________________
શારદા સાગર
શ્રેણીક રાજા મુનિની ક્ષમાના ખૂબ વખાણ કરે છે. જીવનમાં ક્ષમા રાખવી એ અલૌકિક ગુણ છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમા એ વીરનું ભૂષણ છે કયારેક કઈ શાંત બનીને બેઠા હોય તેમ લાગે કે આ ભાઈ કે બહેન કેવા સમતાના સાગર છે! પણ જ્યારે કે એને ગાળ દે કે અપમાન કરે ત્યારે ક્ષમા રાખે તે સાચા ક્ષમાવાન છે. સોનાને પહેલા અગ્નિમાં પડવું પડે છે પછી તેની કિંમત અંકાય છે. કોઈ આપણને ગમે તે કરે. ગાળ દે કે હથોડાના ઘા કરે તે પણ તે સમયે એ વિચાર કરે કે આ મને જે કંઈ કરે છે તેમાં એને દેષ નથી. દેષ મારા કર્મને છે. મારો વાંક હાલ બીલકુલ નથી છતાં આ મારી કદર્થના કરે છે તેમાં મારા પૂર્વકૃત કર્મો કામ કરે છે. શ્રેણીક રાજાને કણકે પાંજરામાં પૂર્યા, દરે ૮ચાબૂક મારે તે પણ કેવી રીતે? બરડે મીઠાનું પાણી છાંટે ને બરડે ખુલ્લે કરીને મારે. લેહીની સેર ઉડે તે સમયે શ્રેણુક રાજા કેણીકને વાંક હેતા કાઢતા. એ તે એકજ વિચાર કરતા કે હે કેણીક તું મારે મહાન ઉપકારી છે. મારા કર્મો ખપાવવામાં તું મને સહાયક બન્યું છે. તું તે મને ચાબૂકના માર મરાવે છે પણ મારે જાન નથી લેત. પણ તો અજ્ઞાન દશામાં શિકાર કરી પ્રાણીઓને જાનથી મારી નાંખ્યા છે. કેવી સુંદર ભવ્ય વિચારણ. આવી રીતે દુઃખમાંથી તે મહાન પુરૂષોએ સુખ શોધ્યું ને કામ કઢી ગયા. આવી કળા દરેકને આવડી જાય તે આ પૃથ્વી ઉપર કઈ દુઃખી ન રહે. પણ આ કળા શીખવી બહુ મુશ્કેલ છે.
( શ્રેણીક રાજા મુનિનું રૂપ જોઈ મુગ્ધ બન્યા છે. તેમના રૂપ અને ગુણનાં વખાણ કરે છે. હવે તેમના મનમાં એ આશ્ચર્ય થયું છે કે આવી ભરયુવાનીમાં તેમણે દીક્ષા કેમ લીધી? એ બાબતમાં રાજા મુનિને પૃચ્છા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- અંજના સતી મહેલમાં ગયા - સતી અંજનાને પવનજીએ લાત મારી તિરસ્કાર કર્યો તેથી અંજનાને ખૂબ દુ:ખ થયું કે હવે બધા જાણશે કે અંજના અને પવનજીને અણબનાવ છે. વસંતમાલા અંજનાને મહેલમાં લઈ ગઈ પણ ગામમાં એવી વાત ફેલાઈ ગઈ કે અંજના અને પવનજીને અણબનાવ છે. ગામમાં બધા લોકેની દષ્ટિ સરખી નથી હોતી. સજજન એમ બેલે છે કે આવી નિર્દોષ પવિત્ર સતીનું પવનજીએ કેવું ઘોર અપમાન કર્યું! આખા ગામના લોકોને સંતોષ પમાડયો ને આ એક સતીનું દિલ દુભાવ્યું. ત્યારે કંઈક માણસો એમ બોલવા લાગ્યા કે પિતાની પત્ની કોને વહાલી ન હોય? અને જે બધા લેકેને સંતેષ પમાડે તે પિતાની સ્ત્રીનું દિલ દુભવે ખરે? પણ પવનજીએ એને લાત મારી માટે એનામાં કંઈક હશે. ત્યારે કઈ કહેવા લાગ્યા કે અંજના એવી નથી. એ તે પવિત્ર સતી છે. ત્યારે બીજા કહે કંઈક તો હશે. પાયા વિનાની ભીંત ચણાય નહિ. આ પ્રમાણે લોકોમાં ચર્ચા થવા લાગી. અંજના તે મહેલમાં ખુબ ઝુરે છે. એ વાત અહીં રહી પવનજીનું શું થયું?.