________________
શારદા સાગર,
૧૨૯ પીયર ગઈ નહિ, પવનજીએ એક દિવસ પણ તેના સામું જોયું નથી. આમ કરતાં કરતાં બાર વર્ષો વીતી ગયા. પણ પવનછ ન આવ્યા. અંજના પતિના વિયેગથી બૂરી રહી છે. ને પિતાના કર્મોને દેષ આપે છે. પવનજી ઉપર મનથી પણ રેપ કરતી નથી. દીકરી પીયર ન આવવાથી તેના માતાપિતાને ખૂબ દુઃખ થયું. પણ અંજનાએ એ વિચાર કર્યો કે મારે પિયર જઈને બધાને શું કહેવું. આ રીતે અંજનાના દિવસે વીતે છે ત્યાં શું બનાવ બન્યો.
લંકાપતિ રાવણને દૂત મહારાજા પ્રહલાદની સભામાં આવ્યું. તે રાજાને પ્રણામ કરી લંકાપતિને મહત્ત્વને સંદેશ આપતાં કહ્યું હે રાજન! વરૂણપુરીને રાજા વરૂણ લંકાપતિની આજ્ઞા માનતો નથી. અહંકારને જાણે માટે પહાડ છે. મહારાજા રાવણે પિતાની આજ્ઞાને તાબે થવા કહેવડાવ્યું ત્યારે તેણે ખૂબ ઉદ્ધતાઈભર્યો જવાબ આપે કે લંકાપતિને એના દેવતાધિષ્ઠિત રત્નથી અભિમાનને આફરો ચઢયે હોય તે ભલે અહીં આવે. હું તેનું અભિમાન ઉતારી નાંખીશ. આવા વરૂણના વક્રતાભર્યા વચનથી લંકાપતિને રોષ ચઢયે ને મોટા સૈન્યને વરૂણને પકડવા કહ્યું પણ ત્યાં ભયંકર યુદ્ધ જામ્યું. તેમાં વરૂણના પુત્ર રાજવે લંકાપતિના ખર અને દૂષણ બે મહાન હૈદ્ધાને પકડી લીધા એટલે રાવણનું સૈન્ય બેહાલ બની ગયું. તેથી વરૂણની સામે વિજય મેળવવા હવે લંકાપતિ પોતે જાય છે ને તેમના તમામ સબંધી રાજાઓને બોલાવી લાવવા દૂતે મેકલ્યા છે તે મુજબ આપની પાસે મને મોકલ્યો છે.
દૂતની વાત સાંભળી પ્રહલાદ રાજાએ સૈન્યને સજ્જ કરવાની આજ્ઞા કરીને પિતે તૈયારી કરવા ઊભા થયા. પવનકુમારે બધી વાત સાંભળી હતી એટલે તેણે પિતાજીને તૈયારી કરતાં જોઈને વિનયપૂર્વક પિતાજીને મસ્તક નમાવીને કહ્યું–પિતાજી! આપ શાંતિથી અહીં રહે. હું લંકાપતિની સહાયમાં લશ્કર લઈને જાઉં છું. મને જવાની આજ્ઞા આપે. પિતાજી કહે છે બેટા! આ તે વરૂણની સાથે બાથ ભીડવાની છે. એ વરૂણના પુત્રે ખૂબ પરાક્રમી છે. ખર-દૂષણ જેવા બળવા વૈદ્ધાઓને તેણે પકડીને જેલમાં બેસાડી દીધા. ત્યારે પવનજી કહે છે પિતાજી! હું વિદ્યાધર પ્રક્ષાદ રાજાને પુત્ર છું. મારા પરાક્રમને સ્વાદ વરૂણના પુત્રોને ચખાડી દઉં. મને આશીર્વાદ આપો. પવનજીની મક્કમતા જોઈ યુદ્ધમાં જવાની આજ્ઞા આપી.
યુદ્ધની તૈયારીઓ થવા લાગી. રણભેરીઓ વાગવા લાગી. પવનજી પહેલવહેલા યુદ્ધમાં જાય છે. યુદ્ધમાં જવું એટલે જીવનસાટાના ખેલ. કેટલા વર્ષ સુધી ચાલે તે કહી ન શકાય, ને જીવતા પાછા આવીશું કે નહિ તે પણ ન કહી શકાય. એટલે પવનજીએ યાચકને ખૂબ દાન દીધું આખી નગરીને સંતોષી. ત્યારે મિત્રે કહે છે પવન! તે બધાને સંતોષ આપે પણ બાર બાર વર્ષોથી મહેલમાં એક્ષી પૂરે છે તે પવિત્ર અંજનાનો શું વાંક ! તું એક વાર તે તેની પાસે જા, પવન કહે મિત્ર! તું મારી પાસે એનું નામ