________________
શારદા સાગર
जहा य तिन्नि वाणिया, मूलं धेत्तूण निग्गया । एगो ऽत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥
૧૩૩
ઉત્ત. સુ. અ. ૭, ગાથા ૧૪
એક વણિકે પેાતાના ત્રણ પુત્રાને કહ્યું કે તમે ત્રણે એક એક હજાર રૂપિયા લઇને મહારગામ કમાવા જાવ. એક વર્ષ પછી આવજો. આ ત્રણે પુત્ર વિચાર કરવા લાગ્યા કે પિતાજી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે ને આપણને આટલા રૂપિયા આપીને શા માટે મેકલ્યા ? મોટા દીકરાએ વિચાર કર્યા કે ખાપુજી પાસે ઘણા પૈસા છે. શુ કરવાના છે? પૈસા વાપરીને લીલાલ્હેર કરે. એટલે એ તે મેાજશેાખમાં પડી ગયેા. ખીજાએ વ્યાજે મૂકીને મૂડી સાચવી. ત્રીજાએ વહેપાર કરી મુડી ખૂબ વધારી. અનુક્રમે ત્રણે દીકરા વર્ષે ઘેર આવ્યા. પિતાએ પૂછ્યું શું કરીને આવ્યા ? ત્યારે માટાએ કહ્યું કે લીલાલ્હેર કરીને કરજ કરીને આવ્યા . વચલાએ મૂળગી મૂડી પાછી આપી. નાનાએ કહ્યું કે મારી મૂડી લેવા ગાડા મેકલવા પડશે કારણ કે તેણે ઘણા મેટા વેપાર કર્યા છે ને પેઢી ઉપર માલ ઘણેા છે. આ રીતે ત્રણે પુત્રા પિતાજી પાસે હાજર થયા.
હવે હું તમને પૂછું કે નગીનભાઈ! બાપને કયા દીકરા વહાલા લાગે? (શ્રેાતામાંથી અવાજ :-ઘણુ કમાઇને આવે તે.) (હસાહસ). એલેા, હવે તમારે ભગવાનના વહાલા દીકરા થવું છે ને ? ભગવાનને વહાલા કેવી રીતે થવાય ? આ જિંઢગીમાં કંઇક ધર્મારાધના કરે તે ને ! અત્યારે વધુમાં વધુ આયુષ્ય ખસે વર્ષે દેશે ઉહ્યું છે. કાઇક સા વર્ષના થાય છે. બાકી તે કાઇ ૫૦-૬૦ ને કાઈ ભરયુવાનીમાં પણ ચાલ્યા જાય છે. સાથે શું લઈ જવાનું છે? તમે અત્યારે મેહ નહિ છોડે તેા પછી પણ છેડવા પડશે.
યુવાની પૂરી થઈ, ઘડપણ આવી ગયું. છતાં પત્નીનેા. માહુ છૂટતા નથી. તમે સામાયિક-પ્રતિક્રમણ, ઉપવાસ કરો, દાન દે પણ જ્યાં સુધી કામ વિજેતા નથી મન્યા ત્યાં સુધી કરણી અધૂરી છે. ચેાકમાં ખાવળીયેા ઉગ્યા છે તેના કાંટા રાજ પગમાં ભાંકાય છે. તેથી વિચાર કર્યો કે લાવ, એના ડાળા પાંખડા કાપી નાંખું. તમે ઉપરથી ડાળા–પાંખડા કાપી નાંખા તે થાડા દિવસ એના કાંટા નહિ ખરે પણ એનું મૂળીયુ સજીવન છે માટે ડાળી અને પાંખડા થશે ને પાછા કાંટા વાગશે. માટે કાંટા ખરતા હાય તે મૂળને ઉખાડી નાંખેા. તે રીતે સ ંસાર રૂપી કાંટા ખટકતા હોય તે વિષયવિકાર રૂપી કાંટા કાઢી નાંખા અને બ્રહ્મચર્ય વ્રતમાં આવેા. કારણ કે ચારિત્ર એ જીવનમાં અમૂલ્ય કેાહીનુર છે. અને વિષયવિકાર એક પ્રકારના સડે છે. આંગળી અંદરથી સડી ગઇ હાય પણ તેને મલમપટ્ટા કરવાથી કંઇ સડો નાબૂદ થતા નથી. તેમ કામ વિજેતા અન્યા વિના આત્માનું કોહીનુર નહિ ઝળકે ને ભગવાનના વહાલા દીકરા પણ નહિ મનાય, માટે કામલેાગ ઉપર વિજય મેળવા. જ્ઞાનીએ કહે છે.