________________
શારદા સાગર
૧૩૫
જે શાસનમાં આવા દેવાધિદેવ બિરાજતા હોય તેના શ્રાવકને બીજે ફાંફા મારવાના હેય? તમને એવી શ્રદ્ધા થઈ જવી જોઈએ કે મારા દેવ એટલે અરિહંત, ગુરૂ મારા નિર્ગથ અને કેવળી પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે. રાજા શ્રેણીક મુનિની સ્તુતિ કરતાં કહે છે આ દુનિયામાં દેને પાર નથી. જે તેમની હું શ્રદ્ધા કરું ને તેમને પ્રસન્ન કરું તે જે માંગું તે મળે એમ છે. એની ભક્તિ કરું તે આ દુનિયામાં મારે વાળ કઈ વાંકે કરી શકે તેમ નથી. મારા કષ્ટ હરી લે. પણ મારે એવા દેવની શ્રદ્ધા કરવી નથી. મારી ઇચ્છા તે એવી છે કે હું કોના શરણે જાઉં? જેમણે રાગ અને દ્વેષને જીત્યા છે તેમને શરણે જાઉં પણ જે ભૌતિક સુખને માર્ગ બતાવે છે ત્યાં મારે હવે નથી જાવું. આ રીતે શ્રેણીક રાજા મુનિને કહે છે. વળી હે નાથ! તારી શીતળતા અને ક્ષમાની તે શું વાત કરું? તારી સામે કોઈ કૅધી મનુષ્ય આવે તો પણ કરી જાય. જેમ પાણીમાં ગમે તેટલા કાકડા સળગાવીને નાખે તે પણ શીતળ બની જાય છે. તેમ તારી સામે તે ક્રૂર માનવી આવે તે પણ તે તને જોઈને કરી જાય છે. તારા વર્ણ, રૂપ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતાને ભેગે પ્રત્યેની નિસ્પૃહતા તે કોઈ અદ્ભુત છે. મારે પણ તારા જેવું બનવું છે. પણ તમને જોઈને મને બીજુ એ આશ્ચર્ય થાય છે કે હજુ તમારી ઉંમર નાની છે ને તમે સાધુ કેમ બન્યા? અન્ય ધર્મમાં છેલ્લી અવસ્થામાં સાધુપણું લે છે ને તમે તે હજુ ભરયુવાન છે.
અત્યારે તે કોઈ ગુજરી જાય ને પૂછીએ કે ભાઈની ઉંમર કેટલી હતી? તે કહેશે કે આમ તે ૬૦ વર્ષના હતા. કંઇ નાના હતા પણ દુઃખ એટલું છે કે છોકરા નાના છે. બાકી તે મરવા જેવા હતા. જુઓ, તમારે સંસાર કેવો છે? ગયા તેને રડતા નથી પણ પાછળ છોકરા મૂકી ગયા તેને રડે છે. કેઈનું મરણ થાય ત્યારે બહેને છેડે વાળે છે તેમાં શું બોલે છે? અરેરે. તમે તે ગયા. હવે મારું શું થશે? તમે ફેરેનથી સાડીઓ લાવ્યા પણ હજુ મેં એને ટાંકે તેડયે નથી ને તમે ચાલ્યા ગયા! (હસાહસ) જે ગયા તેને નથી રેતા પણ એને સાડીઓ પહેરવાની રહી ગઈ તેને રેવે છે. જોયું ને! તમારે સંસાર કેવો અસાર છે તેની પાછળ કેટલા ઘેલા થઈને ફરો છે. આ તે મેં બહેનની વાત કરી પણ તમે બહેનેથી ઉતરે તેમ નથી, ભરયુવાનીમાં પત્ની ગુજરી જાય તે બીજી ન લાવે ત્યાં સુધી યાદ કરે. ને બીજી આવે એટલે તે યાદ ન આવે. કે સ્વાથી સંસાર છે! અનાદિકાળથી આ પ્રવાહ ચાલતું આવ્યું છે એમાં કાંઈ નવીન નથી.
જ્ઞાનીઓ કહે છે જેમ ધુમાડાને બાચકા ભરવાથી કઈ ધુમાડે હાથમાં આવતું નથી યાદ રાખે. તેમ તમે સંસારના સુખને સુખ માનીને ગમે તેટલું કમાવ પણ સાથે રાતી પાઈ આવવાની છે? ના. મારૂં કહ્યું ન માને તે તમારા હૈયાને પૂછો કે કેઈપણે માનવી
અહીંથી રાતી પાઈ લઈને ગય છે? જેટલી મૂછ છૂટે ને તેને જેટલે સત્કાર્યોમાં સદ્દ - વ્યય થાય એટલું સાથે આવવાનું છે..