કેશીસ્વામી મૌન રહ્યા. તેમણે બે-ત્રણ વાર વિનંતી કરી ત્યારે કહ્યું હે ચિત્ત ! જે વનમાં ઘણાં જંગલી પશુઓ રહેતા હોય તે વનમાં વસવું સલામત ગણાય નહિ, તેમ જે નગરમાં ક્રૂર રાજાનું શાસન પ્રવર્તતું હાય, સાધુને બહિષ્કાર થતો હોય તે નગરીમાં આવવું શ્રેયસકર ગણાય નહિ, ત્યારે ચિત્ત કહે ગુરુદેવ! એ હું સંભાળી લઈશ પણ આપ પધારો. પછી કેશીસ્વામી કહે અવસરે. તેથી ચિત્ત સમજી ગયો ને પછી પોતાના શહેરમાં ગયા પછી દરરોજ રાહ જોવા લાગ્યા. કેશીસ્વામી વિચરતા વિચરતા અનુક્રમે તાંબિકામાં પધાર્યા. ચિત્ત પ્રધાન ખૂબ આનંદ પામ્યા પછી તે દેશના સાંભળવા ગયો. અને ત્યાર બાદ ઘડની પરીક્ષા કરવાના બહાને પરદેશી રાજાને લઈ ગયે. ત્યાં બગીચામાં રાજાએ કેશી સ્વામીને જયાં. જોતાં જ થયું કે આ પ્રભાવશાળી કેણ છે? ને આ બધા ભેગા થઈને શું કરે છે! આ મહાન તેજસ્વી વીરપુરુષ લાગે છે તેમજ તેઓ શરીરમાં પણ કેવા છે. તેઓ ઊંચે બેઠા છે ને બીજા