________________
શારદા સાગર
૧૩૭ નગર થકી દલ સંચર્ય, મારગ થકી દૂર કીધું મેલાણું તે, ચકો ને ચકવી ત્યાં ટળવળે, વ્યાપ્યું તિમિર આથો ભાણું તે
સતીરે શિરેમણે અંજના. પવનજી મંત્રીને એમ કહે, નારી તણું ન લીજીએ નામ તે, પુરૂષ પરાયા શું મન રમે, એને ચકવીની પેરે મૂકી મેં ગામ તે
સતીરે શિમણું અંજના. અંજનાને લાત મારી પવનજીનું સૈન્ય આગળ વધ્યું. થોડા ઘણું દૂર પહોંચી ગયા. રાત પડી ગઈ એટલે એક વિશાળ વનમાં પડાવ નાંખે. પવનજી જે વૃક્ષના નીચે બેઠા હતા તે વૃક્ષ ઉપર એક ચકલી ચીંચીં કરવા લાગી. આપણને ચીંચીં લાગે પણ એની ભાષામાં એ વિલાપ કરતી હતી. પવન એમના મિત્રને કહે છે આ ચકલી શું ચીંચીં કરે છે! ત્યારે મિત્ર કહે છે પવન ! એ ચકલી ચીંચીં નથી કરતી પણ એને ચકલે હજુ બહારથી આવ્યા નથી એટલે એ માળામાં જાય છે ને બહાર આવે છે. ચારે તરફ દૃષ્ટિ કરે છે ને ઝુરાપો કરે છે. ત્યારે પવનજી કહે શું ચાલે નથી આવ્યું તેથી ચકલી આટલું બધું ઝૂરે છે? મિત્ર કહે-હા, ભાઈ એ પક્ષીને પણ આટલી સંજ્ઞા છે તો વિચાર કરો તમે જેને બાર બાર વર્ષોથી તાજી છે તે અંજનાને શું થતું હશે ? એ તમારા વિના કેટલી ઝૂરતી હશે ! ત્યારે પવનજી કહે-મિત્ર ! તું એ પાપણીનું મારી પાસે નામ ના લઈશ. જે તારે મારી પાસે એનું નામ લેવું હોય તો ઘર ભેગે થઈ જા. આ ચકલી પતિવ્રતા છે એટલે ઝૂરે પણ અંજનાના હૃદયમાં તે બીજો પુરૂષ રમે છે. એ તે મને યાદ પણ કરતી નથી હું એની પાસે કેવી રીતે જાઉં? મિત્ર કહે છે તે આ મહાસતીના અવર્ણવાદ ન બેલ ગાળ દેવી હોય તો મને દેજે પણ સતીને નહિ તે તે પતિવ્રતા સ્ત્રી છે. તે લૂખું ભેજન ખાય છે, સાદા વસ્ત્ર પહેરે છે. સ્નાન શણગારને ત્યાગ કરી ધમરાધના કરે છે ને રાત-દિવસ તને યાદ કરી ઝૂરે છે. તું ભલે ત્યાં નથી જતે પણ હું દાસી દ્વારા બધા સમ્રાચાર મેળવું છું. માટે જે એ સતીનું પણ સોળ આની બોલ્યો તે હતે--ન હતો થઈ જઈશ. બંધુઓ! મિત્ર હોય તે આવા હેજે કે સમયે જરા પણ ડર રાખ્યા વગર સત્ય કહી દે. એણે વિચાર ન કર્યો કે મિત્રોચારી તૂટી જશે ? જે થવું હોય તે થાય. અહીં કર્મરાજા શું કરે છે? અંજના સતીના કર્મનું આવરણ ખસવા આવ્યું છે. તેથી પવનજીના ભાવ કેવી રીતે બદલાશે ને ત્યાં જવાને વિચાર કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.