________________
(૧૩૨
શારદા સાગર
બંધુઓ તમને એમ થશે કે ક લાભ? તે આ લાભ તમારા ભૌતિક સુખના ટુકડાને નથી. આ લાભ તે આત્માની ઉજ્જવળતાને છે. આત્મિક ઉજજવળતા એટલે નિજગુણની પ્રાપ્તિને લાભ થાય છે. માન ઉપર વિજય મેળવનાર આત્મા સરળતાને પ્રાપ્ત કરે છે. સરળતામાં કેટલે આનંદ છે તે આપ જાણે છે ને? તેફાને ચઢેલી નદી મેટા મેટા મકાન અને ઝાડને ખેંચી જાય છે પણ નેતરને ખેંચી શક્તી નથી. કારણ કે તેણે સરળતાની કળા જાણી છે. જેના મૂળ ઘણું ઊંડા ગયા છે તેવા જંગી વૃક્ષ પાણીના પુરમાં ઉખડી જાય છે પણ નેતર ઉખડી શકતું નથી. જેને ઝૂકતા આવડે છે તે તેફાન સાથે રમી શકે છે. આપણું ભગવાન મહાવીર સ્વામીને કેવાં કષ્ટ પડયાં છે જે વાંચતા આપણું હૈયું ધ્રુજી જાય છે વિપત્તિ રૂપી વીજળીના કડાકા થયા, સંકટના પહાડ તૂટ્યા. અનાર્ય લેકેએ કષ્ટ આપવામાં બાકી ન રાખ્યું. છતાં એ મહાન સાધક સવાળા દુખે વચ્ચે ઝળકતા રહ્યા તેનું કારણ નમ્રતા.
નમ્રતા-સશળતા અને સામ્યતાને કે પ્રભાવ પડે છે. અનાથી નિગ્રંથ બગીચામાં આવીને બેઠા છે. તેમનું રૂપ ચામડી ભેદીને બહાર આવ્યું છે. જેમ વીજળીને પ્રવાહ શરૂ થતાં બલ્બ વિજળીથી ઝગમગત થઈ જાય છે. અંદર રહેલા તાંબાના તાર સોનાના જેવા દેખાય છે. તેમ ચૈતન્યને લીધે આ પંચભૂતરૂપી બલબ ચૈતન્યથી ઝગઝગાટ કરતે થઈ જાય છે. આ મુનિનું શરીર ઝગારા મારે છે. આ જોઈને શ્રેણીક રજને છ પ્રકારનું આશ્ચર્ય થયું. એમના મુખમાંથી શબ્દો સરી પડયા. “કો વો અહો ” તેમનું રૂપ, વર્ણ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભેગે પ્રત્યેની અરૂચી આશ્ચર્યકારક લાગ્યું. કોઈ મનુષ્ય ખૂબ ક્ષમાવાન હોય તે તેની સામે કેવીમાં કેદી વ્યકિત આવશે તે પણ ઠરી જશે. મુનિને જોઈને શ્રેણીક રાજાના ઉકળાટ શમી ગયા ને શું બેલ્યા-અહાહા ! મુનિ હું આપને જોઉં છું ને એમ થાય છે કે હે મહાત્મા !. તમારામાં શું ગુણે પ્રકાશી રહ્યા છે. મારું દિલ તમારામાં ઠરી ગયું છે. આ રીતે મુનિની ખૂબ પ્રશંસા કરે છે પણ મુનિ પિતાના ભાવમાં રમણતા કરે છે. આવા મહાન મુનિની સામે રાજા ઊભા હાય, મોટા કરોડપતિ હય, કે ગમે તે હોય પણ સંસાર બાબતની વાત નહિ કરે. પણ એ તે એમ પૂછશે કે હે માનવ ! તેં આ ઉત્તમ માનવ જન્મ પામીને શું કર્યું? હું તમને પૂછું છું કે તમારા દીકરાને પરદેશ કમાવા મેકો . ત્યાં જઈને તેણે કંઈ કમાણી કરી નહિ. જે પૈસા લઈને ગયે હતું તેનાથી લીલાલહેર કરીને છ મહિને પાછો આવ્યે. તમે પૂછે તે ખરા ને કે દીકરા! શું કમાઈને લાગે કે ત્યારે દીકરે કહે તમે આપેલી મૂડી સાફ થઈ ગઈ છે. તે તમે શું કહેશે કે જુએ, રળી ગઠવી રળવા ગયા હતા તે શું કરીને આવ્યા? પણ ભાઈ! તમે કેવા રળીયા ગઢવી છો? એણે તે પાંચ-પચ્ચીસ હજાર ગુમાવ્યા પણ તમે કેટલું ગુમાવી રહ્યા છે? ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનમાં ત્રણ વણિકને ન્યાય આપે.