________________
૧૨૮
શારદા સાગર
બધા નીચે બેઠા છે. બધા એના સામું જોઇ રહ્યા છે. ચિત્તને પૂછે છે એ શુ કરે છે? જડું જડ઼ા મુંડે મુડા, આ પંડિતા સૌ મારી વાડીમાં બેસી, લાંબે હાથે શું દઇ!
હે ચિત્ત ! તું જો તે ખરા બધા શરીરમાં કેવા મજબૂત છે ને એનુ રૂપ ઘણુ ઇં! આ બધાના મુખ જોતાં પંડિત હાય તેવા લાગે છે. તે! આ મારા બગીચામાં બેસીને લાંબા હાથ કરીને બધાને શુ આપે છે? પછી ચિત્ત કહે છે તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. ને ચાર જ્ઞાનના ધણી છે. તમારી શકાને દૂર કરનાર છે, ત્યાર ખાદ અને કેશી સ્વામી પાસે ગયા. પણ પરદેશીએ વઢન ના કર્યા. ત્યારે કેશી સ્વામીએ પરદેશીની આંખ ઉઘડે તેવા પડકાર કર્યાં ને છેવટમાં કહ્યું કે તને જીવ અને કાયા એક છે એવી શકા છે ને ! આ સાંભળી રાજાને થયું કે આ મહાજ્ઞાની છે તેથી જાણવાની જિજ્ઞાસા જાગી. રાજાએ વિનયપૂર્વક વંદના કરીને પૂછ્યું–ભગવંત ! હું અહીં બેસુ ? મુનિએ કહ્યું. આ ઉદ્યાન તમારુ છે. તમારે અહી બેસવુ' કે ન બેસવુ એ તમારી ઇચ્છાની વાત છે. અમારા કોઇ પ્રતિબંધ નથી. ચિત્તપ્રધાન અને રાજા અને નીચે બેઠા. મુનિને પૃયુ –ભગવંત! મારા મનમાં શકા છે તે તમે કેવી રીતે જાણ્યું? ત્યારે કેશીસ્વામીએ કહ્યું. અમારા શાસ્ત્રમાં પાંચ પ્રકારના જ્ઞાન કહેલા છે. મતિ-શ્રુત-અવધિ–મનઃપર્યાય અને કેવળજ્ઞાન. તેમાંના પહેલા ચાર જ્ઞાન મને પ્રાપ્ત થએલા છે. તેના પ્રભાવે હું જાણી શકું છું. સાચા જ્ઞાની સંતે કદી એમ ન કહે કે મને આટલુ જ્ઞાન છે. પણ પરદેશી રાજાને સુધારવા માટે આ પ્રમાણે કહ્યુ છે. પરદેશી શજાએ પાતાની શકાઓનુ સમાધાન કરવા મુનિને પ્રશ્નો પૂછ્યા. તેમની શંકાઓનું કેશીસ્વામીએ ખૂબ સુંદર રીતે સમાધાન કર્યું. તેના પરિણામે પરદેશી રાજાનું જીવન પલ્ટાઈ ગયું. પરદેશી મટીને સ્વદેશી ખની ગયા. અધમી મટીને ધમી બન્યા. હિંસક મટીને અહિંસાના પૂજારી અની ગયા.
ટૂંકમાં આપણે તે એ વાત ચાલતી હતી કે સાચુ રૂપ સામા મનુષ્યને કેટલું આકર્ષણ કરે છે. બંધુઓ! આજે રૂપાળા દેખાવા મનુષ્ય કેટલા પ્રયત્ન કરે છે! લાલી લીસ્ટીક, પર્ફે અને પાવડરના લપેડા કરે પણ એ રૂપ સાચુ રૂપ નથી. રૂપ એવું હાવુ જોઇએ કે જેનાથી પરદેશી રાજાની જેમ કાઇક જીવ પામી જાય.
અહી શ્રેણીક રાજાએ મુનિમાં છ આશ્ચર્ય જોયા. શું તમારા વણું છે ? શુ તમારું રૂપ છે! શું તમારી સામ્ય પ્રકૃતિ છે! શું તમારી ક્ષમા છે! શું તમારી નિભતા છે. શુ તમારા ભેગો પ્રત્યેના અનાસકત ભાવ છે! આ રીતે મહારાજા શ્રેણીક મુનિને જોઇને આશ્ચર્યમાં પડયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :–અજના સતીના પીયરથી તેડા આવ્યા તેને પાછા
વાળ્યા, તે